Home> World
Advertisement
Prev
Next

કાશ્મીર મુદ્દે દુનિયામાં એકલા પડેલા પાકિસ્તાનનો નવો પેંતરો, ઈદ પર ઉઠાવ્યું આ મોટું પગલું 

પાકિસ્તાને ઈદના અવસરે કાશ્મીરીઓનો હવાલો આપીને મોટી જાહેરાત કરી છે.

કાશ્મીર મુદ્દે દુનિયામાં એકલા પડેલા પાકિસ્તાનનો નવો પેંતરો, ઈદ પર ઉઠાવ્યું આ મોટું પગલું 

ઈસ્લામાબાદ: પાકિસ્તાને ઈદના અવસરે કાશ્મીરીઓનો હવાલો આપીને મોટી જાહેરાત કરી છે. પાકિસ્તાની મીડિયા નિયામક પ્રાધિકરણ (Pakistani Media Regulatory Authority)એ મીડિયા સંસ્થાનોને કહ્યું છે કે "તેઓ ઈદ ઉલ અઝહા પર પહેલેથી રેકોર્ડ  કરેલા કાર્યક્રમો કે વિશેષ કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ ન કરે, કારણ કે તેનાથી ફક્ત આપણા દેશના જ નહીં, પરંતુ કાશ્મીરી ભાઈઓની ભાવનાઓને પણ ચોટ પહોંચી શકે છે." મીડિયાએ આ જાણકારી આપી. 

J&Kમાંથી કલમ 370 હટાવાતા ધૂંધવાયેલું પાકિસ્તાન ફરી UNSCમાં જશે, આ દેશ આપશે સાથ

રેગ્યુલેટરી ઓથોરિટીએ શનિવારે બહાર પાડેલા એક નોટિફિકેશનમાં કહ્યું કે કાશ્મીર માટે એકજૂથતા દર્શાવવા, ઈદ ઉલ અઝહાના ધાર્મિક પર્વ તરીકે સાદગીથી ઉજવવામાં આવી રહ્યો છે. આથી એવી અપીલ કરવામાં આવે છે કે કોઈ વિશેષ કાર્યક્રમ (પહેલેથી રેકોર્ડ કે નિયોજિત લાઈવ) ન થાય. ઈદના જશ્ન સ્વરૂપે પ્રસારિત થવાના કારણે તેનાથી આપણા દેશ જ નહીં પરંતુ કાશ્મીરી ભાઈઓની ભાવનાઓને પણ ચોટ પહોંચી શકે છે. 

સમાચાર પત્ર પાકિસ્તાન ટુડેના જણાવ્યાં મુજબ નોટિફિકેશનમાં કહેવાયું છે કે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટને બહાદુર કાશ્મીરીઓ સાથે એકજુથતા દર્શાવતા મનાવવામાં આવશે. રેગ્યુલેશન ઓથોરિટીએ કહ્યું કે ભારતના સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટને કાળા દિવસ તરીકે ઉજવવામાં આવશે અને રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. 

જુઓ LIVE TV

નોટિફિકેશનમાં ટીવી ચેનલોને તે દિવસે 'પોતાના લોગોને બ્લેક એન્ડ વ્હાઈટ' કરવાની સલાહ આપવામાં આવી છે. ઈલેક્ટ્રોનિક મીડિયા નિયામકે આઠ ઓગસ્ટના રોજ સમાચાર ચેનલોને કોઈ પણ પ્રકારની ટિપ્પણીઓ અને વિશ્લેષણ માટે પોતાના ટોક શોમાં કોઈ પણ ભારતીય સેલિબ્રિટી, રાજનેતા, પત્રકાર અને વિશ્લેષકોને આમંત્રિત ન કરવાના નિર્દેશ આપ્યા હતાં. 

આ પગલું ભારત સરકાર દ્વારા પાંચ ઓગસ્ટના રોજ પોતાના બંધારણની કલમ 370 હેઠળના જમ્મુ અને કાશ્મીર રાજ્યને આપેલા વિશેષ રાજ્યના દરજ્જાને સમાપ્ત કરવાની જાહેરાત બાદ લેવાયું છે. સરકારે રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેરવી દીધુ છે. જેમાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ અને લદ્દાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ હશે. 

વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More