Home> World
Advertisement
Prev
Next

હવે નેપાળમાં પણ ચીન વિરુદ્ધ અવાજ ઉઠ્યો, નેપાળી કોંગ્રેસે સંસદના નીચલા ગૃહમાં રજુ કર્યો પ્રસ્તાવ

ભારત સાથે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ચીન જોડે ઘનિષ્ઠતા કેળવી રહેલા નેપાળને પણ હવે ડ્રેગનની લુચ્ચાઈનો કડવો અનુભવ થયો છે. નેપાળ સામે હવે પોતાની જ જમીન ચીનથી બચાવવાનો મોટો પડકાર ઊભો થયો છે. આ મુદ્દે નેપાળની વિપક્ષી પાર્ટી નેપાળી કોંગ્રેસે સંસદના નીચલા ગૃહમાં ચીનના અતિક્રમણને રેગ્યુલેટ કરવાની માગણી કરતો પ્રસ્તાવ રજુ કર્યો છે. હકીકતમાં નેપાળના કૃષિ મંત્રાલયના એક રિપોર્ટ મુજબ દેશની કુલ 10 જગ્યાઓ પર ચીને કબ્જો જમાવ્યો છે. એટલું જ નહીં ચીને નેપાળની 33 હેક્ટર જમીન પર નદીઓનો પ્રવાહ બદલીને પ્રાકૃતિક સરહદ બનાવી દીધી છે અને કબ્જો જમાવ્યો છે. 

હવે નેપાળમાં પણ ચીન વિરુદ્ધ અવાજ ઉઠ્યો, નેપાળી કોંગ્રેસે સંસદના નીચલા ગૃહમાં રજુ કર્યો પ્રસ્તાવ

કાઠમંડૂ: ભારત સાથે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ચીન જોડે ઘનિષ્ઠતા કેળવી રહેલા નેપાળને પણ હવે ડ્રેગનની લુચ્ચાઈનો કડવો અનુભવ થયો છે. નેપાળ સામે હવે પોતાની જ જમીન ચીનથી બચાવવાનો મોટો પડકાર ઊભો થયો છે. આ મુદ્દે નેપાળની વિપક્ષી પાર્ટી નેપાળી કોંગ્રેસે સંસદના નીચલા ગૃહમાં ચીનના અતિક્રમણને રેગ્યુલેટ કરવાની માગણી કરતો પ્રસ્તાવ રજુ કર્યો છે. હકીકતમાં નેપાળના કૃષિ મંત્રાલયના એક રિપોર્ટ મુજબ દેશની કુલ 10 જગ્યાઓ પર ચીને કબ્જો જમાવ્યો છે. એટલું જ નહીં ચીને નેપાળની 33 હેક્ટર જમીન પર નદીઓનો પ્રવાહ બદલીને પ્રાકૃતિક સરહદ બનાવી દીધી છે અને કબ્જો જમાવ્યો છે. 

ચીન પર અતિક્રમણનો આરોપ
નેપાળી કોંગ્રેસના સાંસદ દેવેન્દ્રરાજ કંદેલ, સત્ય નારાયણ શર્મા ખનાલ અને સંજયકુમાર ગૌતમે આ પ્રસ્તાવ રજુ કર્યો છે. જે મુજબ 'ચીને દોલકા, હુમલા, સિંધુપલચૌક, સંખૂવસાભા, ગોરખા અને રસૂલા જિલ્લાઓમાં 64 હેક્ટરની જમીન પર અતિક્રમણ કર્યું છે.' આ સાથે જ દાવો કરાયો છે કે સરહદ પર 35 પીલરને હટાવી દીધા છે જેનાથી ઉત્તરી ગોરખાનું રૂઈ ગામ ચીન તિબ્બત ક્ષેત્રમાં ભળી ગયુ છે. ગોરખાના રૂઈ ગામના 72 ઘર અને દારચૂલામાં 18 ઘર ચીનના વિસ્તારમાં આવી ગયા છે. 

