Home> World
Advertisement
Prev
Next

કેવી રીતે ટકી રહ્યો છે વિશ્વનો સૌથી દેવાળિયો દેશ, 9.2 ટ્રિલિયન ડોલર છે દેવું

1990ના દાયકામાં નાણાકીય અને રિયલ એસ્ટેટ વ્યવસાયમાં તીવ્ર ઘટાડો થયો હતો. છતાં, 1991માં જીડીપી અને ડેટ રેશિયો માત્ર 39% હતો. અર્થવ્યવસ્થાનો વિકાસ દર સતત ઘટતા સરકારની આવક ઘટી. આ સમયગાળાની પરિસ્થિતિએ સરકારને ખર્ચ વધારવાની ફરજ પાડી.

કેવી રીતે ટકી રહ્યો છે વિશ્વનો સૌથી દેવાળિયો દેશ,  9.2 ટ્રિલિયન ડોલર છે દેવું

Japan: જાપાન પર દેવાનો આંકડો 9.2 ટ્રિલિયન ડોલર છે તેના જીડીપી કરતા 266 ટકા વધુ છે. તેની સરખામણીમાં જો આપણે વિશ્વની સૌથી મોટી આર્થિક શક્તિ અમેરિકા પરનું દેવું જોઈએ તો તે 31 ટ્રિલિયન ડોલર છે. પરંતુ અમેરિકા માટે રાહતની વાત એ છે કે દેવાની આ રકમ તેના જીડીપીના માત્ર 98 ટકા છે. જાપાન પર જંગી દેવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે તેની અર્થ વ્યવસ્થાની ગતિ જાળવી રાખવા માટે તેણે દાયકાઓ સુધી વધુ નાણાં ખર્ચ્યા.

જાપાનની આર્થિક પ્રગતિના બે મહત્વના પાસાઓ નાગરિકો અને વ્યવસાય છે. જેઓ સરકારી ખર્ચ અંગે વધુ ઉત્સાહ દર્શાવતા નથી, તેમ છતાં સરકાર તેમના માટે ખર્ચ કરે છે. આ અંગે 'પીટરસન ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સ'ના સિનિયર ફેલો તાકેશી તાશિરો કહે છે, "અહીં લોકોની બચત ઘણી વધારે છે અને રોકાણ ઓછું છે.  તેથી સરકાર તરફથી જાગૃતિની જરૂર છે. 

આ પણ વાંચો: જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો:  અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..

દેવું અને રોકાણની સમજ
1990ના દાયકામાં નાણાકીય અને રિયલ એસ્ટેટ વ્યવસાયમાં તીવ્ર ઘટાડો થયો હતો. છતાં, 1991માં જીડીપી અને ડેટ રેશિયો માત્ર 39% હતો. અર્થવ્યવસ્થાનો વિકાસ દર સતત ઘટતા સરકારની આવક ઘટી. આ સમયગાળાની પરિસ્થિતિએ સરકારને ખર્ચ વધારવાની ફરજ પાડી. આ રીતે, વર્ષ 2000 સુધીમાં, જાપાનનું દેવું તેના જીડીપી જેટલું થઈ ગયું અને 10 વર્ષ પછી, 2010માં, જાપાનનું દેવું જીડીપી કરતા બમણું એટલે કે 200 ટકા થઈ ગયું. આ પછી, વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા જાપાનને 2008માં વૈશ્વિક મંદી આવી, 2011માં ભૂકંપ અને પછી સુનામી. તાજેતરમાં કોવિડ આવ્યો. 

આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો: રૂમની લાઇટ બંધ કરીને અવનીત કૌરે આપ્યા બોલ્ડ પોઝ, લોકો એકલામાં જોઈ રહ્યાં છે તસવીરો
આ પણ વાંચો:
 3 બાળકોની માતા છે આ હોટ બિકિની મોડલ, તસવીરો જોઇ ઉંમરનો અંદાજો નહી લગાવી શકો

ખર્ચ અને સહાય
મંદીથી લઈને મહામારી અને કુદરતી આફત સુધી જાપાને શિક્ષણ, આરોગ્ય અને સંરક્ષણ બાબતોમાં જરૂરી ખર્ચને પહોંચી વળવા બોન્ડ વેચ્યા જેથી આ વસ્તુઓ પરના ખર્ચના રૂપિયા મળી શકે. બીજા શબ્દોમાં કહીએ તો, જાપાન આંતરરાષ્ટ્રીય બજારમાંથી આ વચન પર ઉધાર લે છે કે તે તેના તમામ નાણાં રોકાણકારોને ઓછા નફા સાથે પરત કરશે.

ઓછા વ્યાજની ચુકવણી
એક ખાસ વાત એ છે કે જાપાન અન્ય દેશોના ચલણમાં લોન લેતું નથી પરંતુ તેની તમામ લોન પોતાની કરન્સી યેનમાં હોય છે. આ કારણે જાપાનની સેન્ટ્રલ બેંક આંતરરાષ્ટ્રીય બજારમાં નુકસાનીની અસર ઓછી થાય છે. જાપાન પરના દેવાના 90% હિસ્સો જાપાની રોકાણકારોનો છે. 

આ રીતે, જ્યારે બાકીના વિશ્વમાં વ્યાજનો દર સતત વધી રહ્યો છે, તો પણ જાપાનમાં તે નીચો રહે છે. 

આ પણ વાંચો: FMCG Sector: જનતા પર વધશે બોજ, કંઈ કંઈ વસ્તુ થશે મોંઘી, જાણો...
આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું,  60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More