Home> World
Advertisement
Prev
Next

NASA : અંતરિક્ષમાં મહિલાઓએ રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત કરી 'ઓલ વૂમન સ્પેસવોક'

આ અગાઉ જે 15 મહિલાઓએ અંતરિક્ષમાં વોક કરી છે,તેમની સાથે એક પુરુષ સાથીદાર પણ રહ્યો છે. આથી ક્રિસ્ટિના કોચ અને જેસિકા મીરે આ વખતે પુરુષ સાથી વગર આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાંથી બહાર નિકળીને ઈતિહાસ રચ્યો છે. ક્રિસ્ટિના કોચની આ ચોથી અને જેસિકા મીરની આ પ્રથમ સ્પેસવોક છે. બંનેએ 6.30 કલાક સુધી સ્પેસવોક કરી હતી. 

NASA : અંતરિક્ષમાં મહિલાઓએ રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત કરી 'ઓલ વૂમન સ્પેસવોક'

નાસાઃ અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા(NASA)ની બે મહિલા અંતરિક્ષ યાત્રી ક્રિસ્ટિના કોચ(Christina Koch) અને જેસિકા મીરે (Jessica Meir) શુક્રવારે પ્રથમ વખત 'ઓલ વૂમન સ્પેસવોક' (All Women Spacewalk) કરીને ઈતિહાસ રચ્યો હતો. અંતરિક્ષના ઈતિહાસમાં આ અગાઉ જ્યારે પણ સ્પેસવોક(Spacewalk) કરવા માટે કોઈ ટીમ બહાર નિકળતી હતી તો તેમાં કોઈ ને કોઈ પુરુષ અંતરિક્ષ(Male Austronaut) યાત્રી જરૂર હાજર રહેતો હતો. હવે અંતરિક્ષ યાત્રી ક્રિસ્ટિના કોચ અને જેસિકા મીર એકલા સ્પેસવોક કરનારી માનવ ઈતિહાસની(Human history) પ્રથમ મહિલા જોડી બની છે. બંનેએ સાડા છ કલાક સુધી સ્પેસવોક કરી હતી અને બેટરી ચાર્જર બદલ્યું હતું. 

16 સ્પેસવોકમાં મહિલાઓ સામેલ
આ અગાઉ જે 15 મહિલાઓએ અંતરિક્ષમાં વોક કરી છે,તેમની સાથે એક પુરુષ સાથીદાર પણ રહ્યો છે. આથી ક્રિસ્ટિના કોચ અને જેસિકા મીરે આ વખતે પુરુષ સાથી વગર આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાંથી બહાર નિકળીને ઈતિહાસ રચ્યો છે. ક્રિસ્ટિના કોચની આ ચોથી અને જેસિકા મીરની આ પ્રથમ સ્પેસવોક છે. બંનેએ 6.30 કલાક સુધી સ્પેસવોક કરી હતી. 

આ અગાઉ નાસા દ્વારા માર્ચ મહિનામાં 'ઓલ વૂમન સ્પેસવોક' ગોઠવવામાં આવી હતી. જેમાં નાસાના અંતરિક્ષ યાત્રી એની મેક્લેન સહિત એક મહિલા સ્પેસવોક નક્કી કરાઈ હતી. સ્પેસ ડોટ કોટમના રિપોર્ટમાં જણાવાયું હતું કે, આ સ્પેસવોક સ્થગિત કરવી પડી હતી. કેમ કે, એ સમયે પણ અંતરિક્ષ યાત્રીઓને સ્પેસસૂટ ફીટ આવ્યું ન હતું. સ્પેસ એજન્સી પાસે માત્ર એક જ મધ્યમ સાઈઝનો સ્પેસ સૂટ હતો, જે મહિલા-પુરુષ કોમ્બિનેશનવાળો હતો, જેને પહેરીને તેઓ પોતાનો ટાસ્ક પુરો કરી શકે એમ હતા. 

નાસાના અધિકારી જિમ બ્રિડેનસ્ટાઈને થોડા દિવસ અગાઉ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, ખરાબ બેટરી ચાર્જ-ડિસ્ચાર્જ યુનિટને બદલવા માટે પ્રથમ વખત માત્ર મહિલા અંતરિક્ષ યાત્રીઓ ગુરૂવાર કે શુક્રવારે અંતરિક્ષમાં સ્પેસવોક માટે નિકળશે, જેમાં ક્રિસ્ટિના અને જેસિકા સામેલ હશે. 

શા માટે કરી સ્પેસવોક?
આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં રહેલા તમામ ચાર પુરુષ અંતરિક્ષ યાત્રી અંદર જ રહ્યા હતા. જેસિકા અને ક્રિસ્ટિના તુટી ગયેલા બેટરી ચાર્જરને બદલવા માટે અંતરિક્ષ સ્ટેશનની બહાર નિકળી હતી. બેટરી ચાર્જર એ સમયે ખરાબ થયું હતું જ્યારે ક્રિસ્ટિના કોચ અને ચાલક દળના એક પુરુષ સભ્યએ ગયા અઠવાડિયે અંતરિક્ષ કેન્દ્રની બહાર નવી બેટરીઓ લગાવી હતી. 

421 સ્પેસવોક થઈ
અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં કુલ 420 સ્પેસવોક હાથ ધરવામાં આવી છે. ક્રિસ્ટિના કોચ અને જેસિકા મીરે કરેલી સ્પેસવોક 421મી હતી. આ અગાઉ થયેલી 420 સ્પેસવોકમાં એક પુરુષ યાત્રી તો કોઈને કોઈ સ્વરૂપમાં સામેલ રહ્યો છે. અત્યાર સુધી કુલ 16 સ્પેસવોકમાં મહિલાઓ પણ ભાગીદાર બની છે. 

જુઓ LIVE TV....

દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More