Home> World
Advertisement
Prev
Next

હિન્દુ-બૌદ્ધ ધર્મવાળો દેશ માલદીવ કેવી રીતે બની ગયું એક મુસ્લિમ રાષ્ટ્ર? ઈતિહાસ પર ફેરવો નજર

શું તમને ખબર છે કે શરૂઆતમાં માલદીવમાં હિન્દુ અને બૌદ્ધ ધર્મનો ફેલાવો હતો. પહેલા આ દેશ પર હિન્દુ રાજાઓનું શાસન હતું. 12મી સદીમાં એવું તે શું થયું કે આ દેશ મુસ્લિમ રાષ્ટ્રમાં ફેરવાઈ ગયો. 

હિન્દુ-બૌદ્ધ ધર્મવાળો દેશ માલદીવ કેવી રીતે બની ગયું એક મુસ્લિમ રાષ્ટ્ર? ઈતિહાસ પર ફેરવો નજર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લક્ષદ્વીપને લઈને માલદીવ સાથે જે વિવાદ ચાલી રહ્યો છે તેની હાલ ચર્ચા છે. વાત જાણે એમ છે કે પીએમ મોદીએ લક્ષદ્વીપના પ્રવાસ દરમિયાન કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી જેને લઈને પાડોશી દેશ માલદીવના કેટલાક મંત્રીઓએ તેમના વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી, ભારત પર માલદીવને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ભારત શ્રીલંકા જેવા નાના દેશની જેમ પૈસા કમાવવાની કોશિશ કરી રહ્યો છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર #BoycottMaldives ટ્રેન્ડ કરી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે હિન્દ મહાસાગરમાં સ્થિત માલદીવ પર એક સમયે હિન્દુ રાજા શાસન કરતા હતા. 

માલદીવના ઈતિહાસ પર નજર ફેરવીએ તો ખબર પડે કે આ દેશ એક સમયે હિન્દુઓ અને બૌદ્ધ ધર્મને માનનારા લોકોનો દેશ હતો. માલદીવનો ઈતિહાસ 2500 વર્ષ કરતા પણ જૂનો છે. આ દેશના શરૂઆતના નિવાસી કદાચ ગુજરાતીઓ હતા જે લગભઘ 500 ઈસ પૂર્વ ભારતના કાલીબંગાથી શ્રીલંકા અને પછી માલદીવ પહોંચ્યા હતા. માલદીવના પહેલા રહીશો ધેવિસ નામથી ઓળખાતા હતા. 

ઈતિહાસનું માનીએ તો માલદીવમાં હિન્દુ રાજાઓનું શાસન રહ્યું છે. તમિલ ચોલ રાજાઓએ પણ થોડો સમય માલદીવ પર શાસન કર્યું હતું. તેનું પ્રમાણ અહીં નાવ નિર્માણની રીત અને ચાંદીના સિક્કાઓથી લગાવી શકાય. પરંતુ 12મી સદીમાં આ દેશમાં એક મોટો ફેરફાર શરૂ થયો અને અરબ વેપારીઓના આગમન બાદ આ દેશ ધીરે ધીરે એક મુસ્લિમ રાષ્ટ્રમાં ફેરવાઈ ગયો. આ અરબ વેપારીઓના પ્રભાવમાં આવીને અહીંના રાજા અને જનતાએ ઇસ્લામ ધર્મ સ્વીકારવાનું શરૂ કરી દીધુ. 

મળતી માહિતી મુજબ 20મી સદી સુધી માલદીવ પર 6 ઈસ્લામિક રાજવંશોની પેઢીઓએ રાજ કર્યું હતું. જ્યારે અંગ્રેજોએ પણ આ દેશ પર શાસન કર્યું. જ્યારે માલદીવને 1965માં આઝાદી મળી ત્યારે ભારત જ તેને માન્યતા આપનારો પહેલો દેશ હતો. જો કે ત્યાં સુધીમાં તો આ દેશ એક મુસ્લિમ દેશમાં ફેરવાઈ ચૂક્યો હતો. હવે અહીં અધિકૃત ધર્મ ઈસ્લામ છે. અહીંની વસ્તીમાં 98 ટકા મુસ્લિમ છે. માલદીવના બંધારણમાં પણ એ વાતનો ઉલ્લેખ છે કે બિન મુસ્લિમ લોકોને અહીં નાગરિકતા આપી શકાય નહીં. અહીંના સરકારી નિયમો પણ ઈસ્લામિક કાયદા પર આધારિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More