Home> World
Advertisement
Prev
Next

Elon Musk ફરી બન્યા વિશ્વના સૌથી અમીર વ્યક્તિ, Bernard Arnault ને છોડ્યા પાછળ

Billionaire Index: છેલ્લા 24 કલાક દરમિયાન એલોન મસ્કની સંપત્તિમાં $1.98 બિલિયનનો વધારો થયો છે. તે જ સમયે, બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થમાં $5.35 બિલિયનનો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટે સંપત્તિના મામલે એલોન મસ્કને પાછળ છોડી દીધા હતા.

Elon Musk ફરી બન્યા વિશ્વના સૌથી અમીર વ્યક્તિ, Bernard Arnault ને છોડ્યા પાછળ

World Richest Person: વિશ્વના અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એલોન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી અમીર વ્યક્તિની રેસમાં નંબર-1 પર આવી ગયા છે. તેણે બર્નાર્ડ આર્નોલ્ટને હરાવીને આ સ્થાન પાછું મેળવ્યું છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, આર્નોલ્ટની સંપત્તિમાં ટ્રેડિંગમાં 2.6 ટકાનો ઘટાડો થયો છે. જે બાદ એલોન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ટેસ્લા, સ્પેસએક્સ અને ટ્વિટર જેવી કંપનીઓના માલિક ઇલોન મસ્કની કુલ સંપત્તિ $192 બિલિયન છે.

એલોન મસ્કનો ફરી ડંકો વાગ્યો
છેલ્લા 24 કલાક દરમિયાન એલોન મસ્કની સંપત્તિમાં $1.98 બિલિયનનો વધારો થયો છે. તે જ સમયે, બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થમાં $5.35 બિલિયનનો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટે સંપત્તિના મામલે એલોન મસ્કને પાછળ છોડી દીધા હતા. પરંતુ હવે ફરી એકવાર એલોન મસ્કનો ડંકો આખી દુનિયામાં વાગી રહ્યો છે.

આ પણ વાંચો:
આ છે દેશની સૌથી સસ્તી Sunroof કાર, CNG ઓપ્શન પણ છે અવેલેબલ
માર્કેટમાં ધૂમ મચાવા આવી ગયો છે Nokia નો Flip Phone, 7,000 માં મેળવો આકર્ષક ફીચર્સ
IPL 2023 સાથે ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓના કરિયરનો આવ્યો અંત!

જેફ બેઝોસની કુલ સંપત્તિ 144 અબજ ડોલર
બ્લૂમબર્ગ દ્વારા જારી કરાયેલા લેટેસ્ટ ડેટા અનુસાર, એલોન મસ્ક $192 બિલિયનની સંપત્તિ સાથે નંબર-1 પર પહોંચી ગયા છે. તે જ સમયે, બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિ ઘટીને $ 187 બિલિયન થઈ ગઈ છે. ત્રીજા સ્થાને જેફ બેઝોસની કુલ સંપત્તિ 144 અબજ ડોલર છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં બર્નાર્ડ આર્નોલ્ટની પ્રોપર્ટીમાં ઝડપથી ઘટાડો થયો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, 24 મે, 2023ના રોજ તેમને 24 કલાકની અંદર 11.2 બિલિયન ડોલરનું મોટું નુકસાન થયું છે.

અબજોપતિઓની યાદીમાં બીજું કોણ?
બિલ ગેટ્સ અબજોપતિઓની યાદીમાં ચોથા નંબર પર છે, તેમની કુલ સંપત્તિ 125 અબજ ડોલર છે. લેરી એલિસન $118 બિલિયનની સંપત્તિ સાથે પાંચમા નંબરે છે. તેમની સંપત્તિમાં $791 મિલિયનનો વધારો થયો છે. એ જ રીતે, છઠ્ઠા નંબરના સ્ટીવ બાલ્મર પાસે $114 બિલિયનની સંપત્તિ છે. સાતમા પર વોરન બફેટ ($112 બિલિયન) અને આઠમા પર લેરી પેજ ($111 બિલિયન) છે. એ જ રીતે, નવમા સ્થાને, સેર્ગેઈ બ્રિન પાસે $106 બિલિયનની સંપત્તિ છે અને માર્ક ઝકરબર્ગની પાસે $96.5 બિલિયનની સંપત્તિ છે.

આ પણ વાંચો:
બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ OTT પર રિલીઝ થઈ રહી છે The Kerala Story!
Vodafone-Idea એ લોન્ચ કર્યા 3 ધુઆંધાર પ્લાન! માત્ર 17 રૂપિયામાં મેળવો Unlimited ડેટા
June 2023 Horoscope: આ 4 રાશિઓ માટે જૂન મહિનો ખૂબ જ ભાગ્યશાળી રહેશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More