Home> World
Advertisement
Prev
Next

નવાઈની વાત છે! દુનિયાભરના આતંકીઓ કેમ આજ ગાડીનો કરે છે ઉપયોગ, જાણીને ચોંકી જશો

કેમ દુનિયાભરના આતંકીઓની પસંદ છે આ ગાડી? તાલિબાન હોય કે અલકાયદા તમામ આતંકી સંગઠનો કેમ આ ખાસ કંપનીઓની જ ગાડીનો ઉપયોગ કરે છે? આ સવાલનો જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

નવાઈની વાત છે! દુનિયાભરના આતંકીઓ કેમ આજ ગાડીનો કરે છે ઉપયોગ, જાણીને ચોંકી જશો

ઝી બ્યૂરો, અમદાવાદઃ કેમ દુનિયાભરના આતંકીઓની પસંદ છે આ ગાડી? તાલિબાન હોય કે અલકાયદા તમામ આતંકી સંગઠનો કેમ આ ખાસ કંપનીઓની જ ગાડીનો ઉપયોગ કરે છે? આ સવાલનો જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે. તાલિબાન હોય કે ISIS કે પછી અલ કાયદા તમામ આતંકી સંગઠનોમાં આતંક ફેલાવા સિવાય પણ એક કોમન વાત છે. તે છે તેમની ગાડીઓ જેમનો ઉપયોગ તે લોકો રોજીંદા કામોમાં અને લડાઈ માટે કરે છે.

fallbacks

જ્યારે, અફઘાનિસ્તામાં અલગ-અલગ શહેરોમાં તાલિબાનોએ પોતાની તાકાત બતાવવા માટે જુલુસ કાઢ્યું હતું. જેમાં, 2 પ્રકારની ગાડીઓ જોવા મળી હતી. એક અમેરિકાના સૈન્યની હમવી ગાડી અને બીજી ગાડી હતી એક ખાસ કંપનીની પીક અપ વાન. તમામ ફોટોમાં આતંકીઓ આ પીક અપ વાનમાં સવાર થઈને શહેરમાં ચક્કર મારતા દેખાતા હતા.

જાપાની કંપની ટોયોટાની પીક વાન મજબૂતી માટે ફેમસ છે. પછી તે આજના તાલિબાન હોય કે 1999ના તાલિબાન બંને તાલિબાનો ટોયોટા કંપનીની પીક અપ વાનનો ઉપયોગ કરતા જોવા મળે છે. ભલે આ ગાડી અફઘાનિસ્તાનના ઉબડ-ખાબડ રસ્તા પર ચલાવવા માટે નથી બની. પણ તાલિબાનો આ ગાડીના એન્જિન બદલીને અફઘાનિસ્તાનમાં ચલાવવા લાયક બનાવે છે.

1996માં જ્યારે, તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો હતો. ત્યારે, ટોયોટાની હિલક્સ ટ્રક અફઘાની રાષ્ટ્રપતિની ઓફિસ સુધી ઘૂસી ગઈ હતી. તાલિબાનોએ આ ગાડીનો ઉપયોગ પેટ્રોલિંગ માટે પણ કર્યો હતો. હાલ અફઘાનિસ્તાનમાં જગ્યા-જગ્યાએ એવી જ પિક અપ વાનનો ઉપયોગ થઈ રહ્યો છે.

આ ગાડી તાલિબાનોનું પ્રતિક બની ચુકી છે. જે વાતથી ટોયોટા કંપની એટલી હેરાન થઈ ગઈ છે. કે હવે તે તપાસ કરી રહી છે, કે આ ગાડીઓ કેવી રીતે તાલિબાનો સુધી પહોંચે છે. ટોયોટાના સૌથી ખાસ અને સૌથી વધુ વેચાનારું મોડલ ટોયોટા લેન્ડ ક્રુઝરની લઈને હાલમાં જ કંપનીએ એક જાહેરાત કરી છે. 2 ઓગસ્ટના રોજ કંપનીએ લેન્ડ ક્રુઝરનું નવું મોડલ લોન્ચ કર્યું હતું. જેની કિંમત 34 લાખથી પણ વધુ છે. ત્યારે, કંપનીએ જાહેરાત કરી કે જે પણ કંપની કે વ્યક્તિ આ કાર ખરીદે તેણે ટોયોટા સાથે બોન્ડ સાઈન કરવો પડશે કે જે પણ આ ગાડી ખરીદે તે 1 વર્ષ સુધી તેને વેચી ન શકે. જો કોઈ વ્યક્તિ આ ગાડી કોઈ આતંકીને વેચશે તો તેની સામે કાયદાકીય પગલા લેવાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More