Home> World
Advertisement
Prev
Next

પોતાના ભાવિ પતિ સાથે કેફેમાં ગયા PM, કેફેનાં માલિકે ના પાડી દીધી અને પછી...

ન્યૂઝીલેન્ડમાં સોશિયલ ડિસ્ટન્સ એટલે કે સામાજિક અંતરનાં નિયમ સાથે રેસ્ટોરન્ટ અને કેફે ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. આ નિયમોનાં કારણે વડાપ્રધઆન જૈસિંડા અર્ડર્નને પણ એક કેફેમાં વિશેષ છુટ મળી નહોતી અને તેમને પરત ફરવું પડ્યું. તેઓ પોતાનાં મંગેતરની સાથે ગયા હતા.

પોતાના ભાવિ પતિ સાથે કેફેમાં ગયા PM, કેફેનાં માલિકે ના પાડી દીધી અને પછી...

વેલિંગ્ટન : ન્યૂઝીલેન્ડમાં સોશિયલ ડિસ્ટન્સ એટલે કે સામાજિક અંતરનાં નિયમ સાથે રેસ્ટોરન્ટ અને કેફે ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. આ નિયમોનાં કારણે વડાપ્રધઆન જૈસિંડા અર્ડર્નને પણ એક કેફેમાં વિશેષ છુટ મળી નહોતી અને તેમને પરત ફરવું પડ્યું. તેઓ પોતાનાં મંગેતરની સાથે ગયા હતા.

આનંદો! પાનના ગલ્લા ખોલી શકાશે : જાણો લોકડાઉન 4.0માં શું ખુલ્લું રહેશે શું બંધ

લોકડાઉનમાં છુટનાં બે દિવસ બાદ થોડા પળ વિતાવવા માટે જૈસિંડા પોતાનાં મંગેતર ક્લાર્ક ગેફાર્ડની સાથે શનિવારે સાંજે રાજધાની વેલિંગ્ટન ખાતે ઓલિવ રેસ્ટોરન્ટમાં ગયા હતા. જો કે નિયમો હેઠળ કેફેમાં એક મીટરનું અંતર જાળવવું જરૂરી હતું. જેને ધ્યાને રાખીને અનેક રેસ્ટોરન્ટે મહેમાનોની ક્ષમતાને ઘટાડી દીધી છે.

લોકડાઉન 4.0ને 31 મે સુધી રહેશે યથાવત્ત: જો કે આપવામાં આવી કેટલીક ખાસ છુટછાટ

ત્યાર બાદ શું થયું કે, તેની માહિતી રેસ્ટોરન્ટમાં હાલનાં એક વ્યક્તિએ ટ્વિટર પર આપી. જોય નામનાં યુઝરે ટ્વીટ કર્યું. હે ભગવાન જૈસિંડા અર્ડને  ઓલિવમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ જગ્યાનાં અભાવે તેમને મનાઇ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ જે થયું તેની માહિતી રેસ્ટોરન્ટમાં હાજર એક વ્યક્તિએ ટ્વીટર પર આપી.જોય નામનાં યુઝરે ટ્વીટ કર્યું કે, હે ભગવાન જૈસિડા અર્ડર્ને ઓલિવમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સ્થળ નહી હોવાનાં કારણે તેમને મનાઇ કરી દેવામાં આવી.

રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યો કોરોના વાયરસનું સંક્રમણ, ACP પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ

ગેફાર્ડે ત્યાર બાદ જવાબ આપ્યો કે, મારે તેની જવાબદારી લેવી જોઇતી હતી હું અન્ય સ્થળો પર બુકિંગ ની વ્યવસ્થા નહોતો કરી શખ્યો. જ્યારે કોઇ જગ્યા ખાલી જગ્યા હોય તો તેને મેળવવામાં મને વધારે આનંદ મળ્યો હોત. 
જ્યારે આ ઘટના અંગે અર્ડને ટિપ્પણી અંગે પુછવામાં આવ્યું તો તેમના કાર્યાલયે ઇ મેલમાં જણઆવ્યું કે, વાયરસના કારણે ન્યૂઝીલેન્ડમાં લગાવાયેલા પ્રતિબંધોના કારણે કેફેની બહાર રાહ જોવી ખુબ જ આકરી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે અર્ડનનાં તીવ્ર અને કડક નિર્ણયોનાં વખાણસમગ્ર વિશ્વમાં થઇ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More