Home> World
Advertisement
Prev
Next

Israel Hamas War: અત્યંત હ્રદયદ્રાવક સ્થિતિ! કેમ પીરિયડ રોકવા માટે મહિલાઓ ગોળીઓ ખાઈ રહી છે?

Israel Hamas war Latest News: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે જે જંગ છેડાઈ છે તેમાં કોઈના માટે જમીનની લડાઈ છે તો કોઈના માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની કવાયત છે. જમીન અને અસ્તિત્વની લડાઈમાં બંને પક્ષે લોહી વહી રહ્યું છે. બંને તરફ તણાવ છે. સૌથી વધુ અસર મહિલાઓ અને બાળકો પર પડી રહી છે.

Israel Hamas War: અત્યંત હ્રદયદ્રાવક સ્થિતિ! કેમ પીરિયડ રોકવા માટે મહિલાઓ ગોળીઓ ખાઈ રહી છે?
Updated: Nov 01, 2023, 09:04 AM IST

Israel Hamas war Latest News: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે જે જંગ છેડાઈ છે તેમાં કોઈના માટે જમીનની લડાઈ છે તો કોઈના માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની કવાયત છે. જમીન અને અસ્તિત્વની લડાઈમાં બંને પક્ષે લોહી વહી રહ્યું છે. બંને તરફ તણાવ છે. સૌથી વધુ અસર મહિલાઓ અને બાળકો પર પડી રહી છે. હમાસના આતંકીઓ વિરુદ્ધ ઈઝરાયેલનું અભિયાન ચાલુ છે અને તેની અસર ગાઝાપટ્ટી પર સ્પષ્ટ જોવા મળી રહી છે. લડાઈના કારણે ગાઝાના વિસ્તારોમાં વીજળી કે પાણી નથી. પાણી ન હોવાના કારણે સમુદ્રના ખારા પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે શરણાર્થી કેમ્પોમાં એટલી ભીડ છે કે મહિલાઓને પ્રાઈવસી પણ મળતી નથી અને તેના કારણે પીરિયડને રોકવા માટે પિલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. 

પીરિયડ રોકવા માટે પિલ્સ

પીરિયડ રોકવા માટે પિલ્સ ખાઈ શકાય છે પરંતુ જંગના કારણે, પ્રાઈવસી ન મળવાના કારણે પિલ્સ ખાવા માટે મહિલાઓએ મજબૂર થવું પડે તો સ્થિતિની ગંભીરતા સમજી શકાય. અહીં અમે એક પેલેસ્ટાઈનની મહિલા સલમા વિશે વાત કરીશું. જો કે સલમા જેવી હજારો મહિલાઓની પરેશાની આ પ્રકારની છે. પરેશાનીનું કારણ પ્રાઈવસી ન મળવી અને પ્રાઈવસી ન મળવાના કારણે પીરિયડ રોકવા માટે પિલ્સ ખાવાની મજબૂરી. હકીકતમાં લડાઈના કારણે ગાઝાપટ્ટીમાં સેનેટરી નેપકિન્સ, ટેપૂન્સની અછત થઈ ગઈ છે. તેના કારણે પરેશાન મહિલાઓએ પીરિયડ રોકવા માટે પિલ્સ ખાવા માટે મજબૂર થવું પડ્યું છે. જો કે આ મહિલાઓને એ બરાબર ખબર છે કે પિલ્સની સાઈડ ઇફેક્ટ શું છે. 

સલમા તો ફક્ત ઉદાહરણ છે
ગાઝાના તેલ અલ હવા શહેર પર જ્યારે ઈઝરાયેલે બોમ્બ વરસાવ્યા તો સલમાએ ઘર છોડવા માટે મજબૂર થવું પડ્યું. તે હાલ સેન્ટ્રલ ગાઝાના ડેર અલ બલાહ  કેમ્પમાં રહે છે. સલમાના જણાવ્યાંમુજબ તેના જેવી હજારો મહલાઓના દિલ અને દિમાગમાં ડરે પોતાની જગ્યા બનાવી છે. દરરોજ ડિપ્રેશનના દોરમાંથી પસાર થવું પડે છે. તેને ઓક્ટોબર મહિનામાં બેવાર પીરિયડ આવ્યા અને હેવી બ્લિડિંગ થયું હતું. તે નજીકની કેમિસ્ટની દુકાને ગઈ અને સેનેટરી નેપકિન્સ માંગ્યા. દુકાનદારનો જવાબ હતો કે સેનેટરી નેપકિન્સની જગ્યાએ તમે પીરિયડ માટે પિલ્સ લઈ શકો છો અને તેણે મજબૂરીમાં પિલ્સ લેવી પડી. 

આવી જ કઈક પરેશાનીનો ઉલ્લેખ રૂબા સિફ પણ કરે છે. તેનું કહેવું છે કે બાથરૂમમાં પાણી આવતું નથી. દવાની દુકાનો પર સેનેટરી નેપકિન્સ નથી, આ પ્રકારના હાલાતમાં તેમની પાસે બીજો કોઈ રસ્તો નથી. તેમના માટે મેન્સ્ટ્રુઅલ કેમ્પને સહન કરવું અશક્ય છે. આથી પીરિયડ રોકવા માટે પિલ્સની મદદ લેવી પડી રહી છે. જ્યારે ડોક્ટરોનું કહેવું છે કે પીરિયડ પીલ્સ ખાવાના અનેક નુક્સાન છે. જેમ કે નેચરલ હોર્મોન્સ સાઈકલ બગડી શકે છે. પેટમાં દુખાવો, ઉબકા સામાન્ય વાત છે. 

લગભગ 14 લાખ લોકો પર અસર
લડાઈના  કારણે લગભગ 14 લાખ લોકો ગાઝામાં એક વિસ્તારથી બીજા વિસ્તારમાં વિસ્થાપિત થઈ ચૂક્યા છે. યુએનના બનેલા શરણાર્થી કેમ્પોમાં આશરો લીધેલો છે. કેમ્પોમાં એક રૂમમાં સેંકડોની સંખ્યામાં લોકો છે. આ બધા કારણ બાળકો અને મહિલાઓ પર સૌથી વધુ અસર પડી છે. પાણી ઓછું છે અને આથી તેમણે સમુદ્રના પાણીથી વાસણો ધોવા પડી રહ્યા છે. આ લડાઈમાં અત્યાર સુધીમાં 8500 પેલેસ્ટાઈનના નાગરિકો માર્યા ગયા હોવાનું કહેવાય છે. જેમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા સૌથી વધુ છે. ઉત્તર ગાઝામાં રહેતા લોકોને ઈઝરાયેલ સતત ચેતવણી આપી રહ્યું છે કે તેઓ મધ્ય અને દક્ષિણ ગાઝા તરફ જતા રહે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે