Home> World
Advertisement
Prev
Next

વૈશ્વિક સ્તરે ભારતની કૂટનીતિક જીતથી પાકિસ્તાનના હોશ ઉડ્યા, મસૂદ પર આપ્યું મોટું નિવેદન

પાકિસ્તાને બુધવારે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહર વિરુદ્ધ લગાવવામાં આવેલા પ્રતિબંધોને 'તત્કાળ લાગુ' કરશે .

વૈશ્વિક સ્તરે ભારતની કૂટનીતિક જીતથી પાકિસ્તાનના હોશ ઉડ્યા, મસૂદ પર આપ્યું મોટું નિવેદન

ઈસ્લામાબાદ: પાકિસ્તાને બુધવારે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહર વિરુદ્ધ લગાવવામાં આવેલા પ્રતિબંધોને 'તત્કાળ લાગુ' કરશે અને તે પ્રસ્તાવથી પુલવામા હુમલા સાથે તેને જોડવા સહિત તમામ 'રાજકીય સંદર્ભો' હટાવ્યા બાદ તેને સૂચિબદ્ધ કરવા પર સહમત થયું છે.  ભારત માટે એક કૂટનીતિક જીતમાં સંયુક્ત રાષ્ટ્રે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સના પ્રસ્તાવ પર ચીન દ્વારા ટેક્નિકલ રોક હટાવાયા બાદ પાકિસ્તાન સ્થિત અઝહર મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કર્યો. આ પ્રસ્તાવ ફ્રાન્સ, બ્રિનટ અને અમેરિકા દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિમાં ફેબ્રુઆરીમાં લાવવામાં આવ્યો હતો. 

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભારતીય સુરક્ષા દળો પર 14 ફેબ્રુઆરીના રોજ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા થયેલા ઘાતક હુમલાના થોડા દિવસ બાદ જ આ પ્રસ્તાવ યુએનમાં રજુ કરાયો હતો. પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મોહમ્મદે જો કે જે રીતે ભારતીય મીડિયામાં ચાલી રહ્યું છે તે મુજબ યુએનના આ પગલાંને 'ભારતની જીત અને તેમના વલણની પુષ્ટિ' ગણવાનો ઈન્કાર કરી દીધો.

મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરતું સંયુક્ત રાષ્ટ્ર

ફૈઝલે કહ્યું કે પાકિસ્તાન કહેતું આવ્યું છે કે આતંકવાદ દુનિયા માટે એક ખતરો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ 1267 પ્રતિંબધ સમિતિ દ્વારા સૂચિબદ્ધ કરવાના સ્પષ્ટ નિયમો હેઠળ કોઈને પ્રતિબંધિત કરાય છે. અને તેને નિર્ણય સહમતિથી લેવાય છે. પાકિસ્તાને હંમેશા આ ટેક્નિકલ નિયમોના સન્માનની જરૂરિયાતની વકીલાત કરી છે અને સમિતિના રાજનીતિકરણનો વિરોધ કર્યો છે. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે અઝહરને સૂચિબદ્ધ કરવાના પૂર્વ પ્રસ્તાવો નિષ્ફળ ગયા કારણ કે તેઓ પ્રતિબંધ સમિતિમાં જરૂરી સહમતિ મેળવી શક્યા નહીં કારણ કે જાણકારીઓ તેને ટેક્નિકલ માપદંડોને પૂરા કરી શકી નહતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન અઝહર પર લાગુ પ્રતિબંધોને તત્કાળ પ્રભાવથી લાગુ કરશે. 

દુનિયાના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More