Home> World
Advertisement
Prev
Next

Milky Way Black Hole: દુનિયામાં પ્રથમવાર કેપ્ચર થઈ આકાશગંગાના બ્લેક હોલની તસવીર, શું તમે આ ઝળહળતો અંગારા જોયો છે?

First Image of Milky Way Black Hole: શું તમે તમારા આકાશગંગાના બ્લેક હોલ એટલે કે ઝળહળતા અંગારાની તસવીર જોઈ છે. દુનિયા માટે પહેલી બનેલા આ બ્લેક હોલની ગુરૂવારે પ્રથમ તસવીર જાહેર કરવામાં આવી છે. 

Milky Way Black Hole: દુનિયામાં પ્રથમવાર કેપ્ચર થઈ આકાશગંગાના બ્લેક હોલની તસવીર, શું તમે આ ઝળહળતો અંગારા જોયો છે?

નવી દિલ્હીઃ દુનિયાએ ગુરૂવારે પોતાની આકાશગંગાના કેન્દ્રમાં બ્લેક હોલની પ્રથમ ચળકતી પરંતુ અસ્પષ્ટ તસવીર જોઈ. ખગોળશાસ્ત્રીઓનું માનવુ છે કે આપણા સહિત લગભગ તમામ આકાશગંગાઓના કેન્દ્રમાં આ વિશાળ બ્લેક હોલ છે. આ બ્લેક હોલમાં પ્રકાશ અને પદાર્થ બચીન શકે. તેવામાં તેની તસવીર લેવી ખુબ મુશ્કેલ હોય છે. ત્યાં પર ગુરૂત્વાકર્ષણના પ્રભાવથી પ્રકાશ ચારે તરફ ફેલાય જાય છે. આ બ્લેક હોલ વધુ ગરમ ગેસ અને ધૂળથી બનેલ હોય છે. 

ઇન્ટરનેશનલ કંસોર્ટિયમે જાહેર કરી તસવીર
દુનિયાના વિવિધ દેશોના સંગઠન  'International Consortium' એ ગુરૂવારે આ બ્લેક હોલની રંગીન તસવીર જાહેર કરી છે. આ તસવીર Horizon Telescope થી લેવામાં આવી છે. દુનિયાના અલગ-અલગ ભારમાં Consortium તરફથી આ પ્રકારના 8 સિન્ક્રોનાઇઝ રેડિયો ટેલીસ્કોપ લગાવવામાં આવ્યા છે. કંસોર્ટિયમે આ પહેલા પણ પોતાની આશાકગંગાના બ્લેક હોલની તસવીર લેવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા મળી નહીં. 

fallbacks

સૂર્યથી ચાર મિલિયન ગણો વધુ મોટો છે બ્લેક હોલ
એરિઝોના યુનિવર્સિટીના Feryal Ozel એ બ્લોક હોલની નવી તસવીર જારી કરતા તેને આકાશગંગાના કેન્દ્રમાં જેન્ટલ જાયન્ટ કહ્યું. મિલ્કી વે બ્લેક હોલને ધનુ A એટલે કે Sagittarius A (asterisk) કહેવામાં આવે છે, જે Sagittarius અને Scorpius નક્ષત્રોની સરહદ પાસે છે. આ આપણા સૂર્યથી 4 મિલિયન ગણો વધુ મોટો છે. 

આ પહેલા બીજા બ્લેક હોલની તસવીર મળી હતી
પરંતુ કંસોર્ટિયમ તરફથી જારી કરવામાં આવેલી આ પ્રથમ બ્લેકહોલની તસવીર નહોતી. આ પહેલાં 2019માં આવી તસવીર જાહેર કરવામાં આવી હતી. તે સમયે 53 મિલિયન પ્રકાશ વર્ષ દૂર એક આકાશગંગાના બ્લેક હોલની તસવીર કેપ્ચર કરવામાં આવી હતી. આપણી આકાશ ગંગાનો બ્લેક હોલ ધરતીથી આશરે 27,000 પ્રકાશ વર્ષ દૂર છે. એક પ્રકાશ વર્ષ 5.9 ટ્રિલિયન માઇક (9.5 ટ્રિલિયન કિલોમીટર) હોય છે. 

રિપોર્ટ પ્રમાણે કંસોર્ટિયમના આ પ્રોજેક્ટ પર 60 મિલિયન ડોલર લાગેલા છે. તેમાંથી 28 મિલિયન ડોલરની મદદ અમેરિકાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન તરફથી કરવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More