Home> World
Advertisement
Prev
Next

Plane Crash પ્લેન દુર્ઘટનાની ખતરનાક કહાણી: જેમાં જીવતા રહેવા મૃતદેહ ખાવા મજબૂર થયા હતા લોકો

નેપાળ વિમાન દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. આ દુર્ઘટનામાં 70 જેટલા લોકોના મોત થયા છે. જેમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે પ્લેન ક્રેશનો વાયરલ વીડિયો... આ વીડિયોમાં જોઈ શકાય છે કે દુર્ઘટના સમયે લોકો કેટલા ડરેલા હતા અને પ્લેનની અંદરની સ્થિતિ તે સમયે કેવી હતી. ઈતિહાસમાં આવા અનેક પ્લેન અકસ્માતો છે જેની કહાણી ચોંકાવનારી છે. 

Plane Crash પ્લેન દુર્ઘટનાની ખતરનાક કહાણી: જેમાં જીવતા રહેવા મૃતદેહ ખાવા મજબૂર થયા હતા લોકો

નેપાળ વિમાન દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. આ દુર્ઘટનામાં 70 જેટલા લોકોના મોત થયા છે. જેમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે પ્લેન ક્રેશનો વાયરલ વીડિયો... આ વીડિયોમાં જોઈ શકાય છે કે દુર્ઘટના સમયે લોકો કેટલા ડરેલા હતા અને પ્લેનની અંદરની સ્થિતિ તે સમયે કેવી હતી. ઈતિહાસમાં આવા અનેક પ્લેન અકસ્માતો છે જેની કહાણી ચોંકાવનારી છે. તેમાંથી જ એક અકસ્માત વર્ષ 1972માં બન્યો હતો જ્યારે એક પ્લેન એન્ડીસ પર્વતો સાથે અથડાયું હતું (એન્ડીઝ પ્લેન ક્રેશ 1972) જેમાં બે ડઝનથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. તો અકસ્માતમાં બચી ગયેલા લોકોએ પોતાની આપવીતિ જણાવતા કહ્યુ હતુ કે તેઓ મૃતદેહો ખાઈને જીવતા રહયા હતા.

ગયા વર્ષે એટલે કે, 13 ઓક્ટોબર, 2022ના રોજ Uruguayan Air Force Flight 571ના ક્રેશના 50 વર્ષ પૂર્ણ થયા. આ પ્રસંગે લોકોએ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે પણ જ્યારે લોકો એ દુર્ભાગ્યપૂર્ણ વિમાન વિશે વાત કરે છે અથવા તેના વિશે પહેલીવાર જાણે છે, ત્યારે રૂંવાટા ઉભા થઈ જાય છે. આ અકસ્માત 13 ઓક્ટોબર 1972ના રોજ થયો હતો જ્યારે આ વિમાન ઉરુગ્વેથી ચિલી જઈ રહ્યું હતું. અચાનક પ્લેન પર્વત સાથે અથડાયું અને પ્લેન ક્રેશ થઈ ગયું. આ અકસ્માતમાં કેટલાક લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને કેટલાકના મોત ઈજાના કારણે અથવા તો ઠંડીના કારણે થયા હતા. આ અકસ્માતમાં કુલ 29 લોકો મોતને ભેંટ્યા હતા.

જીવતા રહેવા મૃતદેહ ખાવા મજૂબર હતા લોકો 
આ દુર્ઘટનામાં 16 લોકોના જીવ બચી ગયા હતા. પરંતુ તેમને જીવતા રહેવુ પણ એક પડકાર હતો. કારણ કે તેઓ 72 દિવસ સુધી પહાડમાં ફસાયેલા રહ્યા હતા. તેમની પાસે ખાવા માટે કંઈપણ નહોતુ, જેથી તેઓ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો ખાવા માટે મજબૂર બન્યા હતા. 13 ઓક્ટોબરે પ્લેન ક્રેશ થયા બાદ 23 ડિસેમ્બરે આ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. દુર્ઘટનાગ્રસ્ત થયેલા તે પ્લેનમાં એક મેડિકલ સ્ટુડન્ટ Roberto Canessa પણ હતો. તેણે જ મુસાફરોને જીવતા રહેવા માટે મૃતદેહ ખાવાની સલાહ આપી હતી. 

ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગની જર્મનીમાં અટકાયત, જાણો શું છે મામલો

આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો

પાકિસ્તાન કંગાળ અને ચીનનું અર્થતંત્ર ડૂબ્યું, 50 વર્ષમાં સૌથી નીચો ગ્રોથ 

72 દિવસ પછી જીવતા નીકળ્યાં
પ્લેન દુર્ઘટનાના 10 દિવસ પછી સર્ચ ઓપરેશન પણ બંધ કરી દેવાયુ હતુ. કારણ કે સફેદ પ્લેન પહાડ પરના સફેદ બરફમાં દેખાઈ રહ્યુ ન હતુ. બે મહિના સુધી મૃતદેહો ખાધા પછી મેડિકલ સ્ટુડન્ટ કનેસા મદદ માટે ટ્રેકિંગ પર નીકળ્યો. જે 10 દિવસ સુધી પહાડો પર ફર્યા પછી નજીક વસવાટ કરતા લોકો સુધી પહોંચ્યો. જે બાદ 22 ડિસેમ્બરે હેલિકોપ્ટરો દુર્ઘટનાસ્થળ પર પહોંચ્યા અને ત્યાં મોત સાથે જંગ લડતા લોકોને જીવતા બચાવી લેવાયા. જ્યારે આ લોકો દુનિયા સામે આવ્યા, લોકોએ તેને ચમત્કાર જ કહ્યો. અને ત્યારથી જ આ દુર્ઘટનાને Miracle of the Andes નામ આપી દેવાયું...

આ વીડિયો પણ ખાસ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More