Home> World
Advertisement
Prev
Next

'ઉરી'એ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી નાખી, હુમલાની આશંકાથી ફફડી રહ્યો છે પાડોશી દેશ

પાકિસ્તાની સેના હાલ ભારત તરફથી કોઈ મોટી કાર્યવાહીના ડરથી ગભરાયેલી છે. છેલ્લા એક મહિનામાં પાકિસ્તાની સેનાના ટોપ કમાન્ડર્સે સરહદ પર મહત્વની ચોકીઓની મુલાકાત લીધી છે. જાન્યુઆરીમાં 20 અને ફેબ્રુઆરીમાં આવી 5 મુલાકાતો અત્યાર સુધી થઈ છે. જેમાં લેફ્ટેનન્ટ જનરલ  કે મેજર જનરલ રેન્કના ઓફિસરોએ મુલાકાત લીધી છે. રસપ્રદ વાત એ છે કે આ ભયને વધારવામાં ફિલ્મ ઉરીનો ખુબ મોટો હાથ છે. 

'ઉરી'એ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી નાખી, હુમલાની આશંકાથી ફફડી રહ્યો છે પાડોશી દેશ

ન્યુ દિલ્હી: પાકિસ્તાની સેના હાલ ભારત તરફથી કોઈ મોટી કાર્યવાહીના ડરથી ગભરાયેલી છે. છેલ્લા એક મહિનામાં પાકિસ્તાની સેનાના ટોપ કમાન્ડર્સે સરહદ પર મહત્વની ચોકીઓની મુલાકાત લીધી છે. જાન્યુઆરીમાં 20 અને ફેબ્રુઆરીમાં આવી 5 મુલાકાતો અત્યાર સુધી થઈ છે. જેમાં લેફ્ટેનન્ટ જનરલ  કે મેજર જનરલ રેન્કના ઓફિસરોએ મુલાકાત લીધી છે. રસપ્રદ વાત એ છે કે આ ભયને વધારવામાં ફિલ્મ ઉરીનો ખુબ મોટો હાથ છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ રાવલપિંડી હેડક્વાર્ટરવાળી 10 કોર અને ગિલગિટ હેડક્વાર્ટરવાળા કમાન્ડરોએ સતત છંબ, ગુલટારી, વાઘ, મુઝફ્ફરાબાદ, હાજી પીર અને કોટલી સેક્ટરોના ફોરવર્ડ વિસ્તારોની મુલાકાત લીધી છે. પાકિસ્તાની સેનાની 23 ડિવિઝન, 16 ડિવિઝન, 12 ડિવિઝન, 7 ડિવિઝન, અને 6 પીઓકે બ્રિગેડની તહેનાતીના વિસ્તારોમાં પાકિસ્તાની સેનાના કમાન્ડરોએ મુલાકાત લીધી છે. આ તમામ વિસ્તારોમાં પાકિસ્તાની સેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. આ તમામ નિયંત્રણ રેખા પારના એ વિસ્તારો છે જ્યાંથી પાકિસ્તાની સેના કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવે છે અને કાં તો આતંકવાદીઓના લોન્ચિંગ પેડ્સ છે. પાકિસ્તાની ેસનાની 10 કોર જમ્મુ અને કાશ્મીરમાં કાર્યવાહી માટે સીધી જવાબદાર હોય છે. 

fallbacks

સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાની સેના અફઘાનિસ્તાન સરહદ પર સતત ચાલી રહેલા તણાવને લઈને પરેશાન છે અને તેમના સંસાધનોનો મોટો હિસ્સો ત્યાં લાગેલો છે. એવામાં પાકિસ્તાનને લાગે છે જે જો ભારત સરહદ પર કોઈ કાર્યવાહી કરશે તો તેના માટે બે મોરચે લડવું ખુબ મુશ્કેલ બનશે. પાકિસ્તાની સેનાના અધિકારીઓનો એક મોટો વર્ગ માને છે કે આવનારા દિવસોમાં ભારત તરફથી વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકની આશંકા પ્રબળ છે. 

હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ઉરીએ પાકિસ્તાની સૈનિક અધિકારીઓની સાથે સાથે અન્ય એજન્સીઓની પણ ઊંઘ ઉડાવી દીધી છે. પાકિસ્તાનીઓએ આ ફિલ્મને ડાર્ક નેટ કે ટોરેન્ટ દ્વારા જોઈ છે. જેનાથી પાકિસ્તાનમાં એ આશંકા વધી છે કે ભારતીય સેનાની તૈયારી સરહદને પાર કરીને સતત સર્જિકલ સ્ટ્રાઈક્સ દ્વારા તેમની સેનાને થકવી નાખવાની છે. હાલમાં જ પાકિસ્તાનના રક્ષા મંત્રાલયે પોતાના અધિકારીઓએ અને સૈનિકોને સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. સૂત્રોનો દાવો છે કે આમ કરવા પાછળનું કારણ સેનામાં ફેલાઈ રહેલી અફવાઓ અને ગભરાહટ  રોકવાનો છે. 

વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More