Home> World
Advertisement
Prev
Next

National Pet Day:આ છે વિશ્વનું સૌથી નાનું ડૉગી, કોઇ સેલિબ્રિટીથી કમ નથી, ખોબામાં સમાઇ જશે

National Pet Day: પર્લ એ માદા ચિહુઆહુઆ ડૉગી છે જે ફક્ત બે વર્ષનું છે અને તેને વિશ્વના સૌથી નાના ડૉગી તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ (GWR) દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે.

National Pet Day:આ છે વિશ્વનું સૌથી નાનું ડૉગી, કોઇ સેલિબ્રિટીથી કમ નથી, ખોબામાં સમાઇ જશે

Shortest Dog Pearl: એવું કહેવાય છે કે આ દુનિયામાં કૂતરાથી વધુ વફાદાર કોઈ નથી અને અન્ય પાલતુ પ્રાણીઓ સાથે પણ આવું જ છે. આવો આજે અમે તમને નેશનલ પેટ ડેનો ઈતિહાસ જણાવીએ અને જાણીએ વિશ્વના સૌથી શોર્ટેસ્ટ ક્યૂટેસ્ટ ડોગી વિષે..

પેટ ડેનો ઇતિહાસ
આ દિવસની શરૂઆત વર્ષ 2006માં એનિમલ વેલફેર કેમ્પેઈનર Colleen Paige દ્વારા કરવામાં આવી હતી. તેમનો ઉદ્દેશ્ય પ્રાણીઓની સંભાળને પ્રોત્સાહન આપવાનો છે. આ દ્વારા લોકોને પાળતુ પ્રાણી રાખવાની સલાહ આપવામાં આવે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના જણાવ્યા અનુસાર, પેટ ન માત્ર આપણને મદદ કરે છે, પરંતુ તે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરના સ્તરને પણ નિયંત્રણમાં રાખવા મદદ કરે છે.

પર્લ એ માદા ચિહુઆહુઆ ડૉગી છે જે ફક્ત બે વર્ષનું છે અને તેને વિશ્વના સૌથી નાના ડૉગી તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ (GWR) દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. પર્લની ઊંચાઈ માત્ર 3.59 ઈંચ અને લંબાઈ 5.0 ઈંચ છે; તેનું કદ ડોલર બિલ જેટલું છે અને તે પોપ્સિકલ સ્ટીક કરતા પણ નાની છે. GWR મુજબ, પર્લ મિરેકલ મિલીની જોડિયા બહેન છે, જે અગાઉની રેકોર્ડ હોલ્ડર હતી. જન્મ સમયે, મિલી અને પર્લ બંનેનું વજન 28 ગ્રામ હતું.

આ પણ વાંચો:
શું હવે ખરેખર કમોસમી વરસાદે વિદાય લીધી? જાણી લો આગામી 10 દિવસનું અપડેટ
રાશિફળ 11 એપ્રિલ: આ રાશિઓનું ભવિષ્ય ચમકશે, મહત્ત્વપૂર્ણ ડીલ થવાની શક્યતા
ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલના કરી રહ્યા છે ગોચર, આ 5 રાશિઓના ખૂલી જશે સુતેલું ભાગ્ય

fallbacks

વિશ્વનું સૌથી નાનું ડૉગી 
તાજેતરમાં, પર્લ ટીવી પ્રોગ્રામ "લો શો ડી રેકોર્ડ" માં જોવા મળી હતી અને તેને તાળીઓના ગડગડાટ સાથે આવકારવામાં આવી. માલિક વેનેસા સેમલર તેને શોમાં સ્ટેજ પર લાવી. સેમલરે શોના હોસ્ટ જેરી સ્કોટીની સામે પર્લને ડિવા તરીકે જણાવી હતી. સેમલરે પર્લના કેટલાક રસપ્રદ પાસાઓ પણ જણાવ્યા હતા. તેણે કહ્યું કે પર્લ એક શાંત ડૉગી  છે જે ચિકન અને સૅલ્મોન જેવા હૈ ક્વોલિટીવાળા ખોરાકનો આનંદ માણે છે.

fallbacks

તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ 
તે સેમલર સાથે ખરીદી કરવા પણ જાય છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા તેને "એક બૉલ જેટલી નાની" જણાવવામાં આવી છે. પર્લની અંતિમ ઊંચાઈનું માપન ફ્લોરિડામાં ક્રિસ્ટલ ક્રીક એનિમલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું, જ્યાં તેણીનો જન્મ થયો હતો. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સનો બ્લોગ જણાવે છે કે દરેક માપ તેના આગળના પગના પાયાથી પગની ટોચ સુધી સીધી ઊભી રેખામાં કરવામાં આવ્યું હતું. GWR એ પર્લની ઉપલબ્ધીની જાહેરાત કરવા માટે ટ્વિટર પર સમાચાર શેર કર્યા. 

fallbacks

આ પણ વાંચો:
Budh Gochar:આ રાશિના લોકો માટે વરદાન જેવા છે હવે પછીના દિવસો, થશે ધનલાભ અને મળશે સુખ
શું તમને પણ થાય છે ખુબ પરસેવો? આ રીતે મેળવો પરસેવા અને એની ગંધની રાહત
નિકોલસ પૂરનની તોફાની ઈનિંગ RCB ને ભારે પડી, રોમાંચક મેચમાં લખનઉની ટીમ જીતી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More