Home> World
Advertisement
Prev
Next

સૌથી મોટા ડ્રગ્સ અને સેક્સ સ્કેન્ડલનો ખુલાસો, 5500 વિદ્યાર્થિનીઓનો અશ્લીલ વીડિયો આવ્યા સામે!

Islamia University Bahawalpur Pakistan: જોકે આ કૌભાંડ સાથે જોડાયેલા અલગ-અલગ વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાંથી એકમાં એક છોકરી કારની ડીક્કીમાંથી બહાર નીકળીને એક ઘર તરફ જતી જોવા મળે છે. એક વ્યક્તિ આ છોકરીને લઈને આવે છે અને ઘટનાનો વીડિયો બનાવવામાં આવે છે.

સૌથી મોટા ડ્રગ્સ અને સેક્સ સ્કેન્ડલનો ખુલાસો, 5500 વિદ્યાર્થિનીઓનો અશ્લીલ વીડિયો આવ્યા સામે!

Pakistan Drugs and Sex Scandal: આ મામલો પાકિસ્તાનની ઈસ્લામિયા યુનિવર્સિટી બહાવલપુરનો છે, પોલીસના જણાવ્યા અનુસાર યુનિ, ડ્રગ્સ અને યૌન શોષણનો અડ્ડો બની ગઈ છે. તપાસમાં આરોપીના મોબાઈલમાંથી અનેક પુરાવાઓ મળી આવ્યા છે, જેમાં અશ્લીલ વીડિયો સાથેની ઘણી વોટ્સએપ ચેટ છે, જે સાબિત કરે છે કે આ ગંદી ગેમ ઘણા વર્ષોથી ચાલી રહી હતી.

ગટરમાં પણ પડી હોય આ વસ્તુઓ તો લઇ લેજો, કારણ કે ચપટીમાં ચમકી જશે નસીબ!
પર્સમાં આ વસ્તુ રાખશો તો મા લક્ષ્મી થઇ જશે નારાજ, ગરીબી ઘર કરી જશે, દેવુ વધશે
ધનના મામલે યાદગાર રહેશે ઓગસ્ટ, વરસશે એટલા રૂપિયા કે ગણી ગણીને થાકી જશો

પાકિસ્તાનમાં મોટું સેક્સ સ્કેન્ડલ સામે આવ્યું છે. તેને દુનિયાનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ પણ કહેવામાં આવી રહ્યું છે, જેમાં 5500 કોલેજીયન યુવતીઓના પોર્નોગ્રાફિક વીડિયો મળી આવ્યા છે. પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થીનીઓને સુરક્ષિત રાખવાની જવાબદારી તેમની નથી. પાકિસ્તાનનું આ કૌભાંડ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યું છે. બીજી તરફ, પાકિસ્તાનના ઉચ્ચ શિક્ષણ આયોગ (HEC) એ ઇસ્લામિયા યુનિવર્સિટી બહાવલપુર (IUB) કૌભાંડની તપાસ કરવા માટે એક ઉચ્ચ સત્તાવાળી સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે, જેમાં ત્રણ વાઇસ ચાન્સેલર અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે.

Health Tips: હાથમાંથી છૂટતો નથી મોબાઇલ, તો થઇ જજો સાવધાન, ભારે પડી શકે છે આ ટેવ
સોનાની નગરી સાંભળ્યું હશે પણ આ છે સુવર્ણ જંગલ, સૂરજની રોશનીથી ચમકે છે સોનાની ખાણો

જોકે આ કૌભાંડ સાથે જોડાયેલા અલગ-અલગ વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાંથી એકમાં એક છોકરી કારની ડીક્કીમાંથી બહાર નીકળીને એક ઘર તરફ જતી જોવા મળે છે. એક વ્યક્તિ આ છોકરીને લઈને આવે છે અને ઘટનાનો વીડિયો બનાવવામાં આવે છે. આ પીડિત છોકરી એવી હજારો છોકરીઓમાંથી એક છે જેને પહેલા નશાની લત બનાવવામાં આવી હતી, પછી અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ કરીને તેમની પાસેથી ગંદુ કામ કરાવવામાં આવતું હતું.

રક્ષા મંત્રીની ચેતવણીથી પાકિસ્તાન નારાજ
આ મામલો પાકિસ્તાનની ઈસ્લામિયા યુનિવર્સિટી બહાવલપુરનો છે, એજાઝ હુસૈન નામનો વ્યક્તિ આ સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી છે, જેની ગેંગ અશ્લીલ વીડિયો બનાવીને હજારો છોકરીઓનું શોષણ કરતી હતી.

આ તારીખે છે પદ્મિની એકાદશી, આ એક કામ કરવાથી મળશે જીવનની સૌથી મોટી ખુશી!
ગરમીમાં પોલીસવાળાએ પહેર્યું 'AC જેકેટ', લોકોએ કહ્યું- આ તો જાપાની જુગાડ છે...

આ રીતે બહાર આવ્યું હતું કૌભાંડ 
ઇસ્લામિયા યુનિવર્સિટી બહાવલપુરના ડિરેક્ટર ફાયનાન્સ અબુ બકરની ધરપકડ પછી પોલીસને આટલા મોટા સેક્સ સ્કેન્ડલની જાણ થઈ અને 28 જૂને એક યુવતી સાથે શંકાસ્પદ હાલતમાં પકડાયો. તપાસમાં તેની પાસેથી 10 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. તેના મોબાઈલમાં હજારો અશ્લીલ વીડિયો મળી આવ્યા હતા, જેના દ્વારા તે કોલેજની યુવતીઓનું શોષણ કરતો હતો. આ પછી રિટાયર્ડ મેજર એજાઝ હુસૈન પકડાયા હતા, જે કોલેજના સુરક્ષા અધિકારી છે.

અત્યાર સુધીમાં 3 લોકોની કરવામાં આવી છે ધરપકડ
આ કેસમાં અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ધંધો ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. એજાઝ હુસૈનના કહેવા પર તે છોકરીઓને ટાર્ગેટ કરવામાં આવી હતી જેઓ ઘરની બહાર કાઢી મુકવામાં આવી હતી અને ગરીબ હતી. આવી છોકરીઓને સ્કોલરશીપની લાલચ આપી ફી માફ કરવાના બહાને ફસાવાઈ હતી. પોલીસને અત્યાર સુધીમાં 5500 વિદ્યાર્થીનીઓના વીડિયો મળ્યા છે. પોલીસવાળા કહી રહ્યા છે કે છોકરીઓને બચાવવાનું કામ અમારું નથી.

યુનિવર્સિટીમાંથી ડ્રગ્સના સામે આવ્યા છે અનેક કિસ્સા 
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં આવા ઘણા મામલા સામે આવ્યા છે. પરંતુ દર વખતે યુનિવર્સીટીનું સન્માન ટાંકીને આરોપીઓના દુષ્કર્મ પર પડદો પડતો હોય છે. પાકિસ્તાનની બહાવલપુર યુનિવર્સિટીમાં 113 વિદ્યાર્થીઓના ડ્રગ્સનો રેકોર્ડ સામે આવ્યો છે. પરંતુ આ પછી પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આનું પરિણામ સૌની સામે છે. અહીં છોકરીઓને ડ્રગ્સ આપીને અને તેનો અશ્લીલ વીડિયો બનાવીને તેમની સાથે અત્યાચાર કરવામાં આવે છે.

દારૂથી પણ વધુ નશો કરે છે લાલ મધ, દુનિયાભરમાં ખૂબ છે ડિમાન્ડ, ફક્ત અહીં મળે છે
દુનિયાના આ દેશમાં મફતમાં કરી છો અભ્યાસ, તમે પણ પેક કરી દો બોરિયા-બિસ્તરા!
Web Series: આ 10 વેબસિરિઝ નથી જોઇ તો તમારી યુવાની છે નકામી, બોલ્ડનેસના મામલે પડાવે છે બૂમ

શિક્ષણ ક્ષેત્ર પીડિત છે: HEC ચેરમેન
ન્યૂઝ એજન્સી અનુસાર, એચઈસીના અધ્યક્ષ મુખ્તાર અહેમદે નેશનલ એસેમ્બલીની સ્ટેન્ડિંગ કમિટીને જણાવ્યું કે યુનિવર્સિટીમાં થયેલા કૌભાંડને કારણે શિક્ષણ ક્ષેત્રને નુકસાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આજે અમે આ ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિને જાણ કરીશું, જે તપાસ પૂર્ણ કરવા માટે યુનિવર્સિટીમાં થોડા દિવસો સુધી રહેશે. દેશમાં 253 યુનિવર્સિટીઓ (જાહેર અને ખાનગી બંને) છે અને વિદ્યાર્થીઓ આ મુદ્દાને કારણે પરેશાન છે.

યુનિવર્સિટીના તમામ ડીનનું ફોરેન્સિક ઓડિટ થવું જોઈએઃ ડેપ્યુટી રજિસ્ટ્રાર
ડેપ્યુટી રજીસ્ટ્રારે સમિતિને જણાવ્યું કે IUBના મુખ્ય સુરક્ષા અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેઓ ન્યાયિક રિમાન્ડ પર છે. સમિતિએ IUBના મેનેજમેન્ટને આગામી બેઠકમાં વિગતો સબમિટ કરવા નિર્દેશ આપ્યો હતો. સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં યુનિવર્સિટી મેનેજમેન્ટે સંપૂર્ણ તપાસ કરવી જોઈતી હતી, પરંતુ તે તેમ કરવામાં નિષ્ફળ રહી હતી. સભ્યોએ કહ્યું કે સમિતિએ આ બાબતની તપાસ માટે ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સામેલ કરવી જોઈએ, તેમણે ઉમેર્યું હતું કે યુનિવર્સિટીના તમામ ડીનનું ફોરેન્સિક ઓડિટ FIA સાયબર વિંગ દ્વારા કરવામાં આવે.

કોઇલ કે મચ્છર અગરબત્તીથી નહી પણ આ 5 સુંદર છોડ વડે ભગાડો મચ્છર, જાણો નામ
Benefits of Banana: આ રીતે કરો કેળાનું સેવન, યાદશક્તિ અને આંખોની રોશની વધશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More