Home> World
Advertisement
Prev
Next

Facebook / Instagram : સોશિયલ સાઈટના સર્વર ડાઉન થતાં યુઝર્સ થયા પરેશાન

Facebook / Instagram : સોશિયલ સાઈટના સર્વર ડાઉન થતાં યુઝર્સ થયા પરેશાન

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા સાઈટ ફેસબૂક(Facebook) અને ઈન્સ્ટાગ્રામનું(Instagram) સર્વર ભારતમાં થોડા કલાક માટે ડાઉન થઈ ગયું હતું. ફેસબુકમાં(Facebook) આ સમસ્યા ભારતીય સમયાનુસાર સાંજે 7.30 કલાકે શરૂ થઈ હતી. લોકો ટ્વીટ(Tweet) કરીને પોતાની સમસ્યાઓ રજુ કરી રહ્યા હતા. ટ્વીટર પર #FacebookDown #InstagramDown ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. આ સમસ્યા દૂર થવામાં લગભગ ત્રણ કલાક કરતાં વધુ સમય લાગ્યો હતો. ફેસબુક(Facebook) દ્વારા કહેવાયું હતું કે ટેક્નીકલ મુશ્કેલીના(Technical Error) કારણે આમ થઈ રહ્યું છે અને તેને દૂર કરવા કંપની(Company) પ્રયાસ કરી રહી છે. 

આ અગાઉ માર્ચ મહિમાં ફેસબુક(Facebook) ડાઉન(Down) થયું ત્યારે એવું કહેવાયું હતું કે, સાયબર એટેક(Cyber Attack) થયો છે. જોકે, ફેસબુકે સાયબર એટેક જેવી કોઈ પણ ઘટનાનો ઈનકાર કર્યો હતો. દુનિયાભરમાં ફેસબુકના(Facebook) લગભગ 227 કરોડ યુઝર છે. જેમાં 10 ટકા એટલે કે લગભઘ 22 કરોડ ભારતમાં છે. કેટલાક યુઝર્સને Sorry, Something Went Wrong અને Errorનો મેસેજ મળતો હતો તો વળી કેટલાક યુઝર્સના પેજ લોડ થતા ન હતા.

Google યુઝર્સને ઝટકો લાગે તેવા સમાચાર, બંધ થઈ રહી છે તમારા કામની સર્વિસ 

એક મહિના પહેલા પણ ફેસબુક ડાઉન થયું ત્યારે કેટલાક કલાક ઠપ રહ્યું હતું. જોકે, ફેસબુકની કંપની વ્હોટ્સએપ પર તેની કોઈ અસર થઈ ન હતી. ટ્રેકિંગ વેબસાઈટ ડાઉન ટ્રેક અનુસાર, આજે દુનિયાભરમાં ફેસબુકના યુઝર્સ પ્રભાવિત થયા છે. જોકે, કેટલાક લોકોનું એકાઉન્ટ પહેલાની જેમ કામ કરી રહ્યું છે. કેટલાક લોકોએ એમ જણાવ્યું કે, ફેસબુકના કેટલાક ફીચર્સ તેમના પેજ પર કામ નથી કરી રહ્યા. 

Luxembourg : જાહેર પરિવહન મફત કરનારો દુનિયાનો પ્રથમ દેશ બન્યો

ફેસબુકની સાથે-સાથે તેનું મેસેન્જર અને સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પણ ડાઉન થઈ ગઈ હતી. ઈન્સ્ટાગ્રામ પર પણ યુઝર્સને ફોટો અપલોડ કરવામાં મુશ્કેલી પડતી હતી અને Somthing went Wrong નો મેસેજ આવતો હતો. જોકે, લગભગ ત્રણ-ચાર કલાક પછી બંને સાઈટ પૂર્વવત થઈ ગઈ હતી. 

દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More