Home> World
Advertisement
Prev
Next

હવે ઈરાનમાં હિજાબ વિરોધી સરકારનું શાસન, જાણો મસૂદ પેઝેશ્કિયન કેવી રીતે બન્યા નવા રાષ્ટ્રપતિ

ઈરાનમાં રિફોર્મિસ્ટની સત્તા આવી છે. ઇબ્રાહિમ રઈસીના હેલિકોપ્ટર ક્રેશમાં નિધન બાદ સમય પહેલા ચૂંટણીમાં કટ્ટરપંથીની હાર થઈ છે. મસૂદ પઝેશ્કિયાન હવે ઈરાનની આગામી રાષ્ટ્રપતિ હશે. 

હવે ઈરાનમાં હિજાબ વિરોધી સરકારનું શાસન, જાણો મસૂદ પેઝેશ્કિયન કેવી રીતે બન્યા નવા રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઈરાનના ઈતિહાસમાં પહેલી વખત હિજાબનો રિવાજ હટાવવાના નામે કોઈ નેતા ચૂંટણી જીત્યા છે.. જી હાં, ઈરાનમાં અમેરિકાના કટ્ટર વિરોધી મસૂદ પેઝેશ્કિયન નવા રાષ્ટ્રપતિ બન્યા છે.. મસૂદ પેઝેશ્કિયને કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતોથી હરાવ્યા છે.. વ્યવસાયે હાટ સર્જન અને લાંબા સમયથી સાંસદ રહી ચૂકેલા મસૂદ પેઝેશ્કિયન કેવી રીતે બન્યા ઈરાનના નવા રાષ્ટ્રપતિ,, જુઓ આ રિપોર્ટમાં..

જી હાં, ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે.. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા.. ઈરાનમાં શુક્રવારે બીજા તબક્કાનું મતદાન થયું, જેમાં લગભગ 3 કરોડ લોકોએ મતદાન કર્યું હતું.. ઈરાનના રાજ્ય મીડિયા IRNA અનુસાર, પઝેશ્કિયનને 1.64 કરોડ મત મળ્યા.. જ્યારે જલીલીને 1.36 કરોડ મત મળ્યા.. 5 જુલાઈએ 16 કલાક સુધી ચાલેલા મતદાનમાં દેશના લગભગ 50% એટલે કે, 3 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું હતું..
સત્તાવાર સમય અનુસાર, મતદાન સાંજે 6 વાગ્યે સમાપ્ત થવાનું હતું.. જોકે બાદમાં તેને મધરાત 12 સુધી લંબાવી દેવામાં આવ્યું હતું.. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું 19 મેના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.. આ પછી દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.. આ પહેલાં ઈરાનમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં રાયસી ફરીથી દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા..

મસૂદ પેઝેશ્કિયન હિજાબનો વિરોધ કરે છે
તબરીઝના સાંસદ પેઝેશ્કિયનને સૌથી ઉદારવાદી નેતા તરીકે ઓળખવામાં આવે છે.. 
લોકો પેઝેશ્કિયનને એક સુધારાવાદી તરીકે જોઈ રહ્યા છે.. 
તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ હસન રુહાનીના નજીકના માનવામાં આવે છે..
પેઝેશ્કિયન પૂર્વ સર્જન છે અને હાલમાં દેશના આરોગ્યમંત્રી છે.. 
તેમણે ચર્ચાઓમાં ઘણી વખત હિજાબનો વિરોધ કર્યો છે..
પેઝેશ્કિયન પહેલીવાર 2006માં તબરીઝથી સાંસદ બન્યા હતા.. 
તેઓ અમેરિકાને પોતાનો દુશ્મન માને છે.
.

ભલે મસૂદ પેઝેશ્કિયાનને સુધારાવાદી નેતા તરીકે ઓળખવામાં આવે, પરંતુ રાષ્ટ્રપતિ તરીકે સત્તા સાંભળ્યા બાદ તેમની સામે મોટા પડકારો છે.. તેમનો સૌથી મોટો પડકાર પશ્ચિમી દેશો સાથેના સંબંધો સુધારવાનો હશે. જ્યારથી ઈરાને પરમાણુ હથિયારો મેળવવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે ત્યારથી તેના પશ્ચિમી દેશો સાથેના સંબંધો બગડ્યા છે. ઈરાન પર ઘણા પ્રકારના પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યા છે. જેના કારણે તેની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે..

આ ચૂંટણીમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ભ્રષ્ટાચાર, પશ્ચિમી દેશોના પ્રતિબંધો, પ્રેસની સ્વતંત્રતા, સ્થળાંતર અટકાવવા જેવા નવા મુદ્દાઓ ચર્ચામાં છે.. સૌથી ચોંકાવનારો ચૂંટણી મુદ્દો હિજાબ કાયદાનો છે.. ઈરાનમાં હિજાબ વિરોધી ચળવળ અને સરકાર દ્વારા તેના પછીના દમનને કારણે 2022માં ઘણા મતદારોના મનમાં આ સૌથી મોટો મુદ્દો રહ્યો છે.. હિજાબ લાંબા સમયથી ધાર્મિક ઓળખનું પ્રતીક છે, પરંતુ તે ઈરાનમાં રાજકીય શસ્ત્ર પણ છે.. ઈરાનમાં 1979માં ઈસ્લામિક ક્રાંતિ બાદ હિજાબ કાયદો લાગુ કરવામાં આવ્યો.. ત્યારથી મહિલાઓ અલગ અલગ રીતે એનો વિરોધ કરી રહી છે.. ઈરાનના 6.1 કરોડ મતદારોમાંથી અડધાથી વધુ મહિલાઓ છે..

2011માં મસૂદ પેઝેશ્કિયાનને રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે નોંધણી કરાવી હતી, પરંતુ પછીથી તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.. પેઝેશ્કિયન ઈરાનમાં ફાઈનાન્શિયલ એક્શન ટાસ્કફોર્સને લાગુ કરવા અને પશ્ચિમી દેશો તરફથી આર્થિક પ્રતિબંધો દૂર કરવા નીતિઓ અપનાવવા પર ભાર મૂકે છે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More