Home> World
Advertisement
Prev
Next

અહીં થાય છે ભેદભાવ, હવે આ શહેરનો કંટ્રોલ મુસ્લિમો પાસે

સેક્યુલર દેશ હોવાછતાં અમેરિકા (US) ની ઓળખ એક એવા દેશના રૂપમાં થઇ રહી છે, જ્યાં ઇસાઇ બહુમતમાં છે અને તેમના સમર્થન વિના કોઇપણ પાર્ટીની સરકાર બની શકતી નથી. જોકે હવે અમેરિકાનું એક શહેર સંપૂર્ણરીતે મુસ્લિમ (Islam) વર્ચસ્વ  થઇ ગયું છે. 

અહીં થાય છે ભેદભાવ, હવે આ શહેરનો કંટ્રોલ મુસ્લિમો પાસે

વોશિંગ્ટન: સેક્યુલર દેશ હોવાછતાં અમેરિકા (US) ની ઓળખ એક એવા દેશના રૂપમાં થઇ રહી છે, જ્યાં ઇસાઇ બહુમતમાં છે અને તેમના સમર્થન વિના કોઇપણ પાર્ટીની સરકાર બની શકતી નથી. જોકે હવે અમેરિકાનું એક શહેર સંપૂર્ણરીતે મુસ્લિમ (Islam) વર્ચસ્વ  થઇ ગયું છે અને ત્યાં સિટી કાઉન્સિલમાં ચૂંટાયેલા સભ્ય મુસ્લિમ છે. 

બીબીસીના રિપોર્ટ અનુસાર મિશીગન (Michigan) ના હૈમટ્રેમ્ક શહેર (Hamtramck City) નું ક્ષેત્રફળ લગભગ 5 વર્ગ કિલોમીટર છે. ત્યાં તાજેતરમાં જ સિટી કાઉન્સિલના મેંબર્સની ચૂંટણી થઇ છે. જેમાં તમામ સીટો પર મુસ્લિમ વિજય થયો છે. 68 ટકા વોટ પ્રાપ્ત કરીને અમીર ગાલિબ (41) અમેરિકા પહેલાં યમન મૂળના મેયર બન્યા છે. 

સિટી કાઉન્સિલમાં ચૂંટાયેલા તમામ મેંબર મુસ્લિમ
યમન (Yemen) ના એક ગામમાં જન્મેલા ગાલિબ 17 વર્ષની ઉંમરમાં અમેરિકા પહોંચ્યા હતા. તેમણે હૈમટ્રેમ્ક (Hamtramck City) ની પાસે કારના પ્લાસ્ટિકના સ્પેરપાર્ટની ફેક્ટરીમાં કામ શરૂ કર્યું હતું. પછી તેમણે અંગ્રેજી શીખી અને મેડિકલ ટ્રેનિંગ પ્રાપ્ત કરી. હવે તે હેલ્થકેર ક્ષેત્રમાં કામ કરે છે. આ ઉપરાંત કાઉંસિલમાં બાંગ્લાદેશ મૂળના 2, યમની મૂળના 3 અને પોલેન્ડ મૂળની એક મેંબર પણ ચૂંટાઇ ગઇ છે. આ બધુ મુસ્લિમ છે. પોલિશ મૂળની કોર્પોરેટર પહેલાં ખ્રિસ્તી હતી, પરંતુ શહેરમાં ઇસ્લામના વધતા જતા પ્રભાવના લીધે તેમણે પણ પોતાનો ધર્મ બદલી દીધો. 

જો તમારી પાસે છે 2 રૂપિયાનો આ સિક્કો, તો ઘરેબેઠાં મળશે 5 લાખ, જાણો શું કરવું પડશે

યમન અને બાંગ્લાદેશ મૂળના લોકોની અધિકતા
રિપોર્ટ અનુસાર આ શહેરમાં 50 ટકાથી વધુ વસ્તી હવે મુસ્લિમો (Islam) ની થઇ ચૂકી છે. જેમાં યમન અને બાંગ્લાદેશ મૂળના લોકોની સારી વર્ચસ્વ છે. જોકે આ બધુ એકાએકા થયું છે. જોકે કોઇ જમાનામાં આ શહેર અમેરિકીના કાર ઉદ્યોગનું કેન્દ્ર હતું. આ જનરલ મોટર્સના મોટા પ્લાન્ટ હતા. તેના લીધે 20મી સદીમાં પોલેન્ડથી આવીને અહીં લોકો વસતા ગયા. વર્ષ 1970 સુધી અહીંયા 90 ટકા લોકો પોલીશ મૂળ હતા. 

શરૂમાં કરવો પડ્યો હતો ભેદભાવનો સામનો
તે દરમિયાન હૈમટ્રેન્ક શહેરથી મોટા કાર પ્લાન્ટ નિકળીને બીજા શહેરોમાં શિફ્ટ થવા લાગ્યા. તેના લીધે પોલીશ લોકોને પણ બીજા શહેરોમાં પલાયન શરૂ કરી દીધું. વર્ષ 1980 બાદ આ શહેરોમાં અરબી અને એશિયાઇ મૂળના લોકોને પહોંચાડવાનું શરૂ કરી દીધું. ત્યાં પહોંચનાર મોટાભાગના લોકો ઇસ્લામ (Islam) ને માનનાર હતા. શરૂમાં ત્યાં સ્થાનિક લોકોની સાથે તેમનો તણાવ હતો અને તેમણે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. 

ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા પૂર્વ CM, કહ્યું- સત્તામાં વાપસી સુધી વિધાનસભામાં પગ નહી રાખું

શહેર પર જોવા મળી ડેમોગ્રાફી બદલવાની અસર
ત્યારબાદ પણ પ્રવાસી મુસલમાનોનું આ શહેરમાં આવવાનું ઓછું થયું નહી. ત્યારબાદ સ્થાનિક પોલીશ લોકો અથવા તો શાંત થઇ ગયા અથવા પછી બીજા શહેરોમાં શિફ્ટ થઇ ગયા. ત્યારબાદથી હવે હૈમટ્રેમ્ક શહેર (Hamtramck City) અમેરિકાનું પ્રથમ મુસ્લિમ બહુમતિવાળું શહેર બની ગયું છે. જેની કમાન મુસ્લિમો (Islam) ના હાથમાં છે. અહીંયા મસ્જિદોની સંખ્યા પણ ખૂબ વધી ગઇ છે અને દુકાનો પર હલાલ સર્ટિફાઇડ હોવાના બેનર જોવા મળે તે સામાન્ય વાત થઇ ગઇ છે. 

વર્ષ 1940 સુધી બીજા ધાર્મિક ગ્રુપ બની જશે મુસ્લિમ
રિપોર્ટ અનુસાર થિંકટેન્ક પ્યૂ રિસર્ચ સેન્ટરનું અનુમાન છે કે અમેરિકામાં લગભગ 38.5 લાખ મુસલમાન (Islam) રહે છે. એટલે કે અમેરિકામાં મુસલમાનોની કુલ વસ્તીના લગભગ 1.1 ટકા છે. જોકે અનુમાન છે કે વર્ષ 2040 સુધી તે અમેરિકામાં ખ્રિસ્તીઓ પછી બીજા નંબરનો મોટો ધાર્મિક સમૂહ બની જશે. રિસર્ચરને સ્ટડીમાં જાણવા મળ્યું કે અમેરિકન જનતાની મુસલમાનોને લઇને સૌથી વધુ નકારાત્મક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More