Home> World
Advertisement
Prev
Next

સંસદમાં ઝટકો લાગ્યા બાદ સુપ્રીમ કોર્ટ પહોંચી વિપક્ષી પાર્ટી, સ્પેશિયલ બેંચની રચના

ઝરદારીએ કહ્યુ, પાકિસ્તાન જાણે છે કે વિપક્ષ પાસે સંખ્યા હતા. આજે અંતિમ સમયે સ્પીકર સાહેબે ગેરબંધારણીય કામ કર્યુ. પાકિસ્તાનના બંધારણને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે, વિપક્ષ પ્રદર્શન કરશે. 
 

સંસદમાં ઝટકો લાગ્યા બાદ સુપ્રીમ કોર્ટ પહોંચી વિપક્ષી પાર્ટી, સ્પેશિયલ બેંચની રચના

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે રવિવારે સંસદ ભંગ કરી દેવામાં આવી છે. હવે અહીં 90 દિવસની અંદર ચૂંટણી કરાવવામાં આવશે. આજે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થવાની હતી પરંતુ તેની પહેલા ડેપ્યુટી સ્પીકરે વિદેશી ષડયંત્રનો હવાલો આપતા અવિશ્વાસનો પ્રસ્તાવ નકારી દીધો છે. હવે વિપક્ષ આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે. પાકિસ્તાનના ચીફ જસ્ટિસે મામલાની સુનાવણી માટે સ્પેશિયલ બેંચની રચના કરી છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીનું કહેવુ છે કે ઇમરાન ખાને બંધારણનો ભંગ કર્યો છે. 

ઝરદારીએ કહ્યુ, પાકિસ્તાન જાણે છે કે વિપક્ષની સંખ્યા પૂરી હતી. આજે અંતિમ ક્ષણે સ્પીકરે બંધારણની વિરુદ્ધ કામ કર્યુ. પાકિસ્તાનના બંધારણનો ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. યુનાઇટેડ વિપક્ષે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી અમને બંધારણીય અધિકાર ન મળી જાય ત્યાં સુધી અમે નેશનલ એસેમ્બલીમાં ધરણા આપીશું. આ સિવાય અમારા વકીલ આજે સુપ્રીમ કોર્ટ જશે. 

આ પણ વાંચોઃ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવીને ઈમરાન ખાનનું સન્માન બચાવ્યું, જાણો કોણ છે ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરી  

ઝરદારીએ કહ્યુ, ઇમરાન ખાને સ્વીકર વિરુદ્ધ પણ લોકોને ભેગા કરવાનો અધિકાર છીનવી લીધો છે. આ ખતરનાક હરકત અને ઇમરાન ખાનથી ભાગવુ, ઇમરાન ખાને પોતાની ઓળખ જાહેર કરી દીધો છે. જો ઇમરાન ખાન લોકતંત્રની સાથે છે તો સત્તા જવાથી કેમ ડરે છે. 

ઇમરાન ખાને પોતાના એક ભાષણમાં કહ્યુ કે તેમણે રાષ્ટ્રપતિ અલવીને સંસદ ભંગ કરવાની સલાહ આપી છે. તેના થોડા સમય પહેલા આર્ટિકલ 5ના ઉલ્લંઘનનો હવાલો આપતા ડેપ્યુટી સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવને નકારી દીધો. આ પહેલા વિપક્ષી દળોએ સ્પીકર વિરુદ્ધ પણ અવિશ્વાસનો પ્રસ્તાવ ફાઇલ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More