Home> World
Advertisement
Prev
Next

ખાલિસ્તાનીઓને કેનેડાના દિગ્ગજ નેતાએ આપ્યો જડબાતોડ જવાબ, હિન્દુઓના સમર્થનમાં શું કહ્યું તે જાણો

કેનેડામાં ખાલિસ્તાન મુદ્દો ચરમસીમાએ પહોંચ્યો છે. સતત થઈ રહેલી નિવેદનબાજી વચ્ચે શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરુપતવંત સિંહ પન્નુએ  કેનેડામાં રહેતા હિન્દુઓને દેશ છોડવાની ધમકી આપી હતી. હવે આ વીડિયોની ટીકા થઈ રહી છે.

ખાલિસ્તાનીઓને કેનેડાના દિગ્ગજ નેતાએ આપ્યો જડબાતોડ જવાબ, હિન્દુઓના સમર્થનમાં શું કહ્યું તે જાણો

કેનેડામાં ખાલિસ્તાન મુદ્દો ચરમસીમાએ પહોંચ્યો છે. સતત થઈ રહેલી નિવેદનબાજી વચ્ચે શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરુપતવંત સિંહ પન્નુએ  કેનેડામાં રહેતા હિન્દુઓને દેશ છોડવાની ધમકી આપી હતી. હવે આ વીડિયોની ટીકા થઈ રહી છે. કેનેડામાં વિપક્ષના નેતા પિયરે પોઈલિવરે પણ પોતાના સંદેશમાં લોકોને ખાસ કરીને હિન્દુઓ માટે વિશેષ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે દરેક કેનેડિયન કોઈ પણ ડર વગર જીવવા માટે હકદાર છે. 

વિપક્ષના નેતા પિયરે પોઈલિવરે પણ કહી આ વાત
 કેનેડામાં વિપક્ષના નેતા પિયરે પોઈલિવરે પણ પોતાના સંદેશામાં લોકો, ખાસ કરીને હિન્દુઓ માટે વિશેષ વાતો કરી છે. તેમણે કહ્યું કે દરેક કેનેડિયન કોઈ પણ ડર વગર જીવવા માટે હકદાર છે. હાલના દિવસોમાં અમે કેનેડામાં હિન્દુઓને નિશાન બનાવતી ધૃણિત ટિપ્પણીઓ જોઈ છે. રૂઢીવાદીઓ અમારા હિન્દુ પાડોશીઓ અને મિત્રો વિરુદ્ધ આ ટિપ્પણીઓની ટીકા કરે છે. હિન્દુઓએ અમારા દેશના દરેક ભાગમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે અને તેમનું અહીં હંમેશા સ્વાગત કરવામાં આવશે. 

કેનેડિયન સાંસદ અને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ જગમીત સિંહે હિન્દુઓને ખાસ સંદેશ આપ્યો છે. જગમીત સિંહે કેનેડામાં રહેતા હિન્દુઓને કહ્યું છે કે આ તેમનું પોતાનું ઘર છે અને તમે અહીં રહેવા માટે હકદાર છો. જો કોઈ તમને  કઈ પણ ખોટું કહે તો તે અમારા મૂલ્યોને દર્શાવતું નથી. 

ગત સોમવારથી વધ્યો છે તણાવ
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદથી ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં કડવાશ જોવા મળી રહી છે. સોમવારે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં ભારત પર ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ બાદ બંને દેશો વચ્ચે સંબંધ વણસી ગયા છે. ભારતે મંગળવારે કેનેડાના દાવાને પાયાવિહોણા અને પ્રેરિત ગણાવીને ફગાવ્યા હતા. બંને દેશો વચ્ચે તણાવ એ હદે વધી ગયો છે કે વાત એકબીજાના ડિપ્લોમેટની હકાલપટ્ટી સુધી પહોંચી ગઈ. 

પન્નુની ધમકી
શીખ ફોર જસ્ટિસના લીગલ કાઉન્સિલ ગુરુપતવંત પન્નુએ એક વીડિયોમાં કહ્યું કે ભારતીય મૂળના હિન્દુઓ, તમારું ઘર ભારત છે, કેનેડા છોડો અને ભારત જાઓ. તમે લોકો માત્ર ભારતનું જ સમર્થન કરો છે એવું નથી પરંતુ તમે ખાલિસ્તાન સમર્થનક શીખોના ભાષણ અને અભિવ્યક્તિના દમનનું પણ સમર્થન કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More