Home> World
Advertisement
Prev
Next

ભારે જોરાવર ભેંસ, પહેલા પાણીમાં મગરમચ્છને પછાડ્યો, પછી સિંહને આપી ધોબીપછાડ, VIDEO

આજ સુધી તમે મગરમચ્છ  અને સિંહની લડાઈના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર જોયા હશે પરંતુ એક એવી ભેંસનો વીડિયો કદાચ જ જોયો હોય જેણે પહેલા તો પાણીમાં મગરમચ્છને હરાવ્યો અને પછી જંગલના રાજા સિંહને પણ ધોબીપછાડ આપી. 

ભારે જોરાવર ભેંસ, પહેલા પાણીમાં મગરમચ્છને પછાડ્યો, પછી સિંહને આપી ધોબીપછાડ, VIDEO

નવી દિલ્હી: આજ સુધી તમે મગરમચ્છ  અને સિંહની લડાઈના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર જોયા હશે પરંતુ એક એવી ભેંસનો વીડિયો કદાચ જ જોયો હોય જેણે પહેલા તો પાણીમાં મગરમચ્છને હરાવ્યો અને પછી જંગલના રાજા સિંહને પણ ધોબીપછાડ આપી. 

સાઉથ આફ્રિકાના ક્રુઝર નેશનલ પાર્કનો એક આવો જ વીડિયો હાલ વાઈરલ થયો છે. નેશનલ પાર્કમાં એક ભેંસ, સિંહ અને મગરમચ્છ વચ્ચે જબરદસ્ત લડાઈ થઈ. ત્રણેય જાનવરો વચ્ચે જીવન મોતની લડાઈનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અનેક સિંહ ભેંસને જોઈને તેનો શિકાર કરવા માટે ઉછળી પડ્યાં. પરંતુ ભેંસ ચાલાકી બતાવતા પાણીમાં ઉતરી ગઈ. 

જુઓ વીડિયો...

પરંતુ ભેંસ સિંહથી બચવા માટે જેવી પાણીમાં ઉતરી કે  ત્યાં મગરમચ્છ ઘાત લગાવીને જ બેઠો હતો. જેવી ભેંસ પાણીમાં કૂદી કે મગરમચ્છ તેના પર હુમલો કરે છે. ભેંસ પણ સમજી ગઈ કે નદીમાં રહેવું મુશ્કેલ બનશે. પાણીમાં મગરમચ્છને જડબાતોડ જવાબ આપ્યાં બાદ ભેંસ પાણીમાંથી  બહાર આવી ગઈ. પાણીમાંથી બહાર આવતા જ તે નદી કિનારે ઊભી રહી.  ત્યારબાદ તેણે સિંહનો કેવી રીતે સામનો કર્યો તે માટે જુઓ વીડિયો....

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More