Home> World
Advertisement
Prev
Next

ભારતીય મૂળના કમલા હેરિસે રચ્યો ઈતિહાસ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા


ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડેન અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ હશે. તો ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભારતીય મૂળના કમલા હેરિસે પણ ઈતિહાસ રચી દીધો છે. તેઓ પ્રથમ એવા મહિલા છે જે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ પર પહોંચ્યા છે. 

ભારતીય મૂળના કમલા હેરિસે રચ્યો ઈતિહાસ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા

વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડેન અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ હશે. તો ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભારતીય મૂળના કમલા હેરિસે પણ ઈતિહાસ રચી દીધો છે. તેઓ પ્રથમ એવા મહિલા છે જે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ પર પહોંચ્યા છે. હેરિસ પ્રથમ અશ્વેત મહિલા છે જે ઉપરાષ્ટ્રપતિ બની રહ્યાં છે અને આ પ્રથમવાર હશે કે ભારતીય મૂળ સાથે જોડાયેલા કોઈ મહિલા અમેરિકામાં એક મોટું પદ સંભાળશે. 

અમેરિકી ચૂંટણી પરિણામો પરથી પડદો ઉઠ્યા બાદ કમલા હેરિસે ટ્વીટ કરી પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે એક વીડિયો શેર કરતા લખ્યું કે, આ ચૂંટણી જો બાઇડેન અને મારા માટે વધુ મહત્વની છે. આ અમેરિકાની આત્મા અને તેના માટે લડવાની અમારી ઈચ્છા વિશે છે. અમારે આગળ ઘણા કામ છે. આવો શરૂ કરીએ. 

મહત્વનું છે કે 55 વર્ષના કમલા હેરિસના માતા ભારતીય મૂળના છે. તેમના પિતા જમૈકા મૂળના છે. તેઓ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે નોમિનેટ થનાર ભારતીય મૂળના પ્રથમ અમેરિકી છે. અમેરિકામાં સર્વોચ્ચ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા હશે. હેરિસ આ પદ પર પહોંચનાર પ્રથમ દક્ષિણ એશિયન મહિલા હશે. 

US Election: ટ્રમ્પ હાર્યા, જો બાઇડેન બનશે અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More