Home> World
Advertisement
Prev
Next

Mark Zuckerberg: માર્ક ઝુકરબર્ગે પોતાની પત્ની સાથે ફેસબુક પર કરી ખુશીની જાહેરાત, કહ્યું- આગામી વર્ષે.....

Zuckerberg On Facebook: મેટાના ફાઉન્ડર ઝુકરબર્ગે પોતાની પત્ની સાથે ફેસબુક પર એક ફોટો શેર કરતા બધાને ખુશખબર આપી છે. માર્ક ઝુકરબર્ગે લખ્યું કે મેક્સ અને અગસ્તને આગામી વર્ષે એક નવી બહેન મળી રહી છે. 

Mark Zuckerberg: માર્ક ઝુકરબર્ગે પોતાની પત્ની સાથે ફેસબુક પર કરી ખુશીની જાહેરાત, કહ્યું- આગામી વર્ષે.....
Updated: Sep 21, 2022, 09:45 PM IST

નવી દિલ્હીઃ Announces Good News: માર્ક ઝુકરબર્ગનું નામ દરેક લોકો જાણે છે. તેણે સંપત્તિની સાથે-સાથે ઘણા લોકોનો પ્રેમ પણ મેળવ્યો છે. પરંતુ તેની સફળતામાં ઝુકરબર્ગ પત્ની પ્રિસિલા ચાન  (Priscilla Chan) ને પણ જવાબદાર માને છે. તમને જણાવી દઈએ કે સૌથી ધનીક લોકોમાં સામેલ માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર એક પોસ્ટ કરતા પોતાના જીવનના સૌથી મોટા સમાચારને ફેન્સ સાથે શેર કર્યાં છે. 

પત્નીની સાથે પોસ્ટ કર્યો ફોટો

આ પોસ્ટમાં માર્ક ઝુકરબબર્ગ પોતાની પત્ની પ્રિસિલા ચાનની સાથે ખુશ જોવા મળી રહ્યો છે. તેનું કેપ્શન વાંચીને તમે બધુ સમજી જશો. ઝુકરબર્ગે કેપ્શનમાં લખ્યું છે કે ઘણો બધો પ્રેમ. તે જણાવતા ખુશી થઈ રહી છે કે મેક્સ અને અગસ્ટને આગામી વર્ષે એક નવી બહેન મળી રહી છે.

લોકોએ આપી શુભેચ્છા
આ પોસ્ટ કર્યાના થોડા સમયમાં હજારો લોકો શુભેચ્છા આપી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે ઝુકરબર્ગ અને પ્રિસિલા ચાનને બે પુત્રીઓ છે જેનું નામ મેક્સ અને અગસ્ત છે. આગામી વર્ષ સુધી માર્ક ત્રણ બાળકીના પિતા બની જશે. આ ફેસબુક પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે. નોંધનીય છે કે ઝુકરબર્ગ દુનિયામાં ઘણા લોકોની પ્રેરણા છે અને ઘણા લોકો તેને માને પણ છે. 

આ પણ વાંચો- WHO નું એલર્ટ! દર 2 સેકેન્ડમાં આ બીમારીથી મોત, ભારત માટે ખતરાની ઘંટી

ધનીકોની યાદીમાં સામેલ માર્ક
આ ફોટોમાં માર્ક તેની પત્ની પ્રિસિલા સાથે ખુશ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ફેસબુકનું નામ બદલીને મેટા રાખ્યા બાદ ઝુકરબર્ગનની કંપનીને સતત નુકસાન થઈ રહ્યું છે. આ કારણ છે કે ક્યારેય દુનિયાના ધનીકોની યાદીમાં ટોપ રહેનારા ઝુકરબર્ગ સંપત્તિના મામલામાં હવે 20માં સ્થાને પહોંચી ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે