Home> World
Advertisement
Prev
Next

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ ખામનેઈ પણ હવે Twitter પર, હિન્દીમાં બનાવ્યું Twitter હેન્ડલ

ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતોલ્લાહ સૈય્યદ અલી ખામનેઈ (Ayatollah Sayyid Ali Khamenei)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોતાની હાજરી નોંધાવી દીધી છે જેમાં તેમણે હિન્દીમાં પણ પોતાનું ટ્વિટર હેન્ડલ બનાવ્યું છે. ખામનેઈના નવા હિન્દી ટ્વિટર એકાઉન્ટથી હાલ બે ટ્વિટ કરાઈ છે જે હિન્દીમાં છે. એટલું જ નહીં તેમનો પરિચય પણ હિન્દીમાં જ લખેલો છે. 

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ ખામનેઈ પણ હવે Twitter પર, હિન્દીમાં બનાવ્યું Twitter હેન્ડલ

તેહરાન: ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતોલ્લાહ સૈય્યદ અલી ખામનેઈ (Ayatollah Sayyid Ali Khamenei)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોતાની હાજરી નોંધાવી દીધી છે જેમાં તેમણે હિન્દીમાં પણ પોતાનું ટ્વિટર હેન્ડલ બનાવ્યું છે. ખામનેઈના નવા હિન્દી ટ્વિટર એકાઉન્ટથી હાલ બે ટ્વિટ કરાઈ છે જે હિન્દીમાં છે. એટલું જ નહીં તેમનો પરિચય પણ હિન્દીમાં જ લખેલો છે. 

ખામનેઈએ અન્ય ભાષાઓ જેમ કે પર્સિયન, અરબી, ઉર્દૂ, ફ્રેન્ચ, સ્પેનિશ, રશિયા અને અંગ્રેજી ભાષામાં પણ અલગ અલગ ટ્વિટર હેન્ડલ બનાવ્યાં છે. ખામનેઈના ટ્વિટર હેન્ડલ પર ઓછા સમયમાં જ 2200થી વધુ ફોલોઅર્સ  થઈ ગયા છે. 

અયાતોલ્લાહ ખામનેઈ શિયા ધર્મગુરુ હોવાની સાથે જ 1989થી ઈરાનના સર્વોચ્ચ નેતા પણ છે. અયાતોલ્લાહ ખામનેઈ 1981થી 1889 સુધી ઈરાનના રાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે. નોંધનીય છે કે ખામનેઈના નેતૃત્વમાં ઈરાન અને અમેરિકામાં ખુબ ખેંચતાણ રહે છે. હાલના સમયમાં બંને દેશો અનેકવાર યુદ્ધને કગાર પણ આવી ગયેલા જોવા મળ્યાં છે. 

જુઓ LIVE TV

ફારસની ખાડીમાં ઈરાન સતત સૈન્ય અભ્યાસ કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કરતું રહ્યુ છે. જો કે ઈરાન પર આરોપ લાગે છે કે તે આરબ દેશો વચ્ચે શિયા સંગઠનોને આર્થિક મદદ કરે ચે જેમાંથી કેટલાક પર આતંકવાદ ફેલાવવાનો આરોપ પણ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More