Home> World
Advertisement
Prev
Next

United Kingdom માં 197 વખત એક જ બાળકી થઈ ગુમ, Police પરેશાન; રિપોર્ટમાં ખુલાસો

ધ ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટના આંકડાથી ખુલાસો થયો છે કે, વર્ષ 2018 થી યૂનાઈટેડ કિંગડમમાં (United Kingdom) ઓછામાં ઓછા 56,479 બાળકો ગુમ થયા છે. જેમનું યૌન ઉત્પીડન (Sexual Abuse) થવાનો ખતરો છે

United Kingdom માં 197 વખત એક જ બાળકી થઈ ગુમ, Police પરેશાન; રિપોર્ટમાં ખુલાસો

લંડન: ધ ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટના આંકડાથી ખુલાસો થયો છે કે, વર્ષ 2018 થી યૂનાઈટેડ કિંગડમમાં (United Kingdom) ઓછામાં ઓછા 56,479 બાળકો ગુમ થયા છે. જેમનું યૌન ઉત્પીડન (Sexual Abuse) થવાનો ખતરો છે. તેમાં મોટા ભાગે બાળકો 14 થી 16 વર્ષની ઉંમર વચ્ચેના છે. જ્યારે એક બાળક તો 11 વર્ષનું છે.

બાળકોના ગુમ થવાના 5,500 કેસ નોંધાયા
ધ સનમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, પોલીસ ગુમ બાળકોના માત્ર બે તૃતીયાંશ કેસ તેમના ડેટામાં નોંધે છે. બેસ્ટ યોર્કશાયર પોલીસે (Police) વર્ષ 2018 થી અત્યાર સુધીમાં 5,500 કેસ નોંધ્યા છે. ગાયબ થયેલા બાળકોમાં એક બાળકી એવી છે જે 197 વખત ગુમ થઈ છે. જો કે, પોલીસે તેની ઓળખ ગુપ્ત રાખી છે. ત્યારે બે અન્ય બાળક એવા પણ છે જે 100 થી વધુ વખત ગુમ થયા છે. હમ્બરસાઈડ પોલીસે કહ્યું કે, 4 બાળકો 100 થી વખુ વખત ગુમ થયા છે. તેમાંથી એક છેલ્લા ત્રણ વર્ષમાં 156 વખત ગાયબ થયું છે.

આ પણ વાંચો:- વકીલનો દાવો, મેહુલ ચોક્સીને જબરદસ્તીથી Dominica લઈ જવાયો, શરીર પર Torture ના નિશાન

રિપોર્ટમાં થયેલા આ ખુલાસાથી પોલીસ પરેશાન
પોલીસ અધિકારીનું કહેવું છે કે, બાળકના ગુમ થવા મામલે તેના માતા પિતા અથવા સોશિયલ વર્કર્સ ત્યારે નોંધાવે છે, જ્યારે તેમને લાગે છે કે, બાળક યોન ઉત્પીડનનો શિકાર થઈ શકે છે. એક રિપોર્ટમાં આ પણ સામે આવ્યું છે કે, ગાયબ થયેલા બાળકોમાં મોટાભાગે નાની ઉંમરની બાળકીઓની સંખ્યા વધારે છે જે વારંવાર પૈસા, દારૂ અથવા ડ્રગ્સ માટે આરોપીઓની પાસે પાસે પાછી જાય છે.

આ પણ વાંચો:- વેક્સીનેશન બાદ બૂસ્ટર ડોઝ લેવા માટે મનમાં સવાલ? તો અહીં મળશે તમામ જવાબ

આ મામલે પૂર્વ ચીફ ક્રાઉન પ્રોસિક્યૂટર નાઝિર અફઝલે કહ્યું કે, જ્યારે કોઈ બાળક પ્રથમ વખત ગાયબ થાય છે તો પોલીસ તેને શોધવામાં સંપૂર્ણ તાકત લગાવે છે. પરંતુ જ્યારે કોઈ બે, ત્રણ અથવા વારંવાર ગુમ થયા છે તો તેઓ પણ કેસમાં ઇન્ટરસ્ટ લેવાનું બંધ કરી દે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More