Home> World
Advertisement
Prev
Next

ઇમરાન ખાને કેરળ પુર પીડિતો માટે કરી પ્રાર્થના, મદદ માટે લંબાવ્યો હાથ

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારત પ્રત્યે મિત્રતાનો ભાવ દર્શાવતા કેરળ પુર પીડિતો માટે પ્રાર્થના કરી

ઇમરાન ખાને કેરળ પુર પીડિતો માટે કરી પ્રાર્થના, મદદ માટે લંબાવ્યો હાથ

નવી દિલ્હી : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારતનાં પ્રત્યે મિત્રતાનો ભાવ દર્શાવતા કેરળ પુર પીડિતો માટે પ્રાર્થના કરી છે. તેમણે કહ્યું કે તેઓ કેરળમાં પુરથી તબાહ થયેલા લોકોની ભલમનસાઇ માટે પ્રાર્થના કરે છે અને શુભકામનાઓ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, જો જરૂરિયાત હશે તો તેઓ કોઇ પણ પ્રકારની માનવીય સહાયતા આપવા માટે તૈયાર છે. 

ઇમરાન ખાનનું ટ્વીટ
ઇમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું કે, પાકિસ્તાનની તરફથી અમે કેરળમાં પુરથી તબાહ થયેલા લોકો પ્રત્યે પોતાની પ્રાર્થના વ્યક્ત કરે છે. અમે જરૂર પડ્યે કોઇ પણ પ્રકારની માનવીય મદદ કરવા માટે તૈયાર છીએ. તે અગાઉ યુએઇ, માલદીવ, થાઇલેન્ડ સહિત ઘણી વિદેશી સંસ્થાઓ ભારતમાં મદદની રજુઆત કરી ચુકી છે. જો કે ભારત સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ સંકટને પહોંચી વળવા માટે તે પોતાનાં આંતરિક સંસાધનોનો ઉપયોગ કરશે. 

પાકિસ્તાનની સાથે સાથે ભારતના સંબંધ છેલ્લા થોડા વર્ષો દરમિયાન ખુબ જ તણાવયુક્ત રહ્યા, જો કે હવે ઇમરાન ખાને વડાપ્રધાન બન્યા બાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સંબંધોમાં પહેલાની તુલનાએ થોડી નરમાશ આવશે. કેરળમાં પુરથીથયેલા નુકસાન મુદ્દે ઇમરાન ખાને કરેલા ટ્વીટથી ફરી એકવાર વિશ્વાસનો માહોલ બનશે, એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More