Home> World
Advertisement
Prev
Next

ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતા સુનામીની લહેરોનું તાંડવ, 168 લોકોના મોત

ઈન્ડોનેશિયાના સૂંડા સ્ટ્રેટ (ખાડી)ની આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીના કારણે ઓછામાં ઓછા 20 લોકોના માર્યા ગયા હોવાના અહેવાલ છે. 

ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતા સુનામીની લહેરોનું તાંડવ, 168 લોકોના મોત
Updated: Dec 23, 2018, 01:09 PM IST

નવી દિલ્હી: ઈન્ડોનેશિયામાં આજે ફરી એકવાર સુનામીએ કહેર વર્તાવ્યો છે. જ્વાળામુખીમાં વિસ્ફોટ થતા સમુદ્રમાં સુનામીનું તાંડવ જોવા મળ્યું છે.એએફપી ન્યૂઝ એજન્સીએ અધિકારીઓને ટાંકીને મૃતકોનો આંકડો 168 જણાવ્યો છે.  આ સાથે જ અનેક લોકો ઘાયલ થયા છે. ગંભીરતા જોતા મૃતકોની સંખ્યા વધી શકે છે. કહેવાય છે કે જ્વાળામુખીના વિસ્ફોટ બાદ સમુદ્ર નીચે હલચલ થઈ અને તેનાથી સમુદ્રની નીચે ભૂસ્ખલન થયું. આ કારણે સુનામીની લહેરો ઉઠી અને કહેર વર્તાવ્યો. 

આ સુનામીની લહેરોએ શનિવારે લગભગ 9.30 વાગ્યે ઈન્ડોનેશિયાના દક્ષિણ સુમાત્રા અને પશ્ચિમ જાવાના સમુદ્રી વિસ્તારોમાં કહેર વર્તાવ્યો. તેની ચપેટમાં આવવાથી અનેક ઈમારતો પણ ક્ષતિગ્રસ્ત થઈ છે. અધિકારીઓએ આ સુનામી ક્રેકટો જ્વાળામુખીના ચાઈલ્ડ કહેવાતા અનક ક્રેકટો જ્વાળામુખ ફાટવાના કારણે આવ્યો હોવાનું અનુમાન લગાવ્યું છે. આ ઘટના બાદ ઈન્ડોનેશિયાની જિયોલોજિકલ એજન્સી તેની તપાસમાં લાગી છે. 

અત્રે જણાવવાનું કે આ અગાઉ સપ્ટેમ્બરમાં ઈન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપમાં આવેલા શક્તિશાળી ભૂકંપ અને તેનાથી ઊભી થયેલી સુનામીની ચપેટમાં આવવાથી અનેક લોકોના મોત થયા હતાં. મૃતાંક 832 સુધી પહોંચી ગયો હતો. અહીં 1.5 મીટર ઊંચી લહેરો ઊઠી  હતી. પાણી દ્વીપની અંદર ઘૂસી ગયું હતું. 

પૂર્વ ઈન્ડોનેશિયાના પાપુઆ પ્રાંતમાં 16 ડિસેમ્બરના રોજ 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પરંતુ સુનામીની ચેતવણી જો કે જારી કરાઈ નહતી. અમેરિકા ભૂગર્ભ સર્વેક્ષણના જણાવ્યાં મુજબ 16 ડિસેમ્બરના રોજ સ્થાનિક સમય મુજબ સાંજે 6.42 વાગે ભૂકંપ આવ્યો હતો. રાજધાની જયાપુરાથી દક્ષિણ પશ્ચિમમાં લગભગ 158 કિલોમીટર દૂર આવેલા ભૂકંપની ઊંડાઈ 61 કિલોમીટર હતી. 

દુનિયાના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે