Home> World
Advertisement
Prev
Next

ભારતીય શૂરવીરોએ ચીની સૈનિકોને દમ દેખાડી ખદેડી મૂક્યા, જાણો ચીને શું કહ્યું?

ભારત અને ચીન (India and China)  વચ્ચે પૂર્વ લદાખ (Ladakh) માં ફરીથી ઘર્ષણ (Clash)  થયું. લદાખમાં પેન્ગોંગ ઝીલ વિસ્તારમાં  ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આ ઘર્ષણ 29-30 ઓગસ્ટની રાતે થયું. ભારતીય સૈનિકોએ પણ ચીની સૈનિકોની આ ઘૂસણખોરી સામે જડબાતોડ જવાબ આપ્યો. આ ઘર્ષણમાં કોઈ પણ પ્રકારના નુકસાનના અહેવાલ નથી. ચીનની ચાલાકી જોઈને ભારતીય સેના સંપૂર્ણ અલર્ટ છે. ચુશુલ વિસ્તારમાં ચીની સૈનિકોની તૈયારીઓથી બરાબર માહિતગાર ભારતીય સૈનિકોએ 29/30 ઓગસ્ટની રાતે બરાબર કાર્યવાહી કરીને ચીની સૈનિકોને ખદેડી મૂક્યા. હવે આ ઝડપને લઈને ચીન સ્પષ્ટતા કરી રહ્યું છે. 

ભારતીય શૂરવીરોએ ચીની સૈનિકોને દમ દેખાડી ખદેડી મૂક્યા, જાણો ચીને શું કહ્યું?

નવી દિલ્હી: ભારત અને ચીન (India and China)  વચ્ચે પૂર્વ લદાખ (Ladakh) માં ફરીથી ઘર્ષણ (Clash)  થયું. લદાખમાં પેન્ગોંગ ઝીલ વિસ્તારમાં  ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આ ઘર્ષણ 29-30 ઓગસ્ટની રાતે થયું. ભારતીય સૈનિકોએ પણ ચીની સૈનિકોની આ ઘૂસણખોરી સામે જડબાતોડ જવાબ આપ્યો. આ ઘર્ષણમાં કોઈ પણ પ્રકારના નુકસાનના અહેવાલ નથી. ચીનની ચાલાકી જોઈને ભારતીય સેના સંપૂર્ણ અલર્ટ છે. ચુશુલ વિસ્તારમાં ચીની સૈનિકોની તૈયારીઓથી બરાબર માહિતગાર ભારતીય સૈનિકોએ 29/30 ઓગસ્ટની રાતે બરાબર કાર્યવાહી કરીને ચીની સૈનિકોને ખદેડી મૂક્યા. હવે આ ઝડપને લઈને ચીન સ્પષ્ટતા કરી રહ્યું છે. 

પેન્ગોંગમાં સૈન્ય ઝડપને લઈને ચીને કરી સ્પષ્ટતા!
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે ટ્વિટ કરીને ચીનના વિદેશ મંત્રાલય તરફથી અપાયેલી સ્પષ્ટતા શેર કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે ચીન-ભારત સરહદે તાજુ ઘર્ષણ? ચીની વિદેશ મંત્રાલયે સોમવારે કહ્યું કે ચીની સરહદી સૈનિકોએ હંમેશા વાસ્તવિક નિયંત્રણ રેખાનું કડકાઈથી પાલન કર્યું છે ્ને ક્યારેય લાઈન ક્રોસ કરી નથી. બંને દેશોની સરહદી સૈનિકો ટેરિટરી ઈશ્યુઝ પર સંપર્કમાં છે.

