Home> World
Advertisement
Prev
Next

Nobel Peace Prize: મારિયા રેસા, દિમિત્રી મુરાટોવને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર

ફિલિપાઈન્સના  મારિયા રેસા અને રશિયાના દમિત્રી મુરાતોવને વર્ષ 2021નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. બંને પત્રકાર છે.

Nobel Peace Prize: મારિયા રેસા, દિમિત્રી મુરાટોવને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર

ઓસ્લો: ફિલિપાઈન્સના મારિયા રેસા અને રશિયાના દમિત્રી મુરાતોવને વર્ષ 2021નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. બંને પત્રકાર છે. તેમને અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા માટે કરાયેલા પ્રયત્નો માટે શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. 

નોબેલ કમિટીએ કહ્યું કે અભિવ્યક્તિની આઝાદી માટે બંનેના પ્રયત્નો જોતા આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. અભિવ્યક્તિની આઝાદી કોઈ પણ લોકતંત્ર માટે એક મહત્વપૂર્ણ શરત છે. નોબેલ કમિટીએ બંનેના પ્રયત્નોને ખુબ  બિરદાવ્યા. કમિટીએ કહ્યું કે બંને પત્રકારોએ ફિલિપાઈન્સ અને રશિયામાં અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા માટે સાહસિક લડત લડી. 

અત્રે જણાવવાનું કે કુલ 329 ઉમેદવારોમાંથી મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને નોબેલ શાંતિ પુરસ્કાર 2021 માટે પસંદ કરાયા છે. આ વર્ષે ઉમેદવારોમાં જળવાયુ કાર્યકરો ગ્રેટા થનબર્ગ, મીડિયા રાઈટ ગ્રુપ રિપોર્ટસ વિધાઉટ બોર્ડર્સ (RSF) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) સામેલ હતા. 

નોબેલ શાંતિ પુરસ્કાર કોઈ એવા સંગઠન કે વ્યક્તિને આપવામાં આવે છે જેમણે રાષ્ટ્રો વચ્ચે ભાઈચારા અને બંધુત્વને વધારવા માટે સર્વશ્રેષ્ઠ કામ કર્યું હોય. ગત વર્ષે આ પુરસ્કાર વિશ્વ ખાદ્ય કાર્યક્રમને આપવામાં આવ્યો હતો. જેની સ્થાપના 1961માં વિશ્વ ભરમાં ભૂખમરાને પહોંચી વળવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડ્વાઈટ આઈઝનહાવરના નિર્દેશ પર કરાઈ હતી. રોમથી કામ કરનારી સંયુક્ત રાષ્ટ્રની આ એજન્સીને વૈશ્વિક સ્તર પર ભૂખ સામે લડવા અને ખાદ્ય સુરક્ષાના પ્રયત્નો બદલ આ પુરસ્કાર અપાયો હતો. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર હેઠળ એક ગોલ્ડ મેડલ અને એક કરોડ સ્વીડિશ ક્રોનર (11.4 લાખ ડોલરથી વધુ રકમ) અપાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More