Home> World
Advertisement
Prev
Next

કિંગ ચાર્લ્સ 3 બન્યા બ્રિટનના નવા રાજા, લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં થઈ તાજપોશી

બ્રિટેનને નવા સમ્રાટ મળી ચૂક્યા છે. કિંગ ચાર્લ્સ-3 બ્રિટેનના નવા સમ્રાટ બન્યા છે. કિંગ ચાર્લ્સ-3ની બ્રિટેનના નવા સમ્રાટના રૂપમાં તાજપોશી કરવામાં આવી છે. શનિવારે આયોજિત એક કાર્યક્રમમાં કિંગ ચાર્લ્સ-3ને બ્રિટેનના નવા સમ્રાટ જાહેર કરવામાં આવ્યા છે. કિંગ ચાર્લ્સ-3ને બ્રિટેનના નવા સમ્રાટ જાહેર કર્યા બાદ સંબંધિત જરૂરી ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી રહી છે.

કિંગ ચાર્લ્સ 3 બન્યા બ્રિટનના નવા રાજા, લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં થઈ તાજપોશી

નવી દિલ્હી: બ્રિટેનને નવા સમ્રાટ મળી ચૂક્યા છે. કિંગ ચાર્લ્સ-3 બ્રિટેનના નવા સમ્રાટ બન્યા છે. કિંગ ચાર્લ્સ-3ની બ્રિટેનના નવા સમ્રાટના રૂપમાં તાજપોશી કરવામાં આવી છે. શનિવારે આયોજિત એક કાર્યક્રમમાં કિંગ ચાર્લ્સ-3ને બ્રિટેનના નવા સમ્રાટ જાહેર કરવામાં આવ્યા છે. કિંગ ચાર્લ્સ-3ને બ્રિટેનના નવા સમ્રાટ જાહેર કર્યા બાદ સંબંધિત જરૂરી ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી રહી છે.

લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં આયોજિત કાર્યક્રમમાં કિંગ ચાર્લ્સ-3ની તાજપોશી સાથે જોડાયેલી ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી. કિંગ ચાર્લ્સ-3ની તાજપોશી બાદ સમારોહમાં હાજર નવા લોકોએ પોતાના નવા સમ્રાટને અભિવાદન કર્યું. લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં આયોજિત કાર્યક્રમનું ટેલિવિઝન પર સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

કિંગ ચાર્લ્સ-3ની તાજપોશીની સાથે બ્રિટેનમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. હવે બ્રિટેનમાં ઘણું બધું બદલાઈ ગયું છે. બ્રિટેનના રાષ્ટ્રગીત બદલાશએ અને તેની સાથે હવે પ્રિન્સ ઓફ વેલ્સ પણ બદલાઈ જશે. હવે કિંગ ચાર્લ્સ-3 રાજનૈતિક મામલામાં પોતાની કોઈ ટિપ્પણી કરી શકશે નહીં. 

બ્રિટેનના નવા સમ્રાટ કિંગ ચાર્લ્સને હવે વોટર કાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સની પણ જરૂરિયાત રહેશે નહીં. પ્રિવી કાઉન્સિલે સત્તાવાર રીતે કિંગ ચાર્લ્સને બ્રિટેનના નવા કિંગ જાહેર કર્યા. કિંગ ચાર્લ્સ 3ની તાજપોશી અગાઉ તેમની પ્રધાનમંત્રી લિજ ટ્રસની સાથે મુલાકાત પણ થઈ હતી.

આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી લિજ ટ્રસની સાથે પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોનસન પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે બ્રિટેનના નવા સમ્રાટ કિંગ ચાર્લ્સ-3 બ્રિટેનની મહારાણી રહેલા એલિજાબેથ-2ના મોટા પુત્ર છે. તમને જણાવી દઈએ કે મહારાણી એલિજાબેથનું હાલમાં નિધન થયું હતું.

મહારાણી એલિઝાબેથનું નિધન બાદ પ્રિન્સ ઓફ વેલ્સ રહેલા ચાર્લ્સને આગામી કિંગ જાહેર કરવામાં આવ્યા હતા. હવે લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં આયોજિત કાર્યક્રમમાં સત્તાવાર રીતે કિંગ ચાર્લ્સ-3ને બ્રિટેનના નવા સમ્રાટના રૂપમાં તાજપોશી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More