Home> World
Advertisement
Prev
Next

કેલિફોર્નિયામાં બસમાં ગોળીબાર, એકનું મોત અને 5 ઈજાગ્રસ્ત


અમેરિકાના કેલિફોર્નિયામાં સોમવારે સવારે એક બસમાં ગોળીબારીની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું, જ્યારે પાંચ અન્યને ઈજા પહોંચી છે.
 

કેલિફોર્નિયામાં બસમાં ગોળીબાર, એકનું મોત અને 5 ઈજાગ્રસ્ત

કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયામાં સોમવારે સવારે એક બસમાં ગોળીબારીની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું, જ્યારે પાંચ અન્યને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, તેમાંથી એકની સ્થિતિ ગંભીર છે. બસમાં 40 લોકો સવાર હતા અને તે લોસ એન્જલસથી સેન ફ્રાન્સિસ્કો જઈ રહી હતી. ગોળીબારી કરનાર શંકાસ્પદને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે. 

બસમાં ગોળીબારી લોસ એન્જલસથી આશરે 80 માઇલ દૂર લેબેક નજીક થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, ગોળીબારી બાદ ડ્રાઇવરે શંકાસ્પદને બસથી નીચે ઉતાર્યો. નીચે ઉતરતા સમયે હુમલો કરનારે બંદૂક બસમાં જ છોડી દીધી હતી. આ ઘટના એક ગેસ સ્ટેશનની નજીક થઈ હતી. 

કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલ કોમ્યુનિકેશનના સુપરવાઇઝર સ્ટીવ લોફ્ટ્સે જણાવ્યું કે, શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. હુમલા પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. પાંચ ઈજાગ્રસ્તોમાં એકની સ્થિતિ નાજુક છે તેને એરલિફ્ટ કરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More