Home> World
Advertisement
Prev
Next

Israel Hamas War: હમાસ વિરુદ્ધ જંગમાં ઈઝરાયેલ સાથે કુકી, દુશ્મનો માટે કાળ સાબિત થઈ રહ્યા છે

200થી વધુ કુકુ સમુદાયના યોદ્ધાઓ ઈઝરાયેલ સાથે છે. મણિપુર અને મિઝોરમના કુકી સમુદાયથી આવતા 200 યોદ્ધાઓ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) ના જવાન છે.

Israel Hamas War: હમાસ વિરુદ્ધ જંગમાં ઈઝરાયેલ સાથે કુકી, દુશ્મનો માટે કાળ સાબિત થઈ રહ્યા છે

પેલેસ્ટાઈનમાં રહેતા હમાસના આતંકીઓ વિરુદ્ધ જંગમાં ઈઝરાયેલ એકલું નથી. તેને ભારતનું પણ સમર્થન છે. આવું અધિકૃત રીતે ભારત સરકાર નથી કહેતી પરંતુ આ સત્ય છે. 200થી વધુ કુકી સમુદાયના યોદ્ધાઓ ઈઝરાયેલ સાથે છે. મણિપુર અને મિઝોરમના કુકી સમુદાયથી આવતા 200 યોદ્ધાઓ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) ના જવાન છે. જેમની જીત માટે  ભારતમાં પણ પ્રાર્થના થઈ રહી છે. કુકી યોદ્ધાઓ IDF નો ભાગ છે જેને હમાસના આતંકીઓ તરફથી કરાયેલી હિંસાની ભયાનક કાર્યવાહીનો જવાબ આપવાનું કામ સોંપવામાં આવ્યું છે. 

હમાસ વિરુદ્ધ ઈઝરાયેલની સૈન્ય પ્રતિક્રિયા પર વૈશ્વિક મીડિયામાં ચર્ચા ફક્ત ઈઝરાયેલની છે પરંતુ ભારતા પણ યોદ્ધાઓ ઈઝરાયેલ સાથે છે. ઈઝરાયેલના 3,60,000 સૈનિક રિઝર્વમાં 206 સૈનિકોના મૂળિયા મણિપુર અને મિઝોરમ છે. કુકી સમુદાયના લગભગ 5000 સભ્યો ઈઝરાયેલમાં રહે છે. ઈઝરાયેલ સરકાર તેમને ખોવાયેલા યહુદી જનજાતિ માને છે. તેમના માટે ઈઝરાયેલના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે. 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ જ્યારે હમાસના યોદ્ધાઓ ઈઝરાયેલમાં દાખલ  થયા તો સૌથી પહેલા આ સમુદાય સૌથી વધુ પ્રભાવિત થયો. કુકી ગાઝા નજીક એક શહેર સ્દેરોટમાં રહે છે. આ શહેરમાં હમાસના આતંકીઓએ સૌથી વધુ તબાહી મચાવી છે. જે પણ સામે આવ્યા તે તબાહ થઈ ગયા. એક પરિવાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો. 

આ સમુદાયને હિબ્રુમાં બેની મેનાશે કહે છે. તેનો અર્થ મનશ્શેના સંતાન એમ થાય છે. શાવેઈ ઈઝરાયેલ એક એનજીઓ છે જે ખોવાયેલી જનજાતિ નીતિ હેઠળ યહુદી સમુદાયોને ઈઝરાયેલમાં એન્ટ્રી આપે છે. મેનાશે જોસેફપહેલા પુત્ર હતા જેમને યહુદી ધર્મના પહેલા પયગંબર કહેવામાં આવે છે. 

27 વર્ષ પહેલા કુકુ થયા હતા નિષ્કાસિત
શોવેઈ ઈઝરાયેલના જણાવ્યાં મુજબ બેની મેનાશે ઈઝરાયેલની 10 ખોવાયેલી જનજાતિઓમાંથી એના વંશજ છે. તેમને 27 સદીઓ પહેલા અસીરિયન સામ્રાજ્યએ નિર્વાસિત કર્યા હતા. તેમના પૂર્વજ સદીઓ સુધી મધ્ય એશિયા અને પૂર્વના આંતરિયાળ વિસ્તારોમાં ઘૂમતા રહ્યા હતા. તેઓ મ્યાંમાર, બાંગ્લાદેશ, અને પૂર્વોત્તરમાં પછીથી જઈને વસ્યા હતા. 

ઈઝરાયેલને નામ છે જિંદગી
બેની મેનાશે કાઉન્સિલ, ભારતના અધ્યક્ષ લાલમ હેંગશિંગના જણાવ્યાં મુજબ ભારતમાં તેમના સમુદાયના લગભગ 5000 લોકો મણિપુરમાં રહે છે. જ્યારે મિઝોરમમાં 1000 લોકો રહે છે. હેંગશિંગે કહ્યું કે મણિપુર જાતીય હિંસાએ આ સમુદાયના અનેક કુકીને વિસ્થાપિત કર્યા છે. લાલમ હેંગશિંગે કહ્યું કે આ કુકીઓનો ઈઝરાયેલ પ્રવાસ ધીરે ધીરે થયો છે. 5000 લોકોએ 30 વર્ષમાં યાત્રા કરી છે. 

કુકી સમુદાયના ડઝન જેટલા યોદ્ધાઓ આઈડીએફમાં નિયમિત સૈનિક છે. મણિપુરમાં કુકી સમુદાયના કેટલાક લોકો પોતાના મૂળિયા ઈઝરાયેલી જનજાતિઓ સાથે જોડે છે. તેમનું કહેવું છે કે સદીઓથી પીડિત રહે છે. બનેઈ મેનાશેના 188 સભ્યો ચે જે હવે ઈઝરાયેલ પર કુરબાન થવા માટે હંમેશા તૈયાર રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More