Home> World
Advertisement
Prev
Next

US Election: મૂળ કચ્છના નીરજ અંતાણીએ રચ્યો ઈતિહાસ, ઓહિયો રાજ્યના સેનેટર તરીકે ચૂંટાયા


અમેરિકામાં જન્મેલા અને મૂળ કચ્છના નીરજ અંતાણી (Neeraj Antani) રિપબ્લિકનના ઓહિયો રાજ્ય સેનેટ માટે ચૂંટાયેલા પ્રથમ ભારતીય-અમેરિકન બન્યા છે.

US Election: મૂળ કચ્છના નીરજ અંતાણીએ રચ્યો ઈતિહાસ, ઓહિયો રાજ્યના સેનેટર તરીકે ચૂંટાયા

ઓહિયોઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેન વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. તો અનેક રાજ્યોમાં ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યાં છે. તો ઓહિયો રાજ્યમાંથી એક ગુજરાતી પણ સેનેટ માટે ચૂંટાયા છે. અમેરિકામાં જન્મેલા અને મૂળ કચ્છના નીરજ અંતાણી (Neeraj Antani) રિપબ્લિકનના ઓહિયો રાજ્ય સેનેટ માટે ચૂંટાયેલા પ્રથમ ભારતીય-અમેરિકન બન્યા છે. નીરજ હાલ રાજ્યના પ્રતિનિધિ છે અને તેમણે ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના માર્ક ફોગેલને હરાવ્યા હતા. 

અંતાણી, હાલમાં રાજ્યના પ્રતિનિધિ છે, તેમણે મંગળવારે ડેમોક્રેટિક પાર્ટીના માર્ક ફોગેલને હરાવ્યો હતો અને ઓહિયો સેનેટના છઠ્ઠા જિલ્લા માટે રાજ્ય સેનેટર તરીકે ચૂંટાયા હતા, જેમાં મોન્ટગોમરી કાઉન્ટીના મોટાભાગના વિસ્તારનો સમાવેશ થાય છે.

કોણ છે નીરજ અંતાણી
નીરજ અંતાણી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ છે. તેમના માતા-પિતા 1987મા ભારતમાંથી વોશિંગટન શિફ્ટ થયા હતા અને ત્યારબાદ મિયામી જતા રહ્યા હતા. નીરજનો જન્મ અમેરિકામાં થયો હતો. નીરજ 23 વર્ષની ઉંમરમાં 2014મા પ્રતિનિધિઓના ઓહિયો ગૃહમાં ચૂંટાયો ગતો. તો 2015મા ફોર્બ્સ મેગેઝિને કાયદા અને નીતિ માટે 30 વર્ષથી ઓછી ઉંમરના ટોપ-30 લોકોમાં નીરજનો સમાવેશ કર્યો હતો. 

આ રાજ્યોને જીતીને 2016માં ટ્રંપે મેળવ્યું હતું રાષ્ટ્રપતિ પદ, આ વખતે આવી છે સ્થિતિ

સેનેટમાં જીત બાદ નીરજે ટ્વીટ કરીને બધા લોકોનો આભાર માન્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું- હું રાજ્ય સેનેટર માટેની ચૂંટણી જીતીને ખરેખર આભારી છું! હું મારા બધા મતદારો, સમર્થન આપનારાઓ, ટીમ અને ટેકેદારોનો  ખૂબ આભારી છું. તમારા રાજ્યના સેનેટર તરીકે, હું દરરોજ સખત મહેનત કરીશ જેથી બધા ઓહિયોઅન્સને તેમનું અમેરિકન ડ્રીમ પ્રાપ્ત કરવાની તક મળી શકે!

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More