Home> World
Advertisement
Prev
Next

દારૂના નશામાં ધૂત યુવતીએ કૂતરા સાથે કર્યું એવું કામ...વાઈરલ થઈ ગઈ પોસ્ટ

નશામાં ધૂત થઈને ફરતા માણસો કોઈ વસ્તુ ભૂલી જાય કે કોઈ ખોટા રસ્તા પર જતા રહે તેવું તો સાંભળ્યું હશે, અનેકવાર એવા કિસ્સાઓ સાંભળવા મળે છે કે સાંભળીને લોથપોથ થઈ જવાય.

દારૂના નશામાં ધૂત યુવતીએ કૂતરા સાથે કર્યું એવું કામ...વાઈરલ થઈ ગઈ પોસ્ટ

નશામાં ધૂત થઈને ફરતા માણસો કોઈ વસ્તુ ભૂલી જાય કે કોઈ ખોટા રસ્તા પર જતા રહે તેવું તો સાંભળ્યું હશે, અનેકવાર એવા કિસ્સાઓ સાંભળવા મળે છે કે સાંભળીને લોથપોથ થઈ જવાય. અહીં એક એવો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે જેને જાણીને તમે માથું પકડીને હસશો. વાત જાણે એમ છે કે ટોની રોબિનસન જ્યારે નાઈટ આઉટ બાદ સવારે ઉઠી તો તેણે જોયું  તે અને તેની બહેનપણી નશામાં ધૂત થઈને એક કૂતરાને ઘરમાં લઈને આવી ગયા હતાં. 

વાત જાણે એમ હતી કે કૂતરો તેમના માટે એકદમ નવો હતો અને અજાણ્યો હતો. તેમણે રસ્તા પર ફરતી વખતે આ કૂતરાને કિડનેપ કરી લીધો. ત્યારબાદ તેમને જ્યારે તેઓ સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી. આ જોઈને પહેલા તો તેઓ ડરી ગયા પરંતુ ત્યારબાદ રાતવાળી હરકત યાદ આવી. કોઈ મોટી આફત આવે તે પહેલા જ રોબિનસને ડોગીને તેના માલિકને સોંપી દેવાનું યોગ્ય સમજ્યું. અફરાતફરીમાં ત્યારબાદ ડોગીને તેના માલિકને સોંપી દેવાયો. 

ડોગીને તેના માલિકને સોંપની રોબિનસને રાહતના શ્વાસ લીધા. આ સમગ્ર ઘટનાને તેણે સ્નેપચેટ પર શેર કરી. સ્નેપચેટ પર શેર કરવામાં આવેલો રોબિનસનનો આ અનુભવ ખુબ ઝડપથી વાઈરલ થયો. રોબિનસને પોતાનો અનુભવ શેર કરતા તે કૂતરાનું નામ વોયલટ ગણાવ્યું. જે રાતે તેમના ઘરે જ રોકાયો હતો. 

આ સમગ્ર મામલામાં રસપ્રદ વાત એ છે કે આવું પહેલીવાર નથી બન્યું કે રોબિનસને આ રીતે ડોગીને કિડનેપ કર્યો. તેણે જણાવ્યું કે આવું ત્રીજીવાર બન્યું છે કે તેણે નશામાં ડોગીનું અપહરણ કર્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More