Home> World
Advertisement
Prev
Next

SCO સમિટમાં પીએમ મોદી સાથે બેઠક કરી શકે છે પાક પ્રધાનમંત્રી શરીફઃ રિપોર્ટ

પાકિસ્તાની ન્યૂઝપેપર ડેલી જંગ પ્રમાણે એસસીઓ શિખર સંમેલન 15-16 સપ્ટેમ્બરના ઉઝ્બેકિસ્તાનના સમરકંદમાં થશે. અહીં આ સંગઠનના નેતા પ્રાદેશિક પડકાર પર ચર્ચા કરવા માટે એક સાથે બેઠક કરશે. 

SCO સમિટમાં પીએમ મોદી સાથે બેઠક કરી શકે છે પાક પ્રધાનમંત્રી શરીફઃ રિપોર્ટ

ઇસ્લામાબાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમકક્ષ શાહબાઝ શરીફ વચ્ચે જલદી એક બેઠક યોજાઈ શકે છે. રાજદ્વારી સૂત્રોએ એક મીડિયા આઉટલેટને જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઉઝ્બેકિસ્તાનના સમરકંદમાં શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલન દરમિયાન બેઠક કરી શકે છે. 

પાકિસ્તાની ન્યૂઝપેપર ડેલી જંગ પ્રમાણે, એસસીઓ શિખર સંમેલનનું આયોજન 15-16 સપ્ટેમ્બરે ઉઝ્બેકિસ્તાનના સમરકંદમાં થશે. અહીં આ સંગઠનના નેતા પ્રાદેશિક પડકારો પર ચર્ચા કરવા માટે એક સાથે બેઠક કરશે. સૂત્રો અનુસાર પાક પીએમ શાહબાઝ શરીફ પણ તે સંમેલનમાં સામેલ થશે. આ દરમિયાન શાહબાઝ શરીફની ચીન, રશિયા, ઈરાનના રાષ્ટ્રપતિઓની સાથે-સાથે પીએમ મોદીને પણ મળવાની સંભાવના છે. 

રિપોર્ટ પ્રમાણે 28 જુલાઈની બેઠકમાં સંગઠનના વિદેશ મંત્રીઓએ તે વાત પર સહમતિ વ્યક્ત કરી હતી કે તેના દેશના પ્રમુખ નેતાઓએ પણ શિખર સંમેલનમાં ભાગ લેવો જોઈએ. પરંતુ તાશકંદમાં બેઠકમાં સામેલ થવા માટે પાક વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કહ્યુ કે પાકિસ્તાની અને ભારતીય નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પહેલાથી નક્કી નથી. તેમણે કહ્યું, સપ્ટેમ્બરમાં ભારતીય અને પાકિસ્તાની પ્રધાનમંત્રીઓ વચ્ચે કોઈપણ બેઠકની યોજના નથી. તેમણે કહ્યું, ભારત અને પાકિસ્તાન બંને એસસીઓનો ભાગ છે અને બંને દેશ માત્ર સંગઠનની બેઠકમાં ભાગ લઈ રહ્યાં છે. 

આ પણ વાંચોઃ PM મોદી સહિત ત્રણ લોકોના નેતૃત્વમાં બને 'વિશ્વ શાંતિ પંચ', મેક્સિકોના રાષ્ટ્રપતિની માંગ  

શું છે શંઘાઈ સહયોગ સંગઠન
શંઘાઈ સહયોગ સંગઠન એક યૂરેશિયન રાજનીતિક આર્થિક અને સુરક્ષા સંગઠન છે. ભૌગોલિક ક્ષેત્ર અને જનસંખ્યાના સંદર્ભમાં, આ વિશ્વનું સૌથી મોટુ પ્રાદેશિક સંગઠન છે. શંઘાઈ ફાઈવ બાદ એસસીઓ સંગઠન બનાવવામાં આવ્યું હતું. શંઘાઈ ફાઇવ ત્યારે બન્યું હતું જ્યારે 1996મા ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા અને તાઝિકિસ્તાન વચ્ચે આપસી સુરક્ષા સમજુતી થઈ હતી. 

પરંતુ 15 જૂન 2001ના, આ રાષ્ટ્રો અને ઉઝબેકિસ્તાનના નેતાઓએ શંઘાઈમાં એક રાજકીય અને આર્થિક સગયોગની સાથે એક નવા સંગઠન પર ભાર આપ્યો. એસસીઓ ચાર્જર પર 7 જુલાઈ 2002ના હસ્તાક્ષર થયા અને 19 સપ્ટેમ્બર 2003ના લાગૂ થયું. તે સંગઠન આઠ દેશોમાં ફેલાયેલું છે, જેમાં ભારત અને પાકિસ્તાન 9 જૂન 2017ના સામેલ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More