લદાખમાં ફરીથી ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને પાછળ ધકેલ્યા
સૂત્રોના જણાવ્યાં મુજબ ભારતીય સૈનિકોએ લીડ મેળવી છે અને એવી જગ્યાઓ પર મોરચો જમાવી લીધો છે જ્યાંથી તેઓ ચીની સૈનિકોને ભારે પડી રહ્યાં છે. રક્ષા મંત્રાલયે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે ચીની સૈનિકોએ LAC પાર કરવાની કોશિશ કરી જેના જવાબમાં ભારતીય સૈનિકોએ કાર્યવાહી કરી છે. અત્યાર સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી. 

હકીકતમાં પેન્ગોંગ ઝીલના દક્ષિણ કિનારે ચીની સૈનિકોની હરકતોનો ભારતીય સેનાએ વિરોધ કર્યો. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોની રિલીઝ મુજબ સેનાએ ચીની સૈનિકોને આગળ વધતા અટકાવ્યાં. બંને દેશોના બ્રિગેડિયર સ્તરના અધિકારી ચુશુલમાં વાતચીત કરી રહ્યાં છે. પરંતુ તણાવ ખાસ્સો વધી ગયો છે. લદાખમાં હાજર સૂત્રોનું કહેવું છે કે હાલાત કાબૂમાં છે અને બે દિવસ પહેલા થયેલી કાર્યવાહી બાદ જમીન પર ભારતીય સૈનિકોનું પલડું ભારે છે. 

ચીનની નાપાક હરકતનો બરાબર જવાબ અપાશે
સેનાના જણાવ્યાં મુજબ ભારતે ઘર્ષણવાળી જગ્યા પર પોતાની પોઝિશન મજબૂત કરી લીધી છે. સેનાના પીઆરઓ કર્નલ અમન આનંદ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે ભારતીય સેના વાતચીત દ્વારા શાંતિ સ્થાપવા માંગે છે પરંતુ પોતાના દેશની રક્ષા માટે પણ સેના સંપૂર્ણપણે તૈયાર છે. ચીનની કોઈ પણ નાપાક હરકતનો બરાબર જવાબ અપાશે. 

લદાખમાં ફરીથી ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ, મૃત ચીની સૈનિકોની કબરની VIRAL તસવીરો સાથે કનેક્શન?

ભારતીય સૈનિકોએ ચીની સેનાની કાર્યવાહી શરૂ થતા પહેલા જ તેને અટકાવી દીધી હતી અને ભારતીય સૈનિકો હવે પહેલા કરતા સારી રીતે મોરચો સંભાળીને બેસી ગયા છે. ગત અઠવાડિયે ચીની સૈનિકોની ગતિવિધિઓ પૂર્વ કિનારા તરફ વધી ગઈ હતી જેના પર ભારતીય સેનાની બરાબર નજર હતી. આથી ચીન તરફથી કાર્યવાહી શરૂ થસા પહેલા જ ભારતીય સેના (Indian Army)એ કાર્યવાહીની શરૂઆત કરી દીધી. 

ચીની સેનાએ પેન્ગોંગ ઝીલના પશ્ચિમી કિનારે મે મહિનામાં ઘૂસણખોરી કરી હતી અને ફિંગર 4 સુધીના વિસ્તાર પર કબ્જો જમાવી લીધો હતો. છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયથી બંને દેશોની સેનાઓ એકબીજા સામે અડીખમ છે. અહીંથી ચુશુલનો રસ્તો જાય છે જે ભારતીય સેના માટે ખુબ મહત્વપૂર્ણ છે. ચુશુલથી જ ડેમચોક, કોઈલ, હનલે જેવા ગામનો રસ્તો જાય છે જ્યાં ચીની સેના છાશવારે ઘૂસણખોરીની કોશિશ કરે છે. 

ચુશુલમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રિપ છે અને સેનાનું મહત્વપૂર્ણ મુખ્યાલય છે. પૂર્વ કિનારાનું મહત્વ એટલા માટે વધુ છે કારણ કે અહીંથી તિબ્બત જવા માટે અનેક પહોળા રસ્તા છે જ્યાંથી ટેન્ક કે બખ્તરબંધ ગાડીઓ પણ જઈ શકે છે. 

લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More