Home> World
Advertisement
Prev
Next

ભારત અને બ્રાઝિલની ચૂંટણીઓ પર તોળાઈ રહ્યું છે મોટું જોખમ, જાણો કોણે દાવો કર્યો?

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સોશિયલ મીડિયા એક્સપર્ટ્સે અમેરિકી સાંસદો સમક્ષ દાવો કર્યો છે કે ભારત અને બ્રાઝિલ જેવા દેશોની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવા માટે રશિયા ત્યાના મીડિયાને નિશાન બનાવી શકે છે.

ભારત અને બ્રાઝિલની ચૂંટણીઓ પર તોળાઈ રહ્યું છે મોટું જોખમ, જાણો કોણે દાવો કર્યો?

વોશિંગ્ટન: ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સોશિયલ મીડિયા એક્સપર્ટ્સે અમેરિકી સાંસદો સમક્ષ દાવો કર્યો છે કે ભારત અને બ્રાઝિલ જેવા દેશોની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવા માટે રશિયા ત્યાના મીડિયાને નિશાન બનાવી શકે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ઓક્સફોર્ડ ઈન્ટરનેટ ઈન્સ્ટીટ્યૂટ એન્ડ બેલિયોલ કોલેજમાં પ્રોફેસર ફિલિપ એન હોવર્ડે સોશિયલ મીડિયા મંચો પર વિદેશી પ્રભાવ મામલાઓ પર સેનેટની ગુપ્તચર કમિટીની સુનાવણીમાં આ વાત કરી. જો કે હોવર્ડે પોતાના આરોપો અંગે વધુ જાણકારી આપી નહીં. 

હાલાત હજુ વધુ ખતરનાક થઈ શકે છે-હોવર્ડ
તેમણે કહ્યું કે જ્યાં મીડિયા અમેરિકા જેટલા પ્રોફેશનલ નથી તેવા દેશોમાં હાલાત હજુ વધુ ખતરનાક થઈ શકે છે. સેનેટર સુસાન કોલિંસના એક સવાલના જવાબમાં હોવર્ડે આ વાત કરી. તેમણે ભારત અને બ્રાઝિલની ચૂંટણીઓમાં મીડિયા દ્વારા હસ્તક્ષેપની સંભાવનાનો ઉલ્લેખ કર્યો. જો કે આ અંગે વધુ જાણકારી ન આપી. આ અગાઉ કોલિંસે હંગેરીના મીડિયામાં આ પ્રકારના હસ્તક્ષેપના કેટલાક ઉદાહરણ આપ્યાં. 

દુનિયામાં સૌથી વધુ પ્રોફેશનલ મીડિયા અમેરિકામાં છે-હોવર્ડ
હોવર્ડે કહ્યું કે દુનિયામાં સૌથી વધુ પ્રોફેશનલ મીડિયા અમેરિકામાં છે. તેમણે કહ્યું કે હું કહી શકું છું કે આપણા લોકતાંત્રિક સહયોગી દેશોમાં વધુ ચિંતાઓ ઊભી થઈ શકે છે. મારું માનવું છે કે રશિયા આપણને ટારગેટ કરવામાં જ્યાં આગામી કેટલાક વર્ષોમાં ચૂંટણી થવા જઈ રહી છે તેવા બ્રાઝિલ, ભારત જેવા અન્ય લોકતંત્રોને નિશાન બનાવી શકે છે. 

મહત્વપૂર્ણ રશિયન ગતિવિધિઓ પર નજર-ફિલિપ
હોવર્ડે કહ્યું કે અમે મહત્વપૂર્ણ રશિયન ગિતવિધિઓ જોઈ રહ્યાં છીએ આથી તે દેશોની મીડિયા સંસ્થાઓએ શીખવાની અને વિક્સિત થવાની જરૂર છે. સેનેટની કમિટીએ 2016ના અમેરિકાના ઈલેક્શનમાં કથિત રીતે રશિયાના હસ્તક્ષેપ પર ધ્યાન કેન્દ્રિત કરતા સોશિયલ મીડિયા મંચો પર વિદેશી પ્રભાવ પર સુનાવણી કરી. 

નોંધનીય છે કે જાન્યુઆરી 2017ના આકલનમાં ટોચની અમેરિકી ગુપ્તચર એજન્સીઓ એ નિષ્કર્ષ પર પહોંચી હતી કે રશિયાએ 2016ના અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More