Home> World
Advertisement
Prev
Next

ઓમિક્રોનના કહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, આનાથી તમને મળશે મોટી રાહત

ઓમિક્રોનના ડર વચ્ચે એક આશાનું કિરણ સામે આવ્યું છે. મોડર્નાએ જાણકારી આપતા કહ્યું કે,  Covid-19 vaccine નો બૂસ્ટર ડોઝ ઓમિક્રોન વેરિએન્ટ વિરુદ્ધ સુરક્ષા પ્રદાન કરવામાં અસરકારક સાબિત થશે. 

ઓમિક્રોનના કહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, આનાથી તમને મળશે મોટી રાહત

વોશિંગટનઃ કોવિડ-19ના ડરથી અત્યાર સુધી જીવી રહેલી દુનિયામાં કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોને લોકોની ચિંતા વધારી દીધી છે. તેવામાં મોર્ડનાએ એક ગુડ ન્યૂઝ આપ્યા છે. 

શું કહ્યું મોડર્નાએ?
મોડર્નાએ સમવારે કહ્યું કે, તેનો કોવિડ-19નો બૂસ્ટર ડોઝ કોરોના વાયરસના ઝડપથી ફેલાય રહેલા ઓમિક્રોન વેરિએન્ટ વિરુદ્ધ સુરક્ષા પ્રદાન કરશે. મોડર્નાએ કહ્યું કે, લેબ ટેસ્ટથી સામે આવ્યું કે, બૂસ્ટરના અડધા ડોઝથી ઓમિક્રોન સામે લડવામાં સક્ષમ કથિત તટસ્થ એન્ટીબોડીના સ્તરમાં 37 ગણો વધારો થયો. મોડર્નાનું કહેવું છે કે કે બૂસ્ટરના સંપર્ણ ડોઝની અસર વધુ હતી. જેનાથી એન્ટીબોડીના સ્તરમાં 83 ગણો વધારો થયો. 

પ્રેસ રિલીઝમાં કરી ડેટાની જાહેરાત
મોડર્નાએ એક પ્રેસ રિલીઝમાં પ્રાથમિક પ્રયોગશાલા (preliminary laboratory) ડેટાની જાહેરાત કરી. પરંતુ હજુ સુધી તેની વૈજ્ઞાનિક તપાસ થઈ નથી. પરંતુ મોડર્ના પ્રમાણે બૂસ્ટર ડોઝનો પ્રારંભિક આંકડો ઓમિક્રોન પર સારા પરિણામ દેખાડવામાં ઉપયોગી સાબિત થશે. 

આ પણ વાંચોઃ બ્રિટનમાં ઓમિક્રોનથી મૃત્યુઆંક 12 પર પહોંચ્યો, ક્રિસમસ પર લાગી શકે છે લૉકડાઉન

બ્રિટનમાં ઓમિક્રોનથી 12 મોત
બ્રિટનમાં ઓમિક્રોનથી અત્યાર સુધી 12 લોકોના મોત થઈ ચુક્યા છે. આ વચ્ચે સંક્રમણના કેસથી ડરેલી બોરિસ જોનસનની સરકાર દેશમાં લૉકડાઉન લગાવવા પર વિચાર કરી રહી છે. સરકારને ડર છે કે ક્રિસમસ દરમિયાન જો પ્રતિબંધ નહીં લગાવવામાં આવે તો દેશમાં સ્થિતિ બેકાબૂ થઈ શકે છે. બ્રિટન દુનિયાના તે દેશોમાં સામેલ છે, જ્યાં વેક્સીનેશન સૌથી પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. લગભગ મોટા ભાગની વસ્તીને રસીના બંને ડોઝ આપ્યા બાદ પણ દરરોજ આવી રહેલા રેકોર્ડ કેસથી વિશ્વમાં ડરનો માહોલ છે. 

ડેપ્યુટી પીએમ બોલ્યા- લૉકડાઉનથી ઇનકાર નહીં
બ્રિટનના નાયબ પ્રધાનમંત્રી ડોમિનિક રોબે સોમવારે કહ્યુ કે, બ્રિટનમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટથી 12 લોકોના મોત થયા છે. તેમણે ક્રિસમસ પહેલા દેશમાં લૉકડાઉન લગાવવાની સંભાવનાને નકારી શકાય નહીં. આ વચ્ચે બ્રિટનના સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલા અધિકારીઓએ ચેતવણી આપી છે કે દેશમાં કોરોનાનો પીક હજુ આવ્યો નથી. તેવામાં એક મહિના દરમિયાન બ્રિટનમાં સંક્રમણની ગતિ વધી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More