Home> World
Advertisement
Prev
Next

કોરોનાને કારણે ન્યૂઝીલેન્ડના PM જેસિન્ડા અર્ડર્ને રદ્દ કર્યા પોતાના લગ્ન, જીતી લીધા લોકોના દિલ

PM Jacinda Ardern's Wedding: ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને કહ્યું કે, દેશમાં હજારો લોકોની જિંદગી પર ઓમિક્રોને ખરાબ અસર પાડી છે. સૌથી ખરાબ છે કે મહામારી દરમિયાન તે લોકોથી દૂર રહેવું પડે છે જે લોકોને તમે સૌથી વધુ પ્રેમ કરો છો. 

કોરોનાને કારણે ન્યૂઝીલેન્ડના PM જેસિન્ડા અર્ડર્ને રદ્દ કર્યા પોતાના લગ્ન, જીતી લીધા લોકોના દિલ

વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને કોરોનાને કારણે દેશમાં લાગેલા પ્રતિબંધોને લીધે પોતાના લગ્ન કેન્સલ કરી દીધા છે. તેમણે ખુદ પત્રકાર પરિષદ દરમિયાન તેની જાહેરાત કરી છે. તેમણે સંવાદદાતાઓને કહ્યું કે, તેમને આ પ્રકારના પરિદ્રશ્યમાં ફસાનાર કોઈપણ વ્યક્તિ માટે ખેદ છે. તમને જણાવી દઈએ કે અર્ડર્ને પોતાના લગ્નની તારીખનો ખુલાસો કર્યો નહોતો. 

પત્રકારોએ જ્યારે તેમને પૂછ્યુ કે ફિશિંગ-શો હોસ્ટ ક્લાર્ક ગેફોર્ડ સાથે થનારા લગ્નને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં તેમને કેવું લાગ્યું, અર્ડર્ને જવાબ આપ્યો- જીવન આવું જ છે. 

અર્ડર્ને કહ્યું- હું તેનાથી અલગ નથી. હું તે કહેવાની હિંમત કરુ છું. ન્યૂઝીલેન્ડના હજારો અન્ય લોકોએ મહામારીથી ખુબ વિનાશકારી પ્રભાવનો અનુભવ કર્યો છે. સૌથી વધુ મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે કોઈ આપણું ગંભીર રૂપથી બીમાર થાય છે. 

આ પણ વાંચોઃ Ukraine Crises: રાષ્ટ્રપતિ પુતિનની પ્રશંસા કરવી ભારે પડી, જર્મનીના નૌસેના પ્રમુખે આપ્યું રાજીનામુ

તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડના ઉત્તરથી લઈને દક્ષિણ દ્વીપોમાં ફેલાયેલા કોરોના સંક્રમણને જોતા રવિવારે મધ્ય રાત્રીથી કોવિડ ગાઇડલાઇન કડક કરી દેવામાં આવી છે. લોકો માટે માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. સાથે કાર્યક્રમમાં સામેલ થનાર લોકોની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી છે. 

ઉત્તરી દ્વીપના ઓકલેન્ડમાં એક લગ્ન અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ એક પરિવાર વિમાનથી દક્ષિણ દ્વીપમાં નેલ્સન પરત ફર્યો. પરિવાર અને ફ્લાઇટ અટેન્ડેટ તેનાથી સંક્રમિત મળ્યા છે. 

ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીએ કહ્યું- ઇનડોર હોસ્પિટાલિટી સેટિંગ્સ જેમ બાર અને રેસ્ટોરન્ટ અને લગ્ન જેવા આયોજનોમાં 100 લોકો સુધી સીમિત કરી દેવામાં આવશે. આર્ડર્ને કહ્યું કે, જો વેન્યૂ વેક્સીન પાસનો ઉપયોગ કરી રહ્યાં નથી તો મર્યાદા 25 લોકો સુધી ઘટાડી દેવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More