Home> World
Advertisement
Prev
Next

US સ્પીકરના પહોંચતા જ તાઇવાનમાં લેવલ-2 એલર્ટ, ચીને આપી 'ટાર્ગેટેડ હુમલા'ની ધમકી

અમેરિકાના સ્પીકર નેન્સી પેલોસીના તાઇવાન પહોંચવાની સાથે માહોલ ગરમ થઈ ગયો છે. આશંકા છે કે તાઇવાન અને ચીન વચ્ચે જંગ થઈ શકે છે. જેની અસર દુનિયા પર પડશે. હાલ પેલોસીના પ્રવાસ પર સમગ્ર વિશ્વની નજર છે. 

US સ્પીકરના પહોંચતા જ તાઇવાનમાં લેવલ-2 એલર્ટ, ચીને આપી 'ટાર્ગેટેડ હુમલા'ની ધમકી

તાઇવાનઃ યુએસ સ્પીકર નેન્સી પેલોસીના તાઈવાન પહોંચવાની સાથે દુનિયાની ધડકનો તેજ થઈ ગઈ છે. તેમ લાગી રહ્યું છે કે વધુ એક યુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નેન્સી પેલોસીના આ પ્રવાસથી ચીન ગભરાયું છે. તે ધમકીઓ આપી રહ્યું છે કે હવે અમેરિકા અને તાઇવાનની સ્વતંત્રતાની માંગ કરનાર અલગાવવાદી તાકાતોએ કિંમત ચુકવવી પડશે. ચીને જણાવ્યું કે તે તાઇવાન આસપાસ ટાર્ગેટેડ મિલિટ્રી ઓપરેશન કરશે. તેવામાં દુનિયા પર વધુ એક યુદ્ધનો ખતરો મંડરાયો છે. 

આ વર્ષે ફેબ્રુઆરીમાં દુનિયાએ રશિયા-યુક્રેન યુદ્ધ જોયું હતું. એક એવું યુદ્ધ જે હતુ સમાપ્ત થયું નથી. આ યુદ્ધમાં યુક્રેન બરબાદ થઈ ગયું છે, તો રશિયાને પણ ઘણું નુકસાન થયું છે. રશિયા-યુક્રેન યુદ્ધ માટે પણ અમેરિકાને જવાબદાર માનવામાં આવે છે. 

તે મામલામાં રશિયા વારંવાર યુક્રેનને ચેતવણી આપી રહ્યું હતું કે તે નાટોથી દૂર રહે. પરંતુ અમેરિકાના સપોર્ટથી યુક્રેન નાટોમાં સામેલ થવા પર અડિગ રહ્યું. તેના પર ભડકેલા પુતિને યુક્રેન પર હુમલો કરી દીધો. તો અમેરિકા બહારથી યુક્રેનની મદદ કરતું રહ્યું પરંતુ સીધુ યુદ્ધમાં ઉતર્યું નહીં, જેનું નુકસાન યુક્રેને ભોગવવું પડ્યું છે. 

હવે તાઇવાનના મુદ્દા પર યુએસ સ્પીકર પેલોસીએ કહ્યું કે તે તાઇવાનના લોકતંત્ર પ્રત્યે પ્રતિબદ્ધતાનું સમર્થન કરે છે. તાઇવાન જેને ચીન પોતાનો ભાગ માને છે, તેના માટે આવુ નિવેદન સાંભળી ડ્રેગન ભડકી ગયું છે. 

વધુ એક યુદ્ધ જોશે દુનિયા?
ચીનની ધમકીઓ સાથે એક્શન પણ શરૂ થઈ ગયા છે. ચીનમાં એલર્ટવાળા સાયરન વાગી રહ્યાં છે. આ સાથે ચીને નિર્ણય કરી લીધો છે કે તે 4 ઓગસ્ટથી તાઇવાન પાસે યુદ્ધ અભ્યાસ કરશે. ચીની સેનાએ કહ્યું કે તે ગુરૂવારથી રવિવાર સુધી તાઇવાનની આસપાસના છ ક્ષેત્રમાં જરૂરી મિલિટ્રી ડ્રીલ કરશે. તેમાં લાઇવ ફાયર ડ્રિલ પણ સામેલ હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More