Home> World
Advertisement
Prev
Next

Pakistan: લાહોરમાં ત્રીજી વખત તોડવામાં આવી મહારાજા રણજીત સિંહની મૂર્તિ, આરોપી TLP ના સભ્યની ધરપકડ

પાકિસ્તાનમાં (Pakistan) ભારતીય ઇતિહાસ સાથે સંકળાયેલા પ્રતીકો પ્રત્યે નફરતનો નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લાહોરમાં (Lahore) ફરી એકવાર મહારાજા રણજીત સિંહની પ્રતિમા તોડી પાડવામાં આવી છે

Pakistan: લાહોરમાં ત્રીજી વખત તોડવામાં આવી મહારાજા રણજીત સિંહની મૂર્તિ, આરોપી TLP ના સભ્યની ધરપકડ

લાહોર: પાકિસ્તાનમાં (Pakistan) ભારતીય ઇતિહાસ સાથે સંકળાયેલા પ્રતીકો પ્રત્યે નફરતનો નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લાહોરમાં (Lahore) ફરી એકવાર મહારાજા રણજીત સિંહની પ્રતિમા તોડી પાડવામાં આવી છે. આ કૃત્ય તહરીક-એ-લબ્બાઈક પાકિસ્તાન (TLP) સંગઠન સાથે સંકળાયેલ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું, જે ઘટના સમયે આસપાસ હાજર લોકો દ્વારા પકડાઈ ગયો હતો.

સામે આવ્યો વીડિયો 
તાજેતરની ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં સફેદ કુર્તા-પાયજામા પહેરેલો એક માણસ મૂર્તિનો પગ અને અન્ય ભાગ તોડતો જોવા મળે છે. તમે વીડિયોમાં સૂત્રો પણ સાંભળશો. જોકે, ત્યાં હાજર લોકોએ તે વ્યક્તિને પકડીને પોલીસને સોંપ્યો હતો. મૂર્તિ તોડનાર આ વ્યક્તિ તહરીક-એ-લબ્બાઈક પાકિસ્તાન સાથે સંકળાયેલ છે. તમને જણાવી દઈએ કે TLP પાકિસ્તાનની રાજકીય પાર્ટી છે. તે પોતાને ઇસ્લામિક પાર્ટી તરીકે ઓળખાવે છે. આ પાર્ટીની રચના 2015 માં કરવામાં આવી હતી, જે આ વર્ષે એપ્રિલમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો:- અફઘાનિસ્તાનમાં તક જોવા મળતા લેવાયો આ નિર્ણય, જાણો કોણ છે તાલિબાનના ચાર મિત્રો!

મૂર્તિ પર ત્રીજી વખત કર્યો હુમલો
લાહોર ફોર્ટમાં જૂન 2019 માં 9 ફૂટની આ બ્રોન્ઝ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારથી, આ મૂર્તિ પર ત્રીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. અગાઉ ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ એક વ્યક્તિએ પ્રતિમા પર હુમલો કર્યો હતો. તેણે મૂર્તિનો હાથ તોડી નાખ્યો હતો. તે વધુ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ આમ કરતા પહેલા લોકોએ તેને પણ પકડી લીધો હતો. આ સિવાય વધુ એક વખત ટોળાએ મૂર્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો:- VIDEO: રશિયાનું લશ્કરી વિમાન હવામાં બન્યું આગનો ગોળો, 3 લોકોના થયા મોત

કોણ છે મહારાજા રણજીત સિંહ?
ઉલ્લેખનીય છે કે શીખ શાસક મહારાજા રણજીત સિંહનું 1839 માં લાહોરમાં અવસાન થયું હતું. તે સમયે લાહોર ભારતનો એક ભાગ હતો. તેમની યાદમાં આ પ્રતિમા લાહોર કિલ્લા એટલે કે શાહી કિલ્લા પર બનાવવામાં આવી હતી. આ મૂર્તિમાં રણજીત સિંહ ઘોડા પર બેઠા છે અને તેમના હાથમાં તલવાર છે. તે શીખોના વેશમાં બેઠેલો જોવા મળે છે. જૂન 2019 માં, પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને સમારોહમાં ભારત અને પાકિસ્તાન સહિત અન્ય દેશોના ઘણા શીખ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More