Home> World
Advertisement
Prev
Next

એવા 12 દેશ જ્યાં લોકોએ એક પૈસો પણ આવકવેરો ભરવો પડતો નથી, પૂરેપૂરી કમાણી હાથ પર

દુનિયાના મોટાભાગના દેશોમાં ટેક્સ એ આવકનો મુખ્ય સ્ત્રોત હોય છે. જો કે અલગ અલગ દેશોમાં લોકો પાસે અનેક રીતે ટેક્સ વસૂલાતો હોય છે. પરંતુ તેમાં લોકોની કમાણી પર લાગતો આવકવેરો ખુબ મહત્વનો હોય છે. ભારત સહિત અનેક દેશોમાં લોકોએ મોટી રકમ આવકવેરા તરીકે ભરવી પડતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એવા પણ કેટલાક દેશ છે જ્યાં લોકો પાસેથી આવકવેરો વસૂલાતો નથી. 

એવા 12 દેશ જ્યાં લોકોએ એક પૈસો પણ આવકવેરો ભરવો પડતો નથી, પૂરેપૂરી કમાણી હાથ પર

દુનિયાના મોટાભાગના દેશોમાં ટેક્સ એ આવકનો મુખ્ય સ્ત્રોત હોય છે. જો કે અલગ અલગ દેશોમાં લોકો પાસે અનેક રીતે ટેક્સ વસૂલાતો હોય છે. પરંતુ તેમાં લોકોની કમાણી પર લાગતો આવકવેરો ખુબ મહત્વનો હોય છે. ભારત સહિત અનેક દેશોમાં લોકોએ મોટી રકમ આવકવેરા તરીકે ભરવી પડતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એવા પણ કેટલાક દેશ છે જ્યાં લોકો પાસેથી આવકવેરો વસૂલાતો નથી. આ દેશોમાં ખાડી દેશ યુએઈ અને ઓમાનનું નામ પણ સામેલ છે. 

ધ બાહમાસ
પર્યટકો માટે જન્નત ગણાતા  ધ બાહમાસ દેશનું લોકેશન જોઈએ તોતે વેસ્ટર્ન હેમિસ્ફીયરમાં પડે છે. આ દેશની ખાસ વાત એ છે કે અહીં રહેતા લોકોએ આવકવેરો ભરવો પડતો નથી. 

યુએઈ
સંયુક્ત આરબ અમીરાત ખાડી દેશમાં સૌથી અમીર દેશોમાંથી એક છે. યુએઈની અર્થવ્યવસ્થા ઓઈલ અને ટુરિઝમના કારણે ખુબ મજબૂત છે. આ જ કારણે યુએઈમાં લોકોને આવકવેરામાંથી રાહત મળી છે. 

બહરીન
ખાડી દેશ બહરીનમાં પણ નાગરિકોએ પોતાની કમાણી પર કોઈ પણ પ્રકારના ટેક્સને આપવાની જરૂર નથી. બહરીન સરકાર તરફથી જનતા પાસેથી ટેક્સ વસૂલાતો નથી. 

આ કંપનીએ કર્મચારીઓને 70 કરોડ રૂપિયા વહેંચ્યા, કર્મચારી નોટોના ઢગલે ઢગલા ઘરે લઈ ગયા

લગ્ન વગર બાળકો પેદા કરવાની મંજૂરી, સરકારે જ કાઢી ઓફર, અનેક સુવિધાની જાહેરાત

OMG! એક જ છોકરી સાથે બધા ભાઈઓ કરે છે લગ્ન, પત્ની સાથે રૂમમાં જવા અપનાવે આ ગજબ ટ્રીક

બ્રુનેઈ
ઓઈલના ભંડારવાળો બ્રુનેઈ ઈસ્લામિક કિંગડમ દુનિયાના સાઉથ ઈસ્ટ એશિયા વિસ્તારમાં છે. અહીં લોકોએ કોઈ પણ પ્રકારનો આવકવેરો ભરવો પડતો નથી. 

કેમેન આઈલેન્ડ્સ
કેમેન્ આઈલેન્ડ્સ દેશ ઉત્તર અમેરિકા મહાદ્વીપમાં કેરેબિયન ક્ષેત્રમાં પડે છે. તે પર્યટકો માટે આકર્ષક છે અને અનેક લોકો અહીં રજાઓ ગાળવા માટે આવે છે. સૌથી ખાસ વાત એ છે કે આ દેશમાં કોઈ પણ પ્રકારનો આવકવેરો ભરવો પડતો નથી. 

કુવૈત
ખાડી વિસ્તારમાં આવતો આ મોટો તેલ નિકાસકાર દેશ કુવૈત પણ બહરીનની જેમ નાગરિકો પાસેથી આવકવેરો વસૂલતો નથી. 

ઓમાન
બહરીન અને કુવૈત ઉપરાંત ખાડી દેશ ઓમાન પણ આ યાદીમાં સામેલ છે. ઓમાનના નાગરિકોએ આવકવેરો ભરવો પડતો નથી. જેનું કારણ ઓમાનનું મજબૂત ઓઈલ અને ગેસ સેક્ટર મનાય છે. 

કતાર
ઓમાન, બહરીન અને કુવૈતની જેમ જ કતાર પણ એવો જ એક દેશ છે જે પોતાના ઓઈલ સેક્ટરમાં ખુબ મજબૂત છે. આ દેશ ભલે નાનો હોય પરંતુ અહીં રહેનારા લોકો  ખુબ અમીર છે. અહીં પણ આવકવેરો વસૂલાતો નથી. 

માલદીવ
ભારત જ નહીં પરંતુ દુનિયાભરથી લોકો માલદીવ ફરવા માટે પહોંચે છે. સમુદ્ર કિનારે વસેલું માલદીવ બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેન્શન્સમાંથી એક કહેવાય છે. માલદીવમાં પણ નાગરિકોએ આવકવેરો ભરવો પડતો નથી. 

માણસને જીવતો ગળવાનો અજગરનો Video વાયરલ, જોઈને હાજા ગગડી જશે

ઓ બાપ રે! મકાનનું એક મહિનાનું ભાડું છે અહીં 3 લાખ રૂપિયા, લોકોના પગાર પડ્યા ઓછા

મોનાકો
યુરોપનો મોનાકો દેશ ખુબ નાનો છે. આમ છતાં અહીંના નાગરિકો પાસેથી આવકવેરો વસૂલાતો નથી. 

નૌરુ
નૌરુ દુનિયાનો સૌથી નાનો દ્વિપ રાષ્ટ્ર કહેવાય છે. જેનું ક્ષેત્રફળ ફક્ત 8.1 વર્ગ મીલ છે. નૌરુમાં પણ આવકવેરો વસૂલાતો નથી. 

સોમાલિયા
ઈસ્ટ આફ્રિકી દેશ સોમાલિયા પણ ટેક્સ ફ્રી છે. જો કે સોમાલિયાની અન્ય સ્થિતિઓમાં હાલત એટલી  ખરાબ છે કે કોઈના પણ રહેવા માટે સારી ચોઈસ બિલકુલ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More