Home> World
Advertisement
Prev
Next

ડોમિનિકા કોર્ટમાં મેહુલ ચોકસીના મામલામાં સુનાવણી પૂરી, ગુરૂવારે આવી શકે છે ચુકાદો

ચોકસી 23 મેએ એન્ટીગુઆથી રહસ્યમય રીતે લાપતા થઈ ગયો હતો. તે 2018થી એન્ટીગુઆમાં એક નાગરિકના રૂપમાં રહે છે.

ડોમિનિકા કોર્ટમાં મેહુલ ચોકસીના મામલામાં સુનાવણી પૂરી, ગુરૂવારે આવી શકે છે ચુકાદો

નવી દિલ્હીઃ ભારતના ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોકસીના પ્રત્યર્પણ પર હવે ગુરૂવારે ચુકાદો આવી શકે છે. ડોમિનિકની એક કોર્ટે ચોકસીને ભારત મોકલવાને લઈને બુધવારે સુનાવણી સ્થગિત કરી દીધી. મેહુલ ચોકસીના વકીલ વિજય અગ્રવાલે કહ્યુ કે, મેડિસ્ટ્રેટના આદેશના આધાર પર કાલે કોર્ટમાં ફરી ચર્ચા થશે. વિજય અગ્રવાલે કહ્યુ કે, આ મામલામાં અમારા વલણે સાબિત કરી દીધુ કે ડોમિનિકન પોલીસે 72 કલાકની અંદર હાજર ન કર્યો તે ગેરકાયદેસર હતું. કોર્ટે સહમતિ વ્યક્ત કરતા કહ્યું કે, ગડબડીને ઠીક કરવાની જરૂર છે. 

સરકારે કહ્યું- ભારતને સોંપી દો
ભારતના ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોકસીના મામલાની સુનાવણી દરમિયાન ડોમિનિકા સરકારે કોર્ટને કહ્યું કે, તે ચોકસીની અરજી નકારી દે. આ સાથે ડોમિનિકા સરકારે કોર્ટને વિનંતી કરતા કહ્યું કે, ચોકસીને ભારતને સોંપી દેવામાં આવે. સરકારે કહ્યું કે, ચોકસી તરફથી દાખલ અરજી સુનાવણી યોગ્ય નથી. 

2018થી એન્ટીગુઆમાં છે મેહુલ
મેહુલ ચોકસી  (Mehul Choksi) 23 મેએ એન્ટીગુઆ  (Antigua & Barbuda) રહસ્યમયી રીતે ગુમ થયો હતો. તે 2018માં ત્યાં એક નાગરિકના રૂપમાં રહે છે. 2019માં એન્ટીગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને તે સ્વીકાર્યુ હતુ કે મેહુલ ચોકસીએ નાગરિકતાથી સંબંધિત જાણકારી છુપાવી હતી. જે 8 સભ્યોની લીગલ ટીમ છે તે આ લેટરને ડોમિનિકા કોર્ટમાં રજૂ કરી શકે છે. એન્ટીગુઆના પ્રધાનમંત્રીએ હવે કહ્યુ કે, ખુદને કાયદા અને તપાસ એજન્સીઓથી બચાવવા માટે પોતાની નાગરિકતાને રદ્દ થતી બચાવવા માટે ચોકસી કોર્ટનો ઉપયોગ કરી રહ્યો છે. 

સુનાવણી પહેલા શું બોલી મેહુલની પત્ની
મેહુલની પત્ની પ્રીતિ ચોકસીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યુ કે, મારા પતિને સ્વાસ્થ્ય સંબંધિ સમસ્યાઓ છે. તે એન્ટીગુઆનો નાગરિક છે અને તેને બારબુડાના બંધારણ હેઠળ બધા અધિકાર અને સુરક્ષાનો લાભ લેવાનો હક છે. પ્રીતિએ કહ્યું કે, મને કેરેબિયન દેશોના કાયદા પર સંપૂર્ણ વિશ્વાસ છે. અમે મેહુલના સુરક્ષિત અને જલદી એન્ટીગુઆમાં વાપસીની રાહ જોઈ રહ્યાં છીએ. 

મેહુલની પત્નીએ કહ્યું કે, મહિલા મારા પતિને જાણતી હતી, જ્યારે તે એન્ટીગુઆ આવતી હતી તો મારા પતિને મળતી હતી. જો લોકો તેમને મળ્યા છે, તેનાથી મને જે સમજાયું છે કે તે મીડિયા ચેનલ પર જોવા મળેલી મહિલા તે નથી. જેને તે બારબરાના નામથી ઓળખે છે. પ્રીતિએ કહ્યું કે, મેહુલ પર થયેલા શારીરિક અત્ચાયારથી પરિવાર ચિંતિત છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More