Home> World
Advertisement
Prev
Next

Elon Musk Affair: સર્ગેઈની પત્ની સાથે અફેરની ચર્ચા પર મસ્કનો મોટો ખુલાસો, કહ્યું- મેં લાંબા સમયથી સેક્સ નથી કર્યું

Elon Musk એ ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિનની પત્ની સાથે અફેરની ચર્ચા વચ્ચે ખુલાસો કર્યો કે મેં તેને માત્ર બે વખત જોઈ છે. મેં લાંબા સમયથી કોઈ સાથે સંબંધ બનાવ્યા નથી. આ અફેરની વાતો નિરાધાર છે. 

Elon Musk Affair: સર્ગેઈની પત્ની સાથે અફેરની ચર્ચા પર મસ્કનો મોટો ખુલાસો, કહ્યું- મેં લાંબા સમયથી સેક્સ નથી કર્યું

ન્યૂયોર્કઃ ટેસ્લાના સીઈઓ એલન મસ્ક આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને મીડિયામાં ચર્ચામાં  છે. ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિનની પત્ની નિકોલ શનહાનની સાથે અફેરના આરોપ તેના પર લાગ્યા છે. દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે આ આરોપો પર પોતાનું મૌન તોડ્યું છે. મસ્કે કહ્યું- સર્ગેઈ અને હું મિત્ર છીએ. અમે બંને કાલે રાત્રે એક પાર્ટીમાં સાથે હતા. મેં ત્રણ વર્ષમાં માત્ર બે વખત નિકોલને જોઈ છે. અમારી વચ્ચે આવું કંઈ નથી. 

અફેરના દાવાને નકારતા મસ્કે કહ્યું કે મેં ઘણા સમયથી સેક્સ કર્યું નથી. મસ્કે ટ્વીટ કરી કહ્યું- મેં લાંબા સમયથી કોઈ સાથે સંબંધ બનાવ્યા નથી. હકીકતમાં મસ્કને કેટલાક યૂઝર્સે સવાલ પૂછ્યા હતા. તેના જવાબમાં તેણે કહ્યું કે, મેં રજાઓમાં પણ સંબંધ બનાવ્યા નથી. 

અફેરને કારણે આવી ગઈ છુટાછેડાની નોબત
હકીકતમાં વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે એલન મસ્કનું ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિનની પત્ની નિકોલ શનહાન સાથે અફેર છે. તેમાં તે પણ કહેવામાં આવ્યું કે અફેરને કારણે સર્ગેઈ બ્રિન અને તેની પત્ની વચ્ચે છુટાછેડાની નોબત આવી ગઈ છે. નોંધનીય છે કે બ્રિને 2008માં આર્થિક સંકટ દરમિયાન ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાને ડૂબવાથી બચાવી હતી. 

આ પણ વાંચોઃ Husband Killed Ex-Wife: હેવાનિયતની હદ! એક વ્યક્તિએ પૂર્વ પત્નીને સળગાવી, પછી કર્યું લાઇવ સ્ટ્રીમિંગ

ટેસ્લાના સીઈઓ એલન મસ્કે આ પ્રકારના અહેવાલો પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું- ચરિત્રને નિશાન બનાવી કરવામાં આવી રહેલા હુમલા આ વર્ષે નવા સ્તર સુધી પહોંચી ગયા છે. મારી પાસે આ બધી વસ્તુ માટે સમય નથી અને હું કામમાં વ્યસ્ત છું. આ ખોટા કામમાં સામેલ મુખ્ય લોકોમાંથી કોઈનો મત જાણવામાં આવ્યો નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More