Home> World
Advertisement
Prev
Next

પહેલા થાઈલેન્ડમાં જઈને કરી ખુબ મજા, પછી વીડિયો વાયરલ થતા જ આવ્યા ઉપાધિના પોટલા

એક નાનકડી ક્લિપ તેણે સોશયિલ મીડિયા પર શેર કરી અને આ બખેડો ઊભો થઈ ગયો. આ વીડિયો સામે આવતા જ લોકો ભડકી ગયા અને ગણતરીના સમયમાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો.

પહેલા થાઈલેન્ડમાં જઈને કરી ખુબ મજા, પછી વીડિયો વાયરલ થતા જ આવ્યા ઉપાધિના પોટલા

મલેશિયાની એક પ્રસિદ્ધ બ્યૂટી સ્પર્ધામાં તમામ સ્પર્ધકોને પછાડીને પોતાના માથે તાજ સજાવનારી 24 વર્ષની વીરુ નિકાહ ટેરિન્સિપ હાલ લોકોની જબરદસ્ત ટીકાનો ભોગ બની છે. એટલું જ નહીં તેણે વિજેતાનું ટાઈટલ પણ ગુમાવવાનો વારો આવી ગયો છે. વીરુએ તાજ પરત કરવો પડ્યો. એક નાનકડી ક્લિપ તેણે સોશયિલ મીડિયા પર શેર કરી અને આ બખેડો ઊભો થઈ ગયો. આ વીડિયો સામે આવતા જ લોકો ભડકી ગયા અને ગણતરીના સમયમાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. આખરે આ મામલો એટલો તે ગરમાયો કે બ્યૂટી પેજન્ટના ઓર્ગેનાઈઝેશને વચ્ચે કૂદવું પડ્યું અને વીરુ પાસેથી તેનું ટાઈટલ અને તાજ પાછો લેવો પડ્યો. 

શું હતું એ વીડિયોમાં, કોણ છે થાઈ હોટ ગાય્ઝ
વાત જાણે એમ છે કે થોડા સમય પહેલા વીરુ રજાઓ ગાળવા માટે થાઈલેન્ડ ગઈ હતી. વેકેશનની અનેક પળો તેણે તસવીરો અને વીડિયોમાં કેદ કરી હતી જે ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કરી. આવી જ એક ક્લિપમાં ઈનફેમસ થાઈ હોટ ગાય્ઝ (Thai HOt Guys) પણ જોવા મળ્યા. વીડિયો જો કે પેજ પરથી હટાવી લેવાયો છે. અત્રે જણાવવાનું કે આ થાઈ હોટ ગાય્ઝે છેલ્લા કેટલાક સમયમાં ખુબ લોકપ્રિયતા મેળવી છે. બેંગકોકના શેલ સ્ટેશનમાં આવેલા સ્ટેનીમીહોઈ રેસ્ટોરન્ટમાં કામ કરનારા આ પુરુષો ખુબ સુડોળ હોય છે અને મોટાભાગના મસ્ક્યુલર બોડી ધરાવે છે. 

fallbacks

જો કે આમ છતાં તેઓ છોકરીઓ જેવા કપડાં અને અંડરગાર્મેન્ટ્સ પહેરે છે. કસ્ટમર્સને ઓર્ડર સર્વ કરતા તેઓ ટીઝિંગ ડાન્સ કરે છે. જેમાં શરીરને સ્પર્શ કરવો, અને સેક્સ્યુઅલી સજેસ્ટિવ મૂવ્ઝ કરવાનું પણ સામેલ હોય છે. 

fallbacks

વીરુ કેમ ભરાઈ?
આ વિગતો પરથી જાણી શકાય કે વીડિયોમાં શું જોવા મળ્યું હશે. વાયરલ ક્લિપમાં વીરુ પણ આ રેસ્ટોરન્ટના મોટાભાગના ગ્રાહકોની જેમ સજેસ્ટિવ ડાન્સ મૂવ્ઝ કરતી જોવા મળી. આ રીતે તે લોકોના નિશાન પર આવી ગઈ. વીરુએ ક્લિપ જો કે સોશિયલ મીડિયા હેન્ડલથી ડિલીટ કરી નાખી છે. પરંતુ તે પહેલા આ વીડિયો  ખુબ વાયરલ થઈ ગયો. વીડિયોમાં તે થાઈ હોટ ગાય્ઝને સ્પર્શતી અને ડાન્સ કરતી જોવા મળી. લોકોએ તેને અશ્લીલ ગણાવ્યો. ત્યારબાદ બ્યૂટી પેજન્ટ ઓર્ગેનાઈઝેશન પર વીરુનો તાજ પાછો લેવા માટે દબાણ વધવા લાગ્યું હતું. 

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More