Home> World
Advertisement
Prev
Next

4 વર્ષ બાદ મૃત પત્ની સાથે થઈ પતિની મુલાકાત, તસવીરો તમને પણ કરી દેશે ભાવુક

એક વ્યક્તિ હંમેશા માટે દુનિયા છોડી ચુકેલી પત્નીને ફરી મળી શક્યો. સાંભળવામાં આ અટપટુ જરૂર લાગી રહ્યું છે. પરંતુ વર્ચ્યુઅલ રિયાલિટી  (Virtual Reality) એ આ સંભવ કરી દેખાડ્યું છે. 

4 વર્ષ બાદ મૃત પત્ની સાથે થઈ પતિની મુલાકાત, તસવીરો તમને પણ કરી દેશે ભાવુક

કોરિયાઃ સમય સાથે ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે અને આ સાથે નવી-નવી ટેક્નોલોજી પણ માર્કેટમાં આવી રહી છે, જેના પરિણામ પણ ચોંકાવી રહ્યાં છે. આવો એક મામલો સાઉથ કોરિયા (South Korea) થી સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિ હંમેશા માટે દુનિયા છોડી ચુકેલી પત્નીને ફરી મળી શક્યો. સાંભળવામાં આ અટપટુ જરૂર લાગી રહ્યું છે. પરંતુ વર્ચ્યુઅલ રિયાલિટી  (Virtual Reality) એ આ સંભવ કરી દેખાડ્યું છે. 

હકીકતમાં કિમ-જુંગ-સૂ નામના એક વ્યક્તિની પત્નીનું થોડા વર્ષો પહેલા બીમારીને કારણો મોત થયું હતું. કિમની ઈચ્છા હતી કે તે પોતાની પત્નીના પડછાયાને જરૂર એકવાર જોઈ શકે. આ કોઈ સપના સમાન હતું, જેને કિમ કોઈપણ સ્થિતિમાં પૂરુ કરવા ઈચ્છતો હતો. આ દરમિયાન કિમની નજર એમબીસીની ટેલિવિઝન કોડ્યુમેન્ટ્રી આઈ મેટ યૂ (i Met You) પર પડી, જ્યાંથી તેને આશાનું કિરણ દેખાવા લાગ્યું. 

fallbacks

પુત્રીઓની ઈચ્છા નહતી કે કિમ માતાને ફરી મળે
પરંતુ કિમની પુત્રીઓ આ સપનું અધુરૂ રહે તેમ ઈચ્છતી હતી.  પુત્રી નહોતી ઈચ્છતી કે તેના પિતા એકવાર ફરી માતાને મળે અને જૂની વાતોને યાદ કરે. કારણ કે તે દુખભર્યો સમય હતો. પરંતુ બાદમાં કિમની પુત્રી જોન્ગ યુને તેની મંજૂરી આપી. તે જણાવે છે કે ડેડી માતાને ખુબ પ્રેમ કરતા હતા. જ્યારે તે બીમાર થઈ અને પોતાના વાળ ગુમાવી દીધા તો પિતાએ કહ્યુ કે, તું દુનિયામાં સૌથી વધુ સુંદર છે. પરંતુ માતાના મૃત્યુ બાદ તે અંદરથી ભાંગી પડ્યા હતા. તેણે પોતાના પિતાની આ સ્થિતિને દૂર કરવા માટે આ ખાસ મુલાકાતની મંજૂરી આપી. 

fallbacks

પત્નીને જોઈ ભાવુક થયા કિમ
મંજૂરી મળ્યા બાદ કિમ પોતાની પત્નીને એકવાર ફરી જોવા માટે વર્ચ્યુઅલ હાઉસ પહોંચી ગયા. જ્યારે તેમણે ત્યાં એન્ટ્રી કરી તો ભાવુક થઈ ગયા. પોતાની પત્નીને જોઈને કિમની આંખમાં આંસુ આવી ગયા હતા. તેણે ભાવુક થઈને પૂછ્યુ કે, હવે તને દર્દ તો નથી થઈ રહ્યું ને? આ દ્રશ્યને મોનિટર પર જોઈ રહેલી કિમની પુત્રીઓ પણ ભાવુક થઈ જાય છે અને રોવા લાગે છે. 

આ પણ વાંચોઃ ટીવી શોમાં મહિલાએ ચોંકાવનારા ખુલાસા, જાણીને રહી જશો દંગ

લાગ્યો છ મહિનાનો સમય
બ્રોડકાસ્ટ કંપની એમડીસી અનુસાર, આ ખાસ મુલાકાતની તૈયારીમાં આશરે 6 મહિનાનો સમય લાગ્યો. આ મુલાકાત માટે તેને અલગ-અલગ ઇન્ટરેક્શન મૂવમેન્ટ્સ તૈયાર કરવા પડ્યા. કિમની પત્નીનો અવાજ તેવો જ રહે તે માટે એક એક્ટરની વોઇસને કમ્બાઇન કરવામાં આવ્યો. જેથી આ મુલાકાત ખાસ બની. પરંતુ આ પ્રથમ ઘટના નથી જ્યારે મૃત્યુ બાદ મુલાકાત શક્ય બની હોય. આ પહેલા પણ આમ થઈ ચુક્યું છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More