Home> World
Advertisement
Prev
Next

ગલવાનમાં થયેલી લોહીયાળ ઝડપ અંગે US ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

ભારત (India-China Faceoff) અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સતત તણાવ ચાલુ છે. ગત અઠવાડિયે બોર્ડર પર ભારતના 20 જવાનો શહીદ થયા બાદ સ્થિતિ ખુબ વણસી ગઈ છે. ચીન આ અંગે સતત જૂઠ્ઠાણા ફેલાવી રહ્યું છે પરંતુ હવે સચ્ચાઈ સામે આવી રહી છે. અમેરિકી ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીનનો ભારતના જવાનો પર હુમલો એક સમજી વિચારીને ઘડેલી ચાલ હતી. આ માટે ચીની આર્મીમાં જનરલ રેન્કના ઓફિસરે સ્થળ પર હાજર જવાનોને ઓર્ડર આપ્યો હતો. જેના પરિણામે લોહીયાળ ઝડપ થઈ હતી. 

 ગલવાનમાં થયેલી લોહીયાળ ઝડપ અંગે US ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

નવી દિલ્હી: ભારત (India-China Faceoff) અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સતત તણાવ ચાલુ છે. ગત અઠવાડિયે બોર્ડર પર ભારતના 20 જવાનો શહીદ થયા બાદ સ્થિતિ ખુબ વણસી ગઈ છે. ચીન આ અંગે સતત જૂઠ્ઠાણા ફેલાવી રહ્યું છે પરંતુ હવે સચ્ચાઈ સામે આવી રહી છે. અમેરિકી ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીનનો ભારતના જવાનો પર હુમલો એક સમજી વિચારીને ઘડેલી ચાલ હતી. આ માટે ચીની આર્મીમાં જનરલ રેન્કના ઓફિસરે સ્થળ પર હાજર જવાનોને ઓર્ડર આપ્યો હતો. જેના પરિણામે લોહીયાળ ઝડપ થઈ હતી. 

અમેરિકી ઈન્ટેલિજન્સના જણાવ્યાં મુજબ જનરલ ઝાઓ ઝોંગ્કી કે જે ચીની આર્મીના વેસ્ટ થિયેટર કમાન્ડના  પ્રમુખ છે તેમણે જ ભારતીય બોર્ડર પર આ એક્શનના આદેશ આપ્યા હતાં. ઝાઓ અગાઉ પણ ભારત વિરુદ્ધ ખુબ એક્શન લેતા આવ્યાં છે અને તેમનું માનવું છે કે અમેરિકા અને તેના મિત્ર દેશો સામે ચીને નબળુ પડવું જોઈએ નહીં. તથા ભારતીય સૈનિકો પર હુમલો તેમની જ એક ચાલ હતી. પરંતુ ચીને જેવું વિચાર્યું હતું તેવી રીતે હુમલો થયો નહીં અને દાવ ઉલટો પડી ગયો અને તેના સૈનિકો વધુ સંખ્યામાં માર્યા ગયાં. 

અમેરિકી રિપોર્ટ કહે છે કે ચીન તરફથી અગાઉથી જ આવી ઝડપનો પ્લાન કરવામાં આવ્યો હતો. જેમાં તેના પણ લગભગ 35 જવાનો માર્યા ગયા છે. જો કે ચીન આ માનવા તૈયાર જ નથી. ચીન ઈચ્છે છે કે ભફારત તેની આસપાસના દેશોમાં જ ગૂંચવાયેલું રહે. જેથી કરીને અમેરિકાથી અંતર જળવાય. પરંતુ ભારત સતત ચીન વિરુદ્ધ એક્શન લઈ રહ્યું છે પછી ભલે તે સરકારી સ્તરે હોય કે પછી નાગરિકોના સ્તરે હોય. 

અમેરિકી ઈન્ટેલિજન્સ રિપોર્ટ એવો પણ દાવો કરે છે કે ચીને ગલવાન ઘાટીમાં ઘણા હથિયારોનો જમાવડો કર્યો છે અને પોતાનું એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવ્યું છે. 15 જૂનના રોજ થયેલી ઘટના અંગે કહેવાયું છે કે ભારતના કેટલાક ઓફિસર અને જવાન ચીન સાથે વાત કરવા પહોંચ્યા તો ચીની સૈનિકો પહેલેથી ઘાત લગાવીને હથિયારો સાથે તૈયાર બેઠા હતાં. ત્યારબાદ તેમણે હુમલો કરી દીધો. જ્યારે બીજા ભારતીય જવાનો બચાવ માટે આવ્યાં તો બંને સેનાઓમાં લોહીયાળ જંગ થયો. 

પરંતુ ચીન તરફથી આ સમગ્ર ઘટનાનો આરોપ ભારતીય સૈનિકો પર નાખી દેવાયો અને પોતાના સૈનિકો માર્યા ગયા તે ખબર દબાવી દેવાઈ. અમેરિકી એજન્સીનું માનવું છે કે ચીને જેવું વિચાર્યું હતું તેવું થયું નહીં. એટલે સુધી કે ચીની સરકાર દ્વારા અધિકૃત મીડિયાએ પણ આ અંગે એટલું છાપ્યું નહીં. આ ઘટનાને લઈને ચીની સોશિયલ મીડિયામાં જે પણ કઈ લખાયું તેને ચીને સેન્સર કરી દીધુ. 

એટલું જ નહીં ચીની સેનાએ પોતાના માર્યા ગયેલા સૈનિકો માટે એક મેમોરિયલ સર્વિસ પણ રાખી પરંતુ તેને કોઈની નજરમાં આવવા દીધી નહીં. જનરલ ઝાઓ ઝોંગ્કી આ અગાઉ વિયેતનામ જંગ અને પછી 2017માં થયેલા ડોકલામના સ્ટેન્ડ ઓફમાં પણ મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે આ સમગ્ર મામલે અમેરિકા તરફથી સતત નિવેદન આપવામાં આવી રહ્યાં છે. એક બાજુ વ્હાઈટ હાઉસ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશમાં સમાધાન કરાવવાની વાત કરી છે તો બીજી બાજુ વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ સંપૂર્ણ રીતે આ ઘટના માટે ચીનને જવાબદાર ઠેરવ્યું છે. આ સાથે જ ચીન પણ અમેરિકા દ્વારા ભારતનું સમર્થન કરવામાં આવતા ચીડાયેલુ છે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More