Home> World
Advertisement
Prev
Next

વકીલનો દાવો, મેહુલ ચોક્સીને જબરદસ્તીથી Dominica લઈ જવાયો, શરીર પર Torture ના નિશાન

ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી (Mehul Choksi) ના વકીલ વિજય અગ્રવાલે દાવો કર્યો છે કે ચોક્સીને જબરદસ્તીથી એન્ટીગુઆથી ડોમેનિકા લઈ જવાયો

વકીલનો દાવો, મેહુલ ચોક્સીને જબરદસ્તીથી Dominica લઈ જવાયો, શરીર પર Torture ના નિશાન

નવી દિલ્હી: ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી (Mehul Choksi) ના વકીલ વિજય અગ્રવાલે દાવો કર્યો છે કે ચોક્સીને જબરદસ્તીથી એન્ટીગુઆથી ડોમેનિકા લઈ જવાયો. અગ્રવાલે એટલે સુધી કહ્યું કે આ દરમિયાન ચોક્સીને ટોર્ચર કરાયો. તેના શરીર પર ટોર્ચરના નિશાન સ્પષ્ટપણે જોઈ શકાય છે. અત્રે જણાવવાનું કે પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો આરોપી મેહુલ ચોક્સી એન્ટીગુઆથી ભાગીને ડોમિનિકા પહોંચી ગયો હતો. જ્યાંથી તેને સીધો ભારત મોકલવાની વાત ચાલુ હતી. જો કે છેલ્લે મળેલી માહિતી મુજબ પૂર્વી કેરેબિયન સુપ્રીમ કોર્ટે હાલ મેહુલ ચોક્સીના ડોમિનિકાથી પ્રત્યાર્પણ પર હાલ રોક લગાવી છે. 

વકીલે habeas corpus petition દાખલ કરી
અમારી સહયોગી વેબસાઈટ WION ના અહેવાલ મુજબ મેહુલ ચોક્સીના વકીલે ત્યાંની કોર્ટમાં હીબિયસ કોર્પસ (habeas corpus petition) અરજી દાખલ કરી છે. જેથી કરીને મેહુલ ચોક્સીને કોર્ટમાં રજુ કરી શકાય અને તેને જરૂરી કાયદાકીય મદદ ઉપલબ્ધ કરાવી શકાય. આ અરજી એટલા માટે દાખલ કરાય છે જેથી કરીને ધરપકડ કરાયેલી વ્યક્તિને કોર્ટ કે જજની સામે રજુ કરવામાં આવી શકે. વિજય અગ્રવાલે કહ્યું કે જે કહાની જણાવવામાં આવી રહી છે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. કારણ કે મેહુલ ચોક્સીના શરીર પર ઈજાના નિશાન છે. જે પુરાવા આપી રહ્યા છે કે તેમને પ્રતાડિત  કરાયા અને જબરદસ્તીથી ડોમેનિકા લઈ જવાયા. 

Black Fungus નો કહેર ફક્ત ભારતમાં જ કેમ જોવા મળી રહ્યો છે? જાણો શું કહે છે તજજ્ઞો

બસ બે મિનિટ મળવા દીધા
વકીલ વિજય અગ્રવાલે જણાવ્યું કે ડોમેનિકામાં અમારા વકીલોને ચોક્સી સાથે ફક્ત બે મિનિટ મળવા દેવાયા. અગ્રવાલે કહ્યું કે ચોક્સીને એન્ટીગુઆના જોલી હાર્બરથી જબરદસ્તી ઉઠાવીને લઈ જવાયો. 

ભારત મોકલવાની સંભાવના ખુબ ઓછી
આ બધા વચ્ચે ડોમેનિકાએ કહ્યું કે તે પોતાના ત્યાં પકડાયેલા વેપારી મેહુલ ચોક્સીને એન્ટીગુઆને હવાલે કરશે. જ્યાંનો તે નાગરિક છે. ડોમેનિકાના રાષ્ટ્રીય સુરક્ષા અને ગૃહ મંત્રાલયે ગુરુવારે તેની પુષ્ટિ કરી. આ અગાઉ એન્ટીગુઆના પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ચોક્સીને તેમના દેશ મોકલવાની જગ્યાએ સીધો ભારત મોકલવો જોઈએ. અત્રે જણાવવાનું કે એન્ટીગુઆની નાગરિકતા લઈ ચૂકેલા ચોક્સી છેલ્લા કેટલાક દિવસથી એન્ટીગુઆથી ગૂમ હતો અને ક્યૂબા જતા પહેલા તેને ડોમેનિકાથી પકડી લેવાયો હતો. 

Corona Vaccine ના એક ડોઝને લીધે મહિલા રાતોરાત બની ગઈ કરોડપતિ

હાલ પ્રત્યાર્પણ ઉપર રોક
છેલ્લે મળેલી માહિતી મુજબ પૂર્વી કેરેબિયન સુપ્રીમ કોર્ટે હાલ મેહુલ ચોક્સીના ડોમિનિકાથી પ્રત્યાર્પણ પર હાલ રોક લગાવી છે. ડોમિનિકાના સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગે કોર્ટમાં આજે ફરીથી સુનાવણી થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More