ઓલીને કરી કાર્યવાહીની અપીલ
આ અગાઉ વિપક્ષી દળ નેપાળી કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને દેશના પૂર્વ ઉપપ્રધાનમંત્રી બિમલેન્દ્ર નિધિએ આરોપ લગાવ્યો કે ચીન જબરદસ્તીથી નેપાળની જમીન પર કબ્જો જમાવી રહ્યું છે. તેમણે કે પી ઓલી સરકારને અપીલ કરી કે તેઓ ચીનના હિમાલય અને નેપાળી ગામ રૂઈ પર કબ્જો જમાવવા સામે કાર્યવાહી કરે. તેમણે એમ પણ કહ્યું કે સરકારને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી તાલિમી આપી રહી છે અને સરકારે આ સમગ્ર મામલે જવાબ આપવો જોઈએ. 

જુઓ LIVE TV

શું નેપાળનો મોટો હિસ્સો ચીન પડાવશે?
ચીની સરકાર તિબ્બત સ્વાયત્ત ક્ષેત્ર (TAR)માં રોડ નેટવર્ક માટે નિર્માણ કરી રહી છે અને જેના કારણે નદીઓ અને સહાયક નહીઓના રસ્તા બદલી નાખવામાં આવ્યાં છે તથા તે નેપાળ તરફ વહેવા લાગી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈને મળેલા દસ્તાવેજોમાં દાવો કરવામાં આવ્યો છે કે જો આ રીતે ચાલુ રહ્યું તો નેપાળનો મોટો હિસ્સો TARમાં જતો રહેશે. આ દસ્તાવેજમાં ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો સમયસર પગલાં ન લેવાયા તો નેપાળની વધુ જમીન તેની પાસેથી સરકી જશે. 

નેપાળના વિદેશમંત્રીએ અમેરિકાને કરી વાત
આ બાજુ નેપાળના વિદેશમંત્રી પ્રદીપ ગ્યાવલીએ અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિઓ સાથે વાતચીત કરી છે. પોમ્પિઓએ ટ્વિટ કરીને જણાવ્યું કે પ્રદીપ સાથે કોરોના વાયરસ મહામારીને પહોંચી વળવા માટે બંને દેશોના સહયોગ સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ. માઈકે બંને દેશો વચ્ચે સહયોગને મજબુત કરવાની વાત કરી છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી નવેપાળ અને ચીન વચ્ચે સંબંધો ગાઢ બનતા જોવા મળી રહ્યાં છે. જ્યારે ચીન અને અમેરિકા આમને-સામને લડાયક મૂડમાં છે. 

આ બાજુ ભારત સાથે નેપાળને સરહદ વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે સદીઓથી ચાલતા રોટી-બેટીના સંબંધ હવે જોખમાઈ રહ્યાં હોય તેવું લાગે છે. કહેવાય છે કે આ પવિત્ર સંબંધને નેપાળની ડાબેરી સરકારની નજર લાગી છે. નેપાળ સરકાર હવે ભારતીય વહુઓને 7 વર્ષ બાદ નાગરિકતા આપવાનું વિચારી રહી છે. આ અંગે આકરો વિરોધ પણ થઈ રહ્યો છે. પ્રસ્તાવિત નવા નિયમો મુજબ જો વિદેશી વહુ 7 વર્ષ સુધી નેપાળમાં રહે તો તેને નેપાળી નાગરિકતા મળશે. આ 7 વર્ષ સુધી વિદેશી વહુઓને નિવાસ પરમીટ અપાશે. હકીકતમાં દર વર્ષે મોટા પાયે યુપી અને બિહારથી છોકરીઓના લગ્ન નેપાળમાં મધેસિયો સાથે થતા આવ્યાં છે. આ લગ્નો હવે નેપાળની સરકારને આંખમાં કણાની જેમ ખૂંચે છે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More