Home> World
Advertisement
Prev
Next

US સૈનિકના વાયરલ થયેલા Video થી દુનિયા થઈ સ્તબ્ધ, કહ્યું- કાબુલમાં 'આપણે ગડબડ કરી નાખી'

અફઘાનિસ્તાન (Afghanistan) માં કાબુલ એરપોર્ટ પર થયેલા આત્મઘાતી બોમ્બ ધડાકામાં 13 અમેરિકી સૈનિકો પણ માર્યા ગયા. આ હુમલા માટે એક અમેરિકી સૈનિકે જાહેરમાં નેતૃત્વને જવાબદારી લેવાની માગણી કરી નાખી. ત્યારબાદ આ મરીન કોર્પ્સ લેફ્ટેનન્ટ કર્નલને ડ્યૂટીથી મુક્ત કરી દેવાયો હોવાના મીડિયા રિપોર્ટ છે. 

US સૈનિકના વાયરલ થયેલા Video થી દુનિયા થઈ સ્તબ્ધ, કહ્યું- કાબુલમાં 'આપણે ગડબડ કરી નાખી'

નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) માં કાબુલ એરપોર્ટ પર થયેલા આત્મઘાતી બોમ્બ ધડાકામાં 13 અમેરિકી સૈનિકો પણ માર્યા ગયા. આ હુમલા માટે એક અમેરિકી સૈનિકે જાહેરમાં નેતૃત્વને જવાબદારી લેવાની માગણી કરી નાખી. ત્યારબાદ આ મરીન કોર્પ્સ લેફ્ટેનન્ટ કર્નલને ડ્યૂટીથી મુક્ત કરી દેવાયો હોવાના મીડિયા રિપોર્ટ છે. 

વાત જાણે એમ છે કે કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલામાં અમેરિકા અને અફઘાનિસ્તાનના લોકો માર્યા ગયા. આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટના ખુરાસાન ગ્રુપે લીધી. આ હુમલા પછી એક અમેરિકી સૈનિકનો વીડિયો પણ સામે આવ્યો. આ વીડિયોમાં લેફ્ટેનન્ટ કર્નલ સ્ટુઅર્ટ શેલરે અમેરિકાના રક્ષા સચિવ લોયડ ઓસ્ટિન, જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ માર્ક મિલે અને અન્ય લોકોને હુમલાની જવાબદારી લેવા માટે જણાવ્યું. સ્ટુઅર્ટે કહ્યું કે સ્વીકારવું જોઈએ કે 'આપણે ગડબડ કરી નાખી.'

Joe Biden એ આપી ચેતવણી, કાબુલ એરપોર્ટ પર આગામી 24થી 36 કલાકમાં થઈ શકે છે વધુ એક આતંકી હુમલો

ફેસબુક અને લિંક્ડઈન પર પોસ્ટ કરાયેલા લગભગ પાંચ મિનિટના આ વીડિયોમાં સ્ટુઅર્ટ શેલરે  કહ્યું કે 'હાલ સોશિયલ મીડિયા પર લોકો પરેશાન છે. યુદ્ધના મેદાનમાં મરીને કોઈને નિરાશ કર્યા નથી'. તેમણે વધુમાં કહ્યું કે 'લોકો પરેશાન છે કારણ કે તેમના વરિષ્ઠ નેતાઓએ તેમને નિરાશ કર્યા છે અને તેમનામાંથી કોઈ પણ હાથ ઉઠાવી રહ્યું નથી કે જવાબદારી સ્વીકારી રહ્યા નથી.' 

સ્ટુઅર્ટ શેલરે કહ્યું કે તે જાણે છે કે આમ કરીને તે પોતાની 17 વર્ષની કારકિર્દીને જોખમમાં નાખી રહ્યો છે. પરંતુ તે મજબૂર છે, તેમણે કહ્યું કે હું 17 વર્ષથી લડી રહ્યો છું, હું મારા વરિષ્ઠ નેતાઓ પાસે જવાબદારીની માંગણી કરું છું. લેફ્ટેનન્ટ કર્નલ શેલરે કહ્યું કે ગુરુવારે ISIS-K ના હુમલામાં માર્યા ગયેલા મરીનમાંથી એક સાથે તેનો વ્યક્તિગત સંબંધ હતો. લોકોને બહાર કાઢતા પહેલા બગરામ એરબેસને સુરક્ષિત ન કરવું એ એક મોટી રણનીતિક ભૂલ હતી. 

જુઓ Video

લેફ્ટેનન્ટ કર્નલ શેલરની આ પોસ્ટ બાદ વિભાગે તેમના પર 'એક્શન' લેતા તેમને પોતાના કર્તવ્યોમાંથી મુક્ત કરી દીધા. મરીન કોર્પ્સના પ્રવક્તાએ ડેઈલી મેઈલને એક નિવેદનમાં જણાવ્યું કે લેફ્ટેનન્ટ કર્નલ સ્ટુઅર્ટ શેલરને સ્કૂલ ઓફ ઈન્ફેન્ટ્રી ઈસ્ટના કમાન્ડિંગ ઓફિસરે વિશ્વાસ તોડવા અને આદેશ ન માનવાના પગલે કમાન્ડથી મુક્ત કરી દીધા.અત્રે જણાવવાનું કે  આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ ગયો છે.  

Kabul Airport પર પાણીની એક બોટલની કિંમત 3000 રૂપિયા, એક પ્લેટ ભાતના 7500 રૂપિયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More