Home> World
Advertisement
Prev
Next

પાકિસ્તાન: બંદૂકની અણીએ શીખ યુવતીનું અપહરણ કરી ઈસ્લામ ધર્મ કબુલ કરાવ્યો

પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓના જબરદસ્તીથી ધર્મપરિવર્તનના અહેવાલો બાદ હવે શીખ યુવતીને પણ જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરાવવાનો મામલો સામે આવ્યો છે.

પાકિસ્તાન: બંદૂકની અણીએ શીખ યુવતીનું અપહરણ કરી ઈસ્લામ ધર્મ કબુલ કરાવ્યો

નવી દિલ્હી: પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓના જબરદસ્તીથી ધર્મપરિવર્તનના અહેવાલો બાદ હવે શીખ યુવતીને પણ જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરાવવાનો મામલો સામે આવ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે કેટલાક યુવકોએ શીખ યુવતીને બંદૂકની અણીએ ઉઠાવી જઈ તેને ઈસ્લામ કબુલ કરાવ્યો અને તેનો આખો વીડિયો પણ બનાવ્યો. 

પાકિસ્તાનના નાનકાના સાહિબમાં ગુરુદ્વારા તંબી સાહિબના એક ગ્રંથીની પુત્રી છેલ્લા 3 દિવસથી ગુમ હતી. ગુરુવારે એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા અને ઈસ્લામ ધર્મ અપનાવ્યા બાદ યુવતી સામે આવી છે. 

જુઓ LIVE TV

સામે આવેલા વીડિયોમાં એક મૌલવી જાગીર  કૌરને આયેશા કહીને બોલાવી રહ્યો છે જો કે તે તેના પિતાનું નામ બરાબર બોલી રહ્યો છે. ત્યારબાદ મૌલવી એમ પણ કહેતો સાંભળવા મળ્યો કે તમે તમારી મરજીથી ઈસ્લામ ધર્મ કબુલી રહ્યાં છો અને આ યુવક સાથે લગ્ન કરી રહ્યાં છો. આ સમગ્ર વીડિયોમાં છોકરી એકદમ ડરેલી જોવા મળે છે. તેની સાથે બેઠેલો યુવક આ યુવતી સાથે લગ્ન કરવા માટે સહમતિ વ્યક્ત કરતો જોવા મળે છે. 

એફઆઈઆર મુજબ 6 લોકોએ ગ્રંથીની પુત્રી જાગીર કૌરને બંદૂકની અણીએ 27-28 ઓગસ્ટની રાતે ઉઠાવી હતી પરંતુ અત્યાર સુધી તેને શોધવા માટે પોલીસે કશું કર્યું નથી. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More