Home> World
Advertisement
Prev
Next

ફ્રાન્સઃ ઝડપાઈ ગયો નીસ હુમલા સાથે જોડાયેલો ત્રીજો આતંકી, એજન્સીએ શરૂ કરી તપાસ

Terror Attack in France:  ફ્રાન્સના નીસ શહેરના ચર્ચમાં ચાકુબાજી કરનાર આતંકીના ત્રીજા સહયોગીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ફ્રાન્સના બીએફએમ ટીવીના રિપોર્ટ પ્રમાણે આ શંકાસ્પદ આતંકીને શુક્રવારે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. 
 

ફ્રાન્સઃ ઝડપાઈ ગયો નીસ હુમલા સાથે જોડાયેલો ત્રીજો આતંકી, એજન્સીએ શરૂ કરી તપાસ

પેરિસઃ ફ્રાન્સના નીસ શહેરના ચર્ચમાં ચાકુબાજી કરનાર આતંકીના ત્રીજા સહયોગીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ફ્રાન્સના બીએફએમ ટીવીના રિપોર્ટ પ્રમાણે આ શંકાસ્પદ આતંકીને શુક્રવારે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ઝડપાયેલ 33 વર્ષીય આ વ્યક્તિ પહેલાથી ધરપકડ કરાયેલ અન્ય એક આતંકીનો સંબંધી છે. પોલીસના દરોડા દરમિયાન તેના ઘરમાંથી ઝડપાયો હતો. 

અલ્લાહુ અકબર બોલી રહ્યો હતો આતંકી
ગુરૂવારની સવારે 21 વર્ષીય ટ્યૂનિશયાઈ મૂળના આતંકીએ નીસના ચર્ચ પર ચાકુથી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. બાદમાં પોલીસે અથડામણમાં હુમલો કરનારને ગોળી મારી દીધી હતી. નીસના મેયરે જણાવ્યું કે, હુમલો  કરનારને ગોળી વાગ્યા બાદ પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી હતી ત્યારે તેણે અલ્લાહુ અકબરનો નારો લગાવ્યો હતો. વર્તમાનમાં આતંકી ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ છે. ફ્રાન્સ અને ટ્યૂનીશિયાની આતંકવાદ વિરોધી તપાસ એજન્સીઓ ઘટનાની તપાસ કરી રહી છે. 

સાઉદી અરબમાં કાર ચાલકે મક્કાની મોટી મસ્જિદના દરવાજા પર મારી ટક્કર  

હુમલો કરનાર પર નોંધાયેલા છે અનેક કેસ
ફ્રાન્સના નીસ સ્થિત ગિરજાધરમાં હુમલામાં સામેલ 21 વર્ષીય ટ્યૂનિશયાઈ નાગરિક જ્યારે કિશોર હતો ત્યારે તેના પર હિંસાના નાના-મોટા કેસ હતા પરંતુ એવું કંઈ નહતું જેનાથી ટ્યૂશેનિયાના અધિકારીઓને લાગે કે તે ઉગ્રવાદી વલણ રાખે છે. ઇબ્રાહિમ ઈસાઓઈને ઇટાલીમાંથી કાઢવાનો આદેશ આપવામાં આવ્યો હતો જ્યાં તે હોડીમાં સવાર થઈને ગેરકાયદેસર રીતે પહોંચ્યો હતો. કુલ મળીને તે જ્યાં જવા ઈચ્છે ત્યાં જવા માટે સ્વતંત્ર થી ગયો. ત્યારે ઇબ્રાહિમ ફ્રાન્સ તરફ આગળ વધ્યો હતો. 

ઇટાલીએ ન આપ્યું શરણ
ઇટાલીના ગૃહ મંત્રી લૂસિયાના લામોર્ગીજે શુક્રવારે એપીને જણાવ્યુ કે, ઇબ્રાહિમ પર ટ્યૂનિશયાઈ અધિકારી સિવાય ગુપ્ત સેવાઓને કોઈ શંકા નહતી. તેમણે કહ્યું કે, ઇટાલીના ખચાખચ ભરેલા પુર્નવાસ કેન્દ્રોમાં તેના માટે કોઈ જગ્યા નથી. ઇટાલીના આશ્રયગૃહોમાં રહેવા પ્રમાણે પાત્ર ન થનારા ટ્યૂનિશિયાઈ નાગરિકોને તેના દેશ પરત મોકલવાની સમજુતી છે. આ સંદર્ભમાં લાર્મોગીજે કહ્યુ કે, સામાન્ય રીતે અમે એવા લોકોને પ્રાથમિકતા આપીએ જેના પર કાયદા એજન્સીઓ કે ટ્યૂનિશિયાઈ અધિકારીઓને શંકા હોતી નથી. 

પાકિસ્તાન: 13 વર્ષીય ખ્રિસ્તી છોકરીનું અપહરણ, ધર્મ પરિવર્તન પર ફૂટ્યો લોકોનો ગુસ્સો

દારૂ પીતો હતો હુમલો કરનાર આતંકી
ટ્યૂનિશયાના આતંકવાદ વિરોધી કાર્યવાહી કાર્યાલયના પ્રવક્તા મોહસિન દાલીએ કહ્યુ કે, ઇબ્રાહિમને આતંકવાદી તત્વના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવ્યો નહતો. દાલી પ્રમાણે ઇબ્રાહિમની માતાએ તપાસકર્તાઓને જણાવ્યું હતું કે, તેણે પોતાની ઉંમરના લોકોની જેમ સામાન્ય જિંદગી જીવી. તે દારૂ પીતો હતો અને સાધારણ કપડા પહેરતો હતો. બે વર્ષ પહેલા તેણે નમાજ અદા કરવાનું શરૂ કર્યુ હતું અને તેનો કોઈ શંકાસ્પદ સાથી નહતો